Stock Idea : Network 18: લેણ કરી શકાય
- Team Vibrant Udyog
- Apr 19, 2022
- 1 min read

BSE code : 532798
Network 18 media & Investment Ltd ટીવી બ્રોડકાસ્ટિંગ અને એન્ટરટેઈનમેન્ટ સાથે સંકળાયેલી કંપની છે. ટીવી એઈટીનની પેરન્ટ કંપની છે. શેરનો ભાવ રૂ. 106ના દસ વર્ષના ઊંચા મથાળે ગયા પછી રૂ. 103ની ભાવ સપાટીએ બંધ આવ્યો છે. સારો ટેકનિકલ બ્રેકઆઉટ છે. બોલિંગર બેન્ડ પેટર્ન પ્રમાણે શેરનો ભાવ અપર બેન્ડ પર બંધ આવ્યો છે. શેરનો ભાવ રૂ. 107 કૂદાવે તે પછી જ ખરીદી કરવી તેમ જણાઈ રહ્યું છે. રૂ. 95નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. ભાવ રૂ. 120થી 125 સુધી જઈ શકે છે. ટેકનિકલી શેર સારી મોમેન્ટમમાં આવી ગયો છે. ટેકનિકલી જોતાં તેમાં લેણ કરી શકાય છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ
Comments