top of page

આજે IT રિટર્ન ફાઈલ નહિ કરો તો મોંઘું પડશે

  • Team Vibrant Udyog
  • Dec 31, 2021
  • 1 min read

ડ્યૂ ડેટના રિટર્ન ફાઈલ ન કરનાર કરદાતાને બિઝનેસમાં થયેલા નુકસાનને કેરી ફોરવર્ડ કરવાની તક પણ ગુમાવી દે છે

આકારણી વર્ષ 2021-22નું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી જશો તો બહુ જ મોટી કિંમત ચૂકવવી પડશે. આમ તો આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની આજે એટલે કે 31મી ડિસેમ્બર 2021ની તારીખ છેલ્લો દિવસ છે. આ દિવસે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી જનારે રીટર્ન મોડું ફાઈલ કરવા માટે પેનલ્ટી ચૂકવવી પડશે. આકારણી વર્ષ 2021-22ના રિટર્ન ફાઈલ કરવામાં કરદાતાઓને પડતી તકલીફને ધ્યાનમાં લઈને તેમને રિટર્ન ફાઈલ કરવાની મુદત આ અગાઉ જ લંબાવી આપવામાં આવેલી છે. પહેલા રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30મી સપ્ટેમ્બર કરી આપવામાં આવી હતી. ત્યારબાદ તેની છેલ્લી તારીખ ફરીથી લંબાવીને 31મી ડિસેમ્બર કરી આપવામાં આવી છે.



આવકવેરા ધારાનીક લમ 234એફમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ નિર્ધારિત સમયગાળામાં આવકવેરાનું રિટર્ન ફાઈલ ન કરનારાઓને રૂ. 10,000નો દંડ કરવામાં આવે છે. 31મી ડિસેમ્બર 2021ની તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ ન કરી શકનારાઓને 31મી માર્ચ 2022 સુધીનો સમય આપવામાં આવે છે. આવકવેરા ધારાની કલમ 234એફમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવામાં મોડું કરવામાં આવે તેમને રૂા. 10,000 સુધીનો દંડ કરવામાં આવે છે.


જોકે જે કરદાતાની આવક રૂ. 5 લાખથી ઓછી હોય તેમને વિલંબથી રિટર્ન ફાઈલ કરવા માટે મહત્તમ રૂ. 1000નો જ દંડ કરવામાં આવે છે. આ રિટર્નમાં કરદાતાઓ કોઈ ટેક્સ ચૂકવવાનો થતો હોય અને તે ટેક્સ જમા કરાવવા માટે જેટલા દિવસ વિલંબ થાય તેટલા દિવસનું વ્યાજ ચૂકવવું પડે છે.

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવામાં મોડું કરનારી વ્યક્તિ તેની ખોટ આગળના વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકતી નથી. માત્ર હાઉસ પ્રોપર્ટીમાં થયેલા નુકસાનને જ આગળ લઈ જઈ શકે છે. આ સુવિધાનો લાભ આવકવેરાનું રિટર્ન સમયસર ફાઈલ કર્યું હોય ત્યારે જ આપવામાં આવે છે. માત્ર ઘરના વેચાણ થકી થયેલી નુકસાનીને કેરીફોરવર્ડ કરવાની તક આપવામાં આવે છે.



Comentarios


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page