Stock Idea : શિપબિલ્ડિંગના સેક્ટરની જાહેર ક્ષેત્રની કંપનીની ઓર્ડર બુક મજબૂત છે
- Team Vibrant Udyog
- Apr 13, 2022
- 1 min read

Garden Reach Shipbuilders & engineers Ltd: ભાવ સુધરીને રૂ. 360નો થઈ શકે Code: GRSE | 542011
શિપબિલ્ડિંગના ક્ષેત્રની કંપની ગાર્ડન રીચ શીપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ કંપનીના શેરનો ભાવ આજે પહેલીવાર દસ વર્ષના હાઈ રૂ.319ના ભાવને આંબી ગયો છે. કંપનીનો શેર 17ની પીઈ મલ્ટીપલથી ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીના શેરની બુક વેલ્યુ રૂ.117ની આસપાસની છે.
કંપનીની શેરદીઠ કમાણી રૂ. 17ની આસપાસની છે. શિપબિલ્ડિંગના સેક્ટરની જાહેર ક્ષેત્રની કંપની ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડની ઓર્ડર બુક મજબૂત છે. રૂ. 260થી મુવમેન્ટ વધીને છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં રૂ. 320 સુધીનો સુધારો જોવા મળ્યો છે. બાવન અઠવાડિયાનું ટોપ રૂ.320 અને બોટમ રૂ. 167નું છે. રૂ. 10ની મૂળ કિંમતનો શેર છે. રિટર્ન ઓન ઇક્વિટી 16.61ની છે.
કંપનીનો પીઈ રેશિયો 17.85નો છે. આગામી દિવસોમાં શેરના ભાવમાં વધુ મોમેન્ટમ જોવા મળી શકે છે. રૂ. 290ની સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. આગામી દિવસોમાં રૂ.360 સુધીનો ભાવ જોવા મળી શકે છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments