
આજે સ્ટોક માર્કેટમાં શું કરશો?
- Team Vibrant Udyog
- Aug 22, 2022
- 2 min read
સેન્સેક્સ અને નિફ્ટીમાં શુક્રવારે ઘટાડો જોવાયો હતો. બજારના ટેકનિકલ ચાર્ટ પર મંદીના એન્ગલની પેટર્ન રચાઈ છે. બજારમાં નેગેટીવ માર્કેટ બ્રેડ્થ જોવા મળી છે તેના પરથી જણાય છે કે સોમવારથી ચાલુ થનારા સપ્તાહમાં નિફ્ટીમાં 17600નું લેવલ તૂટશે તો બજારમાં ઘટાડાનો દોર આગળ વધે તેવી પૂરી શક્યતા છે. શુક્રવારે વૈશ્વિક બજારોમાં પણ નરમાઈ જોવા મળી હતી. માર્કેટ બંધ થયા પછીય ફ્યુચર્સ નેગેટીવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. એફઆઈઆઈની ગેસ સેગમેન્ટમાં લેવાલી હતી, પરંતુ શુક્રવારે ઇન્ડેક્સ ફ્યુચર, ઇન્ડેક્સ ઓપ્શન, સ્ટોક ફ્યુચરમાં વેચવાલી જોવાઈ હતી. સોમવારથી ચાલુ થતાં અઠવાડિયામાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળશે. પરંતુ સમગ્રતયા સેન્ટિમેન્ટ સેલ ઓન રાઈઝનો બન્યો છે. સેન્સેક્સ 60300 અને નિફ્ટિ 18100 ઉપર ન આવે ત્યાં સુધી દરેક ઊછાળે વેચવાલી જોવા મળશે.
વોકહાર્ડ્ટમાં પોઝિટીવ મુવમેન્ટ જોવા મળશે. તેનો ભાવ રૂ. 263નો ભાવ છે. શુક્રવારે તેના ભાવમાં 12નો ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેનો ભાવ રૂ. 240ની ઉપર રહેશે ત્યાં સુધી તેમાં પોઝિટીવ મુવમેન્ટ જોવા મળશે.
ટીવી 18માં ઘણાં વખતે ટ્રેન્ડ પોઝિટીવ બન્યો છે. રૂ. 38નો સ્ટોપલૉસ રાખી તેમાં લેવાલી કરી શકાય છે. આગામી દિવસોમાં તેમાં સુધારાનો દોર ચાલુ રહેવાની સંભાવના છે.
સ્ટરલાઈટ ટેક્નો જ્યાં સુધી રૂ. 155ની ઉપરની ભાવ સપાટી જાળવી રાખે ત્યાં સુધી તેમાં સુધારાનો દોર ચાલુ રહે તેવી ધારણા છે. તેથી તેમાં લેવાલી કરી શકાય છે.
નિફ્ટી ફ્યુચર્સ અને નિફ્ટી ઓપ્શનના ડેટા તથા બેન્ક નિફ્ટીના ઓપ્શન્સના ડેટાનું વિશ્લેષણ કરીએ અને અઠવાડિયા દરમિયાન ડેરીવેટીવ્સ કોન્ટ્રાક્ટની એક્સપાયરી છે. આ સંજોગોમાં બજારમાં રૂ. 17500થી 18000ની રેન્જમાં મુવમેન્ટ જોવા મળે. બેન્ક નિફ્ટીમાં 39000થી 40000ની રેન્જમાં મુવમેન્ટ જોવા મળી શકે છે.
આજ રીતે બજારમાં ડેરીવેટીવ્સના સ્ટોકમાં સપ્ટેમ્બરમાં મહિના દરમિયાન પોઝિટીવ મુવમેન્ટ જોવા મળી શકે છે. આ સ્ટોક્સમાં એક્સાઈડ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી અને ગેઈલ પોઝિટીવ દેખાય છે. જ્યારે એશિયન પેઈન્ટ્સ, પીડીલાઈટ અને હિન્દુસ્તાન લીવરમાં ઉપરના લેવલથી નેગેટિવ મુવમેન્ટ જોવા મળી શકે છે.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comentarios