Adani-Wilmarના IPO માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે (ROC) મંજૂરી આપી
- Team Vibrant Udyog
- Jan 21, 2022
- 2 min read
રૂ. ૧ની મૂળ કિંમતના શેર્સના ૩૬૦૦ કરોડનો પબ્લિક ઇશ્યૂ આવવાની સંભાવનાઃ દસમી જાન્યુઆરીએ શેરબજારમાં લિસ્ટિંગ કરાવી દે તેવી સંભાવના
રૂ. 3600 કરોડનો આઈપીઓ લાવીને તેનું બજાર મૂડીકરણ રૂ. 36000 કરોડ સુધી જવાની રાખવામાં આવી રહેલી અપેક્ષા

Adani-Wilmarને અંદાજે રૂ. 3600 કરોડનો IPO લઈને આવવાની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે મંજૂરી આપી દીધી છે. પહેલા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા અદાણી વિલ્મારને પબ્લિક ઇશ્યૂ લાવવાની છૂટ આપી દીધી હતી. હવે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝે આજે કંપનીઝ એક્ટ ૨૦૧૩ની કલમ ૩૦ હેઠળ અદાણી વિલ્મારના પબ્લિક ઇશ્યૂને મંજૂરી આપી દીધી છે. અદાણી વિલ્મારે ગત ૧૯મી જાન્યુઆરીએ કંપનીઝ એક્ટની કલમ ૩૨(૪) હેઠળ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ આર.ઓ.સી.માં ફાઈલ કર્યું હતું. કંપનીઝ એક્ટની કલમ ૩૦(૨) હેઠળ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે આ પબ્લિક ઇશ્યૂના પ્રમાણિત કર્યો છે.
અદાણી-વિલ્માર ફૂડના સેક્ટરની દેશની સૌથી મોટી કંપની તરીકેનું સ્થાન 2027 સુધીમાં અંકે કરી દેવાનું ટાર્ગેટ રાખીને બેઠી છે. આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે સૌથી વધુ ઝડપથી વિકસી રહેલા કન્ઝ્યુમર સેગમેન્ટમાં ઝડપી પ્રગતિ કરવા માટે તે આ પબ્લિક ઇશ્યૂ લઈને આવી રહી છે. અદાણી ગ્રુપની આ સાતમી કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થશે. અદાણી-વિલ્માર ખાદ્યતેલમાં લોકપ્રિય ફોર્ચ્યુન બ્રાન્ડ ધરાવે છે. આ ધ્યેય સાથે આગામી 27મી જાન્યુઆરી સુધીમાં તે પબ્લિક ઇશ્યૂ સાથે આવે તેવી સંભાવના છે. 31મી જાન્યુઆરી સુધીમાં પબ્લિક ઇશ્યૂ પુરો ભરાઈ જાય તે માટેના પ્રયાસો કરશે. કેન્દ્રનું બજેટ આવે તે પૂર્વે જ અદાણી વિલ્માર તેનો પબ્લિક ઇશ્યૂ લાવી દેવા માગતી હોવાનું જણાય છે. દેશના વપરાશકારો બ્રાન્ડેડ પ્રોડક્ટની ખરીદી કરવાનું વધુ પસંદ કરતાં થયા છે ત્યારે અદાણી-વિલ્માર પબ્લિક ઇશ્યૂ લઈને આવી રહી છે.
નિયમ મુજબ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBIની મંજૂરી મળે તે માટે કાયદેસર રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે પબ્લિક ઇશ્યૂને પ્રમાણિત કરાવવો પડે છે. રજિસ્ટ્રાર ઑફ કંપનીઝની મંજૂરી પછી જ પબ્લિક ઇશ્યૂ લાવી શકાય છે. અદાણી ગુ્રપની આ સાતમી કંપની પબ્લિક ઇશ્યૂ લાવી રહી છે. આગામી ૨૭મી જાન્યુઆરીએ અદાણી વિલ્માર પબ્લિક ઇશ્યૂ લઈને બજારમાં આવે તેવી સંભાવના છે. ૩૧મી જાન્યુઆરી પૂર્વે તેની પ્રક્રિયા પૂરી કરી દેવાનો ઇરાદો હોવાનું જણાય છે.
કંપની રૂ. 3600 કરોડનો પબ્લિક ઇશ્યૂ લાવીને તેનું બજાર મૂડીકરણ રૂ. 36000 કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન સુધી બજારમાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે તેવી વાતો પણ જાણવા મળી રહ્યું છે.
Comments