top of page

આજે શેરબજારમાં શુ કરશો?

  • Team Vibrant Udyog
  • Sep 15, 2022
  • 2 min read

બુધવારે બજાર ગેપડાઉનમાં ઓપન થયું હતું. વૈશ્વિક બજારો ઘટ્યા હોવાથી ભારતીય બજારોમાં પણ ઘટાડા સાથેની મુવમેન્ટ જોવા મળી હતી. સેન્સેક્સ 224 પોઈન્ટ અને નિફ્ટી 66 પોઈન્ટ ઘટીને બંધ આવ્યો હતો. જોકે બેન્કિંગ સ્ટોક્સે પોઝિટિવ મુવમેન્ટ બતાવી હતી અને બેન્ક નિફ્ટી 532 પોઈન્ટ વધીને બંધ આવ્યો હતો. સમગ્રતયા માર્કેટ મુવમેન્ટ નેગેટીવ જોવા મળી હતી. નિફ્ટી ફિફ્ટી સ્ટોક્સમાંથી 22 સ્ટોક્સમાં પોઝિટિવ અને 28 સ્ટોક્સમાં નેગેટીવ મુવમેન્ટ જોવા મળી હતી. નિફ્ટી 500માંથી 183 સ્ટોક્સમાં પોઝિટીવ અને 314 સ્ટોક્સમાં નેગેટિવ મુવમેન્ટ જોવા મળી હતી.



બેન્ક નિફ્ટીમાં જોવા મળેલા વધારાની પાછળ મુખ્યત્વે ઇન્ડસઇન્ડ બેન્ક, બંધન બેન્ક, સ્ટેટ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એચડીએફસી બેન્કના શેર્સમાં આવેલો સુધારો જવાબદાર છે. બેન્કિંગ સ્ટોક્સમાં એક્સિસ બેન્કને બાદ કરતાં બધાં જ શેર્સ પોઝિટિવ ઝોનમાં જોવા બંધ આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. હવે વોલ્યુમ વેઈટેડ એવરેજ પ્રાઈસ પ્રમાણે જોવામાં આવે તો મહિન્દ્રા લોજિસ્ટિક, એચએફસીએલ, જ્યોતિ લેબોરેટરી અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ તથા ગુજરાત પીપાવાવએ પોઝિટિવ મુવમેન્ટ બતાવી હતી.



બોલિંગર બેન્ડના ટેકનિકલ સ્કેલ પ્રમાણે વાત કરીએ તો ફોર્ટિઝ હેલ્થકેર, સ્ટરલાઈટ ટેક્નો અને ટીસીઆઈ એક્સપ્રેસે પોઝિટીવ બ્રેક આઉટ આપ્યો છે. જે શેર્સનો સુપર ટ્રેન્ડ પોઝિટવ થયો છે તેમાં બોમ્બો બર્માનો સમાવેશ થાય છે. તેમાં 18 દિવસ પછી પોઝિટીવ ટ્રેન્ડ થયો છે.



એફઆઈઆઈની વાત કરીએ તો તેણે રોકડના સેક્ટરમાં રૂ. 1397 કરોડનું  વેચાણ કર્યું છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં રૂ. 2000 કરોડનું વેચાણ કર્યું છે. સ્ટોક ફ્યુચરમાં રૂ. 1740 કરોડ અને સ્ટોક ઓપ્શનમાં રૂ. 179 કરોડનું વેચાણ કર્યું છે.



જે શેર્સમાં આજે મોટા પ્રમાણમાં વોલ્યુમ જોવાયું તેમાં મહિન્દ્રા લોજિસ્ટિકમાં 16 ગણું, ફોર્ટિઝમાં 16 ગણુ, એજિસ લોજિસ્ટિક અને ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં 9 ગણુ અને કલ્યાણ જ્વેલર્સમાં 8. 8 ગણુ વોલ્યુમ જોવા મળ્યું હતું. કલ્યાણ જ્વેલર્સનો શેર પહેલીવાર તેના આઈપીઓના ઓફર પ્રાઈસથી ઉપર બંધ આવ્યો હતો. વેદાન્તામાં 8 ગણુ વધુ વોલ્યુમ જોવા મળ્યું હતું.



પ્રાઈસમાં મોટી મુવમેન્ટ જોવા મળી હતી તે સ્ટોક્સમાં ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં 20 ટકા, જે. કે લક્ષ્મી સિમેન્ટમાં 12 ટકા, મહિન્દ્રા લોજિસ્ટિકમાં 11 ટકા, વેદાન્તામાં 10 ટકા અને ઇન્ડિયા સિમેન્ટમાં 9 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જે શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં વક્રાંગીમાં 5 ટકા, સ્વાન એનર્જી 4 ટકા, ઇન્ફોસિસ 4.5 ટકા ઘટાડો દર્શાવ્યો હતો. જે શેર્સ વર્ષના ઊંચા ભાવે બંધ આપ્યો હતો તેમાં ટાટા ઇન્વેસ્ટમેન્ટ, કલ્યાણ જ્વેલર્સ, ઇન્ડિયા સિમેન્ટ, બજાજ હોલ્ડિંગ, અંબુજા સિમેન્ટ અને  કરૂર વૈશ્ય મુખ્ય હતા. બાવન અઠવાડિયાના નીચા ભાવે બંધ આવ્યો હોય તેવા શેર્સમાં એલેમ્બિક ફાર્મા અને સનોફીનો સમાવેશ થાય છે.



ગુરૂવારની વાત કરીએ તો બજારમાં સમગ્રતયા ટ્રેન્ડ વોલેટાઈલ જોવા મળી શકે છે. આજે વીકલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી હોવાથી બજાર 17900થી 18200 વચ્ચે નિફ્ટી અને બેન્ક નિફ્ટી 41200થી 41800 વચ્ચે મુવમેન્ટ જોવા મળી શકે છે.



નિલેશ કોટક


ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page