આજે સ્ટોક માર્કેટમાં શું કરશો?
- Team Vibrant Udyog
- Aug 23, 2022
- 1 min read

ભારતીય બજારોમાં સોમવારે ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. નિફ્ટી 267 પોઈન્ટ, બેન્ક નિફ્ટી 688 પોઈન્ટ, મિડકેપ ઇન્ડેક્સ 625 પોઈન્ટ, સ્મોલકેપ ઇન્ડેક્સ 153 પોઈન્ટ ઘટ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 872 પોઈન્ટ ઘટ્યો છે. ઘણાં દિવસ પછી એફઆઈઆઈએ પણ રોકડના સેક્ટરમાં વેચવાલી કાઢી હતી. વોલેટાલિટી ઇન્ડેક્સ 4.01 ટકા વધીને 19.04 પર પહોંચ્યો છે.
માર્કેટની બ્રેડ્થનો વિચાર કરીએ તો નિફ્ટીના 50 શેર્સમાંથી 45 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 500ના 500 શેર્સમાંથી 394 શેર્સના ભાવમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી. સમગ્રતયા સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 59000 અને 17000ના તળિયાના લેવલને તોડી નાખ્યા છે. બજાર માટે આ નેગેટીવ નિશાની છે. વૈશ્વિક બજાર પણ નરમાઈ સાથે જ ખૂલ્યા હતા.
ભારતીય એસજીએસ નિફ્ટી પણ નેગેટીવ ઝોનમાં છે. એસજીએસ નિફ્ટી બંધ નિફ્ટી કરતાં હાલમાં 17439ની આસપાસ ટ્રેડ કરી રહી છે. સોનું, ચાંદી, ડાઉજોન્સ, નાસ્ડેક બધાં જ ઇન્ડેક્સ 1.5થી 2 ટકા નેગેટીવ જોવા મળી રહ્યા છે.
આજે બજારમાં નેગેટીવ શરૂઆત થઈ શકે છે. સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ આજે પણ ચાલુ રહેવાની સંભાવના છે. નાના શેર્સમાં સૂઝલોન રૂ. 8.60, ગુજરાત પીપાવાવ પોર્ટના ભાવ રૂ. 87નો છે. આ બંને સ્ટોકમાં ટૂંકાથી મધ્યમ ગાળાનો ટ્રેન્ડ પોઝિટીવ હોવાથી ખરીદી કરી શકાય છે. પોઝિટીવ મુવમેન્ટ જોવા મળી શકે છે. તદુપરાંત 82 દિવસ પછી ટીવી 18ના શેર્સમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ટીવી 18માં રૂ. 40ની આસપાસના ભાવે લેણ કરી શકાય છે. જિલેટ ઇન્ડિયા (ઇન્ડિયન શેવિંગ પ્રોડક્ટ) ટ્રેન્ડ પોઝિટીવ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ટૂંકાથી મધ્યમ ગાળા માટે રોકાણ કરી શકાય છે. સમગ્રતયા બજારનો ટ્રેન્ડ ઊછાળે વેચવાલીનો જોવા મળી રહ્યો છે. હવે નિફ્ટી 17850 અને સેન્સેક્સ 59500ની ઉપર ન આવે ત્યાં સુધી દરેક ઊછાળે વેચવાલી જ જોવા મળે તેવી વધુ સંભાવના છે.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments