Stock Idea : Sugar શેરના ભાવમાં બે જ સેશનમાં 35 ટકાનો ઊછાળો આવ્યો છે.
- Team Vibrant Udyog
- Apr 8, 2022
- 1 min read

શ્રી રેણુકા સુગર્સ લિમિટેડઃ રૂ. 70નું મથાળું બતાવી શકે BSE Code: BOM: 532670
રોજની 4000 ટનથી વધુ સુગર રિફાઈનિંગની ક્ષમતા ધરાવતી શ્રી રેણુકા સુગર્સ લિમિટેડના શેરનો ભાવ રૂ.49.50નો છે. શેરના ભાવમાં બે જ સેશનમાં 35 ટકાનો ઊછાળો આવ્યો છે.ભારત સરકારે 2025ની સાલ સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાના નિર્ણય લીધો હોવાથી રેણુકા સુગર્સની આર્થિક સ્થિતિ સુધરી રહી છે. કંપની ઇથેનોલનું ઉત્પાદન વધારવાનું આયોજન પણ કરી રહી છે. બાવન અઠવાડિયાની ઊંચી સપાટીએ શેરનો ભાવ પહોંચ્યો છે. જોકે કંપનીના શેરના ભાવમાં દસ વર્ષ પછી મોટો સુધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે કંપનીના શેર દસ વર્ષના હાઈને સરપાસ કરી લે તે પછી તેમાં મોટી મુવમેન્ટ જોવા મળતી હોય છે. કંપનીના શેરની નવેમ્બર 2021થી વેલ્યુ વેઈટેડ એવરેજ પ્રાઈસ સતત ઉપર જઈ રહી છે. તેનો અર્થ એ થયો કે તેમાં ડિલિવરી આધારિત લેવાલી વધી રહી છે. કંપનીના પ્રમોટર ગ્રુપમાં સિંગાપુરનો વિલ્માર ગ્રુપ છે. કોમોડિટીમાં વિલ્માર ગ્રુપ એશિયાની મોટી કંપની છે. છેલ્લા ચાર ત્રિમાસિક ગાળામાં કંપનીના પ્રમોટરોએ તેનો શેરહિસ્સો 58 ટકાથી 62 ટકા કર્યો છે. શેરમાં રૂ. 40નો સ્ટોપલોસ રાખીને ખરીદી શકાય છે. કંપનીના શેરનો ટાર્ગેટ ભાવ રૂ. 60 અને ત્યારબાદ રૂ. 70ને વળોટી જઈ શકે છે. કંપની ઇથેનોલનું ઉત્પાદન વધારવાની કોશિશ કરી રહી છે. બીજીતરફ સુગર કંપનીઓની સાઈકલ પોઝિટીવ બની રહી છે. કંપનીનો રિસ્ક રિટર્ન રેશિયો પણ ફેવરેબલ છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments