આજે સ્ટોક માર્કેટમાં શું કરશો?
- Team Vibrant Udyog
- Aug 26, 2022
- 2 min read

ગુરૂવારે ઓગસ્ટ કોન્ટ્રાક્ટની એક્સપાયરી હતી. છેલ્લા એક કલાકમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ખૂબ મોટી વોલેટાલિટી જોવા મળી હતી. સેન્સેક્સ 310માં પોઈન્ટ અને નિફ્ટીમાં 82 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ગાળામાં સેન્સેક્સ – નિફ્ટીમાં કાતીલ અફરાંતફરી જોવા મળી હતી. કોલ-પુટના ભાવમાં કાતીલ વધઘટ જોવા મળી હતી.
ગુરૂવારે-ગઈકાલે બજારમાં એફઆઈઆઈએ રૂ. 369 કરોડની ગેસ સેગમેન્ટમાં ખરીદી કરી હતી. ડીઆઈઆઈએ રૂ.334 કરોડનું વેચાણ કર્યું હતું. જોકે એફઆઈઆઈએ રૂ. 2010 કરોડનું વેચાણ ઇન્ડેક્સ ફ્યુચરમાં વેચાણ કર્યું હતું. સ્ટોક ફ્યુચરમાં 1779 કરોડનું વેચાણ કર્યુ હતું. એફઆઈઆઈએ છેલ્લા ઘણાં સમયની સૌથી મોટી રૂ. 13118 કરોડની ખરીદી ઇન્ડેક્સ ઓપ્શનમાં કરી હતી.તેના પરથીનિર્દેશ મળે છે કે આગામી મહિનામાં પણ બજારમાં મોટી અફરાંતફરી રહેશે. ઉપરાંત નિફ્ટી કેશ કરતાં સપ્ટેમ્બર માસનો નિફ્ટી ફ્યુચર 70 પોઈન્ટ પ્રીમિયમથી બંધ આવ્યો હતો. માર્કેટ બ્રેડ્થની વાત કરવામાં આવે તો માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી 500 અને નિફ્ટી 50 બંને સૂચકાંકો નેગેટિવ બંધ આવ્યા હતા. આજે સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટનો પહેલો દિવસ છે.
બજારમાં વેલ્યુવેઈટેડ એવરેજ પ્રાઈસની દ્રષ્ટિએ જોવામાં આવે તો નાના શેર્સમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ, એનએચપીસી, ઇક્વિટાસ બેન્ક અને રેલટેલ કોર્પોરેશન તથા નાની બેન્કોમાં સેન્ટ્રલ બેન્ક અને યુકો બેન્કના શેર્સમાં ટૂંકાથી મધ્યમ ગાળામાં સારુ પરફોર્મન્સ જોવા મળી શકે છે. તદુપરાંત બોલિંગર બેન્ડની અપર બેન્ડ ક્રોસ કરનારી શેર્સમાં ઇન્ડિયન બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક વગેરે મુખ્ય છે. આમ પીએસયુ બેન્કોના શેર્સ સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં પોઝિટવ મુવમેન્ટ જોવા મળી શકે છે.
જે શેર્સનો સુપર ટ્રેન્ડ પોઝિટિવ થયો છે તેવા શેર્સમાં 46 દિવસ પછી બંધન બેન્કનો શેર પોઝિટિવ સુપર ટ્રેન્ડમાં આવ્યો છે. જે શેર્સ નેરો રેન્જમાંથી બ્રેક આઉટ આપનારા શેર્સમાં મન્નાપુરમ ગોલ્ડ, પ્રીઝમ જ્હોનસન, ડીએલએફ, પાવર ફાઈનાન્સ મુખ્ય છે. આ શેર્સમાં આગામી દિવસોમાં સારી મુવમેન્ટ જોવા મળી શકે છે. ડેરીવેટિવ્સના શેર્સમાં એસબીઆઈ લાઈફ, અમર રાજા બેટરી, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફમાં આગામી દિવસોમાં પોઝિટીવ મુવમેન્ટ જોવા મળી શકે છે.
સમગ્રતયા સેન્ટિમેન્ટ સ્ક્રિપ સ્પેસિફિક રહેશે. નિફ્ટી અને સેન્સેક્સના મુવેન્ટની વાત કરીએ તો સેન્સેક્સ 58250 ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે. નિફ્ટી 17450ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે. બજારમાં મોટી રેલી માટે સેન્સેક્સ 59750 અને નિફ્ટી 17800 ઉપર બંધ આવે તે જરૂરી છે. આ સપાટીએ ન આવે ત્યાં સુધી દરેક ઊછાળે વેચવાલીનું દબાણ જોવા મળશે. નીચેના ભાવે વેલ્યુ બાઇંગ પણ જોવા મળશે. બજારની બ્રોડર રેન્જ આ જ રહેવાની સંભાવના છે. જે તરફ બ્રેકઆઉટ આવે તે તરફ મોટી મુવમેન્ટ જોવા મળશે.
Comentarios