top of page

Stock Idea : રૂ. 246ના ભાવનો શેર રૂ.300 સુધી જઈ શકે

  • Team Vibrant Udyog
  • Apr 29, 2022
  • 1 min read


BOM: 533088 MAHINDRA HOLIDAYS & RESORTS INDIA LTDના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 246ની આસપાસનો છે. 23 દિવસની મુવિંગ એવરેજ 243થી ઉપરની તરફ બંધ આવ્યો છે. તેનું વોલ્યુમ પણ સારું છે. હોલે ડે રિઝોર્ટ અને હોટેલના બિઝનેસ સાથે સંકળાયેલી છે. કોરોનાને કારણે કંપનીનો બિઝનેસ ઘટી ગયો હતો. તેથી સતત બે ક્વાર્ટર કંપનીએ નુકસાન કર્યું હતું. ત્યારબાદના ડિસેમ્બર 2021ના ક્વોર્ટરમાં નફો કર્યો છે. માર્ચ 2022ના ત્રિમાસિક ગાળામાં તેનું પરફોર્મન્સ ઘણું જ સારું રહેવાની ધારણા છે.


પ્રવાસન ઉદ્યોગની રિકવરીને કારણે કંપનીના પરફોર્મન્સમાં સુધારો જોવા મળી રહ્યો છે. રૂ. 235થી 240ની રેન્જમાં રૂ.210નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે.. રૂ. 275 કૂદાવતા રૂ. 300 સુધી તેનો ભાવ જઈ શકે છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં 9.11 ટકાનું અને ગવર્મેન્ટ પેન્શન ફંડ-નોર્વેનું હોલ્ડિંગ 2.62 ટકાનું છે.

પ્રમોટરનું હોલ્ડિંગ સારું છે. કંપનીનું પ્રમોટર પ્રતિષ્ઠિત મહેન્દ્ર ગ્રુપ છે. કંપનીના રિઝોર્ટ ભારત અને વિશ્વના ઘણા દેશોમાં ટાઈઅપ કરીને ચલાવે છે. કંપનીના મેમ્બરશીપ સારી છે. તેના આ કોન્સેપ્ટને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page