top of page

ત્રણ વર્ષના શેર્સ ટ્રાન્ઝેક્શનને આધારે આઈપીઓના શેર્સના ભાવ નક્કી કરવામાં આવશે

  • Team Vibrant Udyog
  • Oct 1, 2022
  • 3 min read
SEBI GUIDELINES ON IPO VIBRANT UDYOG
VIBRANT UDYOG ON SEBI IPO GUIDELINES

મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સનો પણ ઇન્સાઈડર ટ્રેડિંગની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો

સેબી-સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએએ પબ્લિક ઇશ્યૂ લાવનારી કંપનીઓ માટેની કી પરફોર્મર ઇન્ડિકેટર્સ સાથેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં ક્યૂઆઈપી-ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશન પ્લેસમેન્ટ અને પ્રેફરન્શિયલ શેર્સના ઇશ્યૂની ગતિવિધિઓ પર પણ નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ તેના થકી થતી આવકનો ટ્રેક પણ રાખવામાં આવશે. પબ્લિક ઇશ્યૂ લાવનારી કંપનીઓ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સની જાહરેાત કરવી પડશે. કંપનીના શેર્સના ભૂતકાળના ટ્રાન્ઝેક્શન્સને આધારે પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરવામાં આવનારા શેર્સના ભાવ નક્કી કરવા પડશે. તેમ જ ભૂતકાળમાં ભંડોળ ઊભું કરવા માટે પબ્લિક ઇશ્યૂ લાવનારી કંપનીઓ ઇન્વેસ્ટર્સને શેર્સની ફાળવણી કરવા માટેના આધાર અંગેની વિગતો પણ આપવાની રહેશે. ઓફર ડોક્યુમેન્ટમાં તેની વિગતવાર માહિતી પણ આપવાની રહેશે. તેમ જ આઈપીઓ-પબ્લિક ઇશ્યૂની જાહેરાતમાં પ્રાઈસ બેન્ડની વિગતો પણ આપવી પડશે.

સેબીએ પબ્લિક ઇશ્યૂ લાવનારાઓ માટેના ડિસ્ક્લોઝરના નિયમો કડક બનાવ્યા

શુક્રવારે સેબીના બોર્ડની યોજવામાં આવેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેબીએ બહાર પાડેલી નવી માર્ગદર્શિકામાં ઇન્સાઈડર ટ્રેડિંગની વ્યાખ્યમાં મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સનો પણ સમાવેશ કરી લીધો છે. શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ પૂરું પાડનારાઓની સુવિધાઓ માટેનું માળખું તૈયાર કરવાને લગતી માર્ગદર્શિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ સ્વતંત્ર ડિરેક્ટર્સની નિમણૂક કરવાને કે તેમને હોદ્દા પરથી દૂર કરી દેવાની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સને આધારે આઈપીઓના શેર્સના ભાવ નક્કી કરવા પડશે

કી પરફોર્મર ઇન્ડિકેટર્સ દરેક કંપનીઓ માટે અલગ અલગ રહેવાની શક્યતા છે. કંપનીઓ દ્વારા અનુસરવામાં આવતા બિઝનેસ મોડેલને આધારે તેમના કી પરફોર્મર ઇન્ડિકેટર્સ નક્કી થતા હોય છે. પરંતુ કંપનીઓ દ્વારા કી પરફોર્મર ઇન્ડિકેટર્સની જાહેરાત કરવામાં આવશે તો તેમાં જોવા મળતી અનિયમિતતાઓ ઓછી થઈ જશે.


પબ્લિક ઇશ્યૂ લાવનારાઓ માટે સેકન્ડરી સેલની વિગતો આપવાની પણ ફરજિયાત કરવામાં આવી છે. સેકન્ડરી સેલ્સમાં વર્તમાન શેર ધારકો દ્વારા ખાનગી કંપનીને શેર્સના કરવામાં આવતા વેચાણનો સમાવેશ થાય છે. આ વેચાણ કંપની હસ્તગત કરવા માટે કરવામાં આવતું હોતું નથી. આમ એક જ ટ્રાન્ઝેક્શનના ભાગ હેઠળ મોટી સંખ્યામાં શેર્સના હાથ બદલા થતાં હોય છે. આ હાથ બદલની વિગતો પણ પબ્લિક ઇશ્યૂ લાવનારી કંપનીઓએ પબ્લિક ઇશ્યૂ લાવતા પૂર્વે જાહેર કરવી પડશે. પબ્લિક ઇશ્યૂ લાવ્યાના 18 મહિનાના પહેલાના ગાળામાં થયેલા આ પ્રકારના વહેવારોની વિગતો આપવી પડશે. તેવી જ રીતે કંપનીના શેર્સનું પહેલીવાર કોઈને વેચાણ કરવામાં આવ્યા હોય તો તેની વિગતો પણ જાહેર કરવાની રહેશે. પબ્લિક ઇશ્યૂ લાવ્યાના ત્રણ વર્ષ પહેલાના ગાળામાં કરવામાં આવેલા આ પ્રકારના વહેવારની વિગતો પણ જાહેર કરવાની ફરજિયાત બનાવી દેવામાં આવી છે.

પબ્લિક ઇશ્યૂ પૂર્વે વિગતો જાહરે કરી રોકાણકારોને પ્રતિભાવ આપવા 21 દિવસનો સમય અપાશે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ છેલ્લા કેટલાક મહિનાઓથી પબ્લિક ઇશ્યૂના ઓફર પ્રાઈસ અંગે સવાલો ઊઠાવી રહી છે. તેમના કી પરફોર્મર ઇન્ડિકેટર્સની વાત પણ સતત કરવામાં આવી હતી. તેમાંની કેટલીક વિગતોની જાણકારી પબ્લિક ઇશ્યૂ લાવનારી કંપનીઓને પણ ન હોવાની સંભાવના છે. હવે તેમને માટે આ બધી જ વિગતોની જાહેરાત કરવી ફરજિયાત બની ગઈ છે. સેબીએ આઈપીઓ ફાઈલ કરતા પહેલા એક અલગથી ઓફર ડોક્યુમેન્ટ રજૂ કરવાની તક પણ આપી છે. તેમાં પબ્લિક ઇશ્યૂને લગતી સંવેદનશીલ માહિતી જાહેર કરવાની ફરજ પાડવામાં આવશે નહિ. આ ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કર્યા પછી સેબી તેના આરંભિક અવલોકનો પબ્લિક ઇશ્યૂ લાવનારી કંપનીઓને મોકલી આપશે. આ અવલોકનોની વિગતો રોકાણકારોને પણ મળશે. તેના અંગે પ્રતિભાવ આપવાનો તેમને 21 દિવસનો સમય પણ આપવામાં આવશે.

મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સના ટ્રેડિંગને પણ ઇન્સાઈડર ટ્રેડિંગમાં આવરી લેવાશે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સને પણ ઇન્સાઈડર ટ્રેડિંગ હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે. મ્યુચ્યુઅલ ફંડ અંગે કેટલીક ગૂંચવણો પ્રવર્તી રહી છે. લિસ્ટ કરેલી કંપનીઓ કરતાં મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ સાવ અલગ જ હસ્તી ગણાય છે. તેથી આ બાબતની આઈપીઓ પર પડતી અસર અંગે અલગથી આયોજન કરવાનું સેબીએ નક્કી કર્યું છે. આગામી દિવસોમાં આ અંગે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.


Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page