top of page

અદાણી ગ્રુપ-પોસ્કો સાથે મળીને સ્પેશિયાલિટી સ્ટીલમાં રૂ. 37,500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે

  • Team Vibrant Udyog
  • Jan 14, 2022
  • 2 min read


રિન્યુએબલ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી હવે અદાણી ગ્રુપે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં મોટું સાહસ કર્યું

પોસ્કો અને અદાણી ગ્રુપ સાથે મળીને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ઇન્ટીગ્રેટેડ સ્ટીલ મિલની સ્થાપના કરશે. ગુજરાતના કચ્છ જિલ્લાના મુદ્રા ખાતે આ મિલની સ્થાપના કરવા માટે રૂ. 37,500 કરોડ(5 અબજ ડૉલર)નું રોકાણ કરશે. સાઉથ કોરિયાની સ્ટીલના સેક્ટરની મોટી કંપની પોસ્કો સાથે આ માટે અદાણી ગ્રુપે કરાર કર્યા છે. આ ગ્રુપ સાથે રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં અને હાઈડ્રોજનના ઉત્પાદનના ક્ષેત્રમાં તથા લોજિસ્ટિક(માલ પરિવહન)ના ક્ષેત્રમાં પણ અદાણી ગ્રુપ કામ કરશે. હવામાંના કાર્બનના ઉત્સર્જનને ઓછો કરવાના દુનિયાભરમાં કરવામાં આવી રહેલા પ્રયાસના ભાગ રૂપે આ પ્રવૃત્તિ કરવામાં આવશે.



પોસ્કો અને અદાણી ગ્રુપ ગ્રીન હાઈડ્રોજનનો અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવે છે. પોસ્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેઓન્ગ વૂ ચોઈએ જણાવ્યું હતું કે પોસ્કો અને અદાણી સ્ટીલ અને ગ્રીન એનર્જિના બિઝનેસમાં સાથે મળીને કામ કરશે. પોસ્કો પાસે સ્ટીલના ઉત્પાદન માટેની અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે. તેની સામે અદાણી ગ્રપ પાસે એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સેક્ટરમાં નિપુણતા છે.



સ્ટીલના ઉત્પાદનના ક્ષેત્રની દક્ષિણ કોરિયાની મોટી કંપની 1.2 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ ઓરિસ્સાના જગતસિંગપુરમાં નાખવાની જાહેરાત 2015માં કરી હતી. તે સમયે 12 અબજ ડોલરનું રોકાણ કરવાની તેમણે જાહેરાત કરી હતી. પરંતુ 2017ની સાલમાં કંપનીએ આ પ્રોજેક્ટ પડતો મૂકી દીધો હતો. જમીન હસ્તગત કરવામાં થયેલા વિલંબને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકી દેવાની કંપનીને ફરજ પડી હતી. ત્યારબાદ પોસ્કોએ અદાણી ગ્રુપ સાથે સોદો કર્યો તે દર્શાવે છે કે પોસ્કો ગ્રુપ ભારતમાં મોટે પાયે રોકાણ કરવાનિ ઇરોદા ધરાવે છે. ભારતમાં સ્ટીલનું માર્કેટ તેજીથી આગળ વધી રહ્યું છે તેનો ભરપૂર લાભ તે ઊઠાવવા માગતું હોવાનો નિર્દેશ આ સાથે જ મળી રહ્યો છે. પોસ્કો અત્યારે 18 લાખ ટન કોલ્ડ રોલ્ડ અને ગેલ્વેનાઈઝ સ્ટીલનું ઉત્પાદન કરવાની મિલ મહારાષ્ટ્રમાં ચલાવે છે. તદુપરાંત દિલ્હી, પૂણે, ચેન્નઈ અને અમદાવાદમાં ચાર પ્રોસેસિંગ સેન્ટર ચલાવે છે.



રિન્યુએબલ એનર્જીના સેક્ટર, પાવરજનરેશન, ગેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સેક્ટરમાં જંગી રોકાણ કરવાની જાહેરાત કરનાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે પોસ્કો ગ્રુપ સાથેની તેમની ભાગીદારી ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વિકાસને વેગ આપશે. ભારત સરકાર પ્રેરિત આત્મનિર્ભર ભારતની યોજનાને પણ તેનાથી વધુ ગતિ મળશે. તેનાથી ગ્રીન એનર્જીના બિઝનેસ તરફ વળવાની ભારતની ગતિને પણ વેગ મળશે.


Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page