આજે નિફ્ટી ગેપમાં ખૂલવાની સંભાવના
- Team Vibrant Udyog
- Oct 4, 2022
- 2 min read

સોમવારે સેન્સેક્સમાં 638 પોઈન્ટ, નિફ્ટીએ 207 પોઈન્ટ અને બેન્ક નિફ્ટીએ 602 પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો. માર્કટ બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી. નિફ્ટી 50માંથી 41 સ્ટોક્સ અને નિફ્ટી 500માંથી 342 સ્ટોક્સ નેગેટીવ ઝોનમાં બંધ થયા હતા. સમગ્રતયા માર્કેટનું સેન્ટીમેન્ટ નેગેટીવ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 56500 અને 16700ના લેવલ તોડ્યા નહોતા તે એક પોઝિટિવ બાબત છે. આ લેવલ તૂટે નહિ ત્યાં સુધી બજારમાં દરેક ઘટાડે લેવાલી જોવા મળી શકે છે. સોમવારે માર્કેટમાં કોચિન શિપયાર્ડ 10 ટકા, ત્રિવેણી ટર્બાઈન 8.8 ટકા, વીઆઈપી ઇન્ડસ્ટ્રીજ 7.4 ટકા, આરવીએનએલ 6.5 ટકા અને લ્યુપિન 6.2 ટકા વધ્યા હતા. બીજીતરફ અદાણી એન્ટરપ્રાઈસમાં 8.6 ટકા, અદાણ ગ્રીન 8.3 ટકા, અદાણી ટોટલ ગેસ 7.2 ટકા, વિજયા ડાયોગ્નોસ્ટિક 6 ટકા, યશ બેન્ક 5.8 ટકા અને ઇન્ડિયા સિમેન્ટ 5.5 ટકા ઘટ્યા હતા.
સોમવારે વોલ્યુમની અવન્તી ગ્રીડમાં નોર્મલ કરતાં નવ ગણું, અજન્તા ફાર્મામાં નવ ગણું, કોચિન શિપયાર્ડમાં 8.6 ગણુ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં 7.3 ગણુ અને સુદર્શન કેમિકલમાં 7.2 ગણું વોલ્યુમ જોવા મળ્યું હતું. બાવન અઠવાડિયાના ઊંચા ભાવ દર્શાવનાર સ્ક્રિપ્સમાં કોચિન શિપયાર્ડ, ત્રિવેણી ટર્બાઈન, મઝગાંવ ડોક્સ, રાઈટ્સ અને કેઆરબીએલ મુખ્ય છે. જે શેર્સે વર્ષના નવા નીચા ભાવ બતાવ્યા તેમાં ઓરેકલ ફાઈનાન્સ, બિરલા સોફ્ટ, સોના બીએલડબ્લુય પ્રિસિસન મુખ્ય હતા.
ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સે રોકડના સેગમેન્ટમાં 590 કરોડની ખરીદી કરી હતી. ઇન્ડેક્સ ફ્યુચરમાં 1170 કરોડનું વેચાણ કર્યું હતું. ઇન્ડેક્સ ઓપ્શનમાં 2400 કરોડની ખરીદી કરી હતી અને સ્ટોક ફ્યુચરમાં 2100 કરોડનું વેચાણ કર્યું હતું. સ્ટોક ઓપ્શનમાં 157 કરોડનું વેચાણ કર્યું હતું. વોલેટાલિટી ઇન્ડેક્સ 7 ટકા વધી 21.36 આવ્યો હતો. આ તમામ આંકડાઓ દર્શાવે છે કે મંગળવારે બજારમાં ઘટાડો થવાની શક્યતા છે. આ શક્યતાને નકારી શકાય તેમ નથી. જોકે તેની સામે વિદેશના બજારોએ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે તેની પણ અસર કેવી આવે છે તે જોવું રહ્યું. ડાઉજોન્સ, નાસ્કેડ અને સ્ટાર્ડર્ડ એન્ડ પુઅર ત્રણેય પોઝિટીવ ઝોનમાં છે. ડાઉજોન્સ અત્યાર 618 પોઈન્ટ, નાસ્કેડ 147 પોઈન્ટ અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ઇન્ડેક્સ 69 પોઈન્ટ વધ્યો છે.
બીજીતરફ ચાંદીમા્ં 8 ટકા અને સોનામાં 1.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ તમામ પરિબળોને જોતાં અને નિફ્ટી ફ્યુચર બંધ ભાવથી 70 પોઈન્ટ ઉપર ચાલી રહ્યો હોવાથી મંગળવારે બજાર ગેપમાં ખૂલવાની સંભાવના નકારી શકાતી નથી. બજારમાં નિફ્ટી 100 પોઈન્ટ ઉપર ખૂલે તેવી શક્યતા છે. મંગળવારે બજારમાં વેલ્યુ વેઈટેડ પ્રાઈસ એવરેજ પ્રમાણે પોઝિટીવ મુવમેન્ટ દર્શાવનારા શેર્સમાં આસાહી ઇન્ડિયા, ગુજરાત ફ્લોરોકેમ, ટીટીકે પ્રેસ્ટીજ, ઓરોબિન્દો ફાર્મા તથા કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. ટેકનિકલી જે શેર્સનો સુપર ટ્રેન્ડ પોઝિટિવ થયો છે તેવા શેર્સમાં ઇપકા લેબોરેટરી, અંબર એન્ટરપ્રાઈસ અને લ્યુપિન મુખ્ય છે. બોલિંગર બેન્ડ પ્રમાણે જે શેર્સ અપર બેન્ડને ક્રોસ કરીને ઉપર આવ્યા છે તેમાં ભારતી એરટેલ, સિપ્લા, રેલ વિકાસ નિગમ અને ગ્લેનમાર્કનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં પોઝિટિવ મુવમેન્ટ દર્શાવી શકે તેવા શેર્સમાં એફડીસી, ઝાયડસ વેલનેસ, ઓએનજીસી, સુમિટોમો કેમિકલ્સ અને લાઓ પાલા ઓઆરજી મુખ્ય છે. ડેરીવેટીવ્સની વાત કરીએ અને જે શેર્સમાં નવી લોન્ગ પોઝિશન ઊભી થઈ છે તેમાં ઝાયડસ લાઈફ, ઇપકો લેબોરેટરી, ઓનએનજીસી, ઇન્ડિયન હોટેલ્સ અને ગ્લેનમાર્ક ફાર્મા મુખ્ય છે. જે શેર્સમાં એગ્રેસીવ નવી શોર્ટ પોઝિશન ઊભી થઈ છે તેમાં ક્રોમ્પટન ગ્રીવ્ઝ, આઈશર, બજાજ ઓટો અને આરઈસી તથા ગેઈલ મુખ્ય છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિન કેપ પ્રા.લિ.
תגובות