આજે શેરબજારમાં શુ કરશો?
- Team Vibrant Udyog
- Sep 2, 2022
- 3 min read

આજે સપ્તાહના અંતિમ દિવસે બજાર ગેપમાં ખૂલ્યું છે.બજારે ટોચ બનાવી હતી તેને બદલે આજે નીચેની સપાટીની નજીક ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક બજારોમાં સતત ચાર દિવસ ગગડ્યા પછી સુધારો જોવા મળી શક્યો છે. જોકે અત્યારે તમામ ફ્યુચર્સ નેગેટિવ ઝોનમાં ટ્રેડિંગ બતાવી રહ્યા છે. આજે નવા સાપ્તાહિક ડેરીવેટિવ્સ કોન્ટ્રાક્ટનો પહેલો દિવસ છે. એફઆઈઆઈની કાલની પોઝિશનને જોવામાં આવે તો એફઆઈઆઈએ ઓપ્શનમાં મોટી પોઝિશન લીધી છે. રોકડના સેગમેન્ટમાં એફઆઈઆઈએ વેચવાલી કાઢી હતી. પરંતુ ઇન્ડેક્શ ઓપ્શનમાં રૂ. 10,000 કરોડની લેવાલી કરી હતી.એફઆઈઆઈએ મોટી ખરીદી કરવા સાથે શોર્ટ પોઝિશન પણ ઊભી કરી છે. આજના દિવસે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેર્સમાંથી 34 શેર્સમાં સુધારો જોવા મળ્યો છે. નિફ્ટિ 500માંથી 372 શેર્સ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.
આજે બજાર પર અસર કરનારી મુખ્ય બાબતોમાં ભારતી એરટેલે કન્ટેન્ટ ડિલીવરી સર્વિસના માર્કેટમાં પ્રવેશ કરવાના નિર્ણયનો સમાવેશ થાય છે. આઈશર મોટરના ઓગસ્ટ માસના વેચાણામાં 53 ટકાનો સુધારો જોવા મળ્યો છે. એચડીએફસી બેન્ક મહારાષ્ટ્રમાં નવી 207 બ્રાન્ચ ખોલી રહી છે. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ-બેલે એડવાન્સ હાઈએનર્જી સ્કેનિંગ સિસ્ટમ ડેવલપ કરવા માટે વિશ્વની મોટી અને અગ્રણી કંપની સાથે કોલેબરેશન કર્યું છે. એનટીપીસી તેના ગ્રીન એનર્જિ ડિવિઝનનો સ્ટેક વેચવા જઈ રહી છે. તેને માટે તેને 13 બિડિંગ મળ્યા છે. તેથી એનટીપીસીના શેરના ભાવમાં આજે સુધારો જોવા મળી શકે છે. મારુતિ સૂઝુકિનું પ્રોડક્શનમાં 40 ટકાથી વધારેનો સુધારો જોવા મળી રહ્યો છે. 2021ના ઓગસ્ટની તુલનાએ 2022ના ઓગસ્ટમાં આ સુધારો જોવા મળ્યો છે. ઇન્ફો એજ એટલે કે નોકરી ડોટ કોમે પોતાની સબસિડિયરીમાં રૂ. 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઇન્ફોએજ સ્ટાર્ટ અપમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને વેલ્યુ અનલૉક કરવાનું સારુ કામ કરી રહી છે.
હિરો મોટો કોર્પના જાહેર કરવામાં આવેલા સ્ટેટેસ્ટિક્સ મુજબ તેના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. તેના પાસેથી રાખવામાં આવતી અપેક્ષા કરતાં તેના આંકડાઓ ઓછો વિકાસ દર્શાવી રહ્યા છે. આજે દિવસ દરમિયાન ટેકનિકલ દ્રષ્ટિએ અને વેલ્યુ વેઈટેડ પ્રાઈસની દ્રષ્ટિએ જોવામાં આવે તો નાની ગણાતી કંપની વિજયા ડાયોગ્નોસ્ટિકમાં સારો બ્લોક ડીલ થયો છે. નિકોન મ્યુચ્યુઅલ ફંડે બ્લોક ડીલ કર્યો છે. એફઆઈઆઈએ તેનો સ્ટેક વેચ્યો છે. વેલ્યુ વેઈટેડ પ્રાઈસને હિસાબે આ સપાટીથી તેમાં સારી મુવમેન્ટ જોવા મળી શકે છે. તદુપરાંત કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સર્વિસિસમાં ગઈકાલે એક મોટી બ્લોક ડીલ થઈ છે. તેના શેરમાં પણ સારી મુવમેન્ટ આવી શકે છે.
બીજા શેર્સની વાત કરવામાં આવે તો શીલા ફોમ, વરુણ બ્રુઅરીઝ અને ટીવી 18માં સુધારો જોવા મળી શકે છે. બોલિંગર બેન્ડના હિસાબે જીએમઆર ઇન્ફ્રા, ઇક્વિટાસ હોલ્ડિંગ, રેલટેલ કોર્પોરેશન અને જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન આ સપાટીથી સારો સુધારો બતાવી શકે છે. સુપર પોઝિટીવ ટ્રેન્ડ ચાલુ થયો હોય તેવા શેર્સમાં હેથ વે કેબલ્સમાં 79 દિવસ પછી, ધાનુકા એગ્રીટેકમાં 82 દિવસ પછી અને ગ્લેન ફાર્મામાં 88 દિવસ પછી સુપર ટ્રેન્ડ પોઝિટીવ થયો છે. આઈપીઓની વાત કરીએ તો મેઈન બોર્ડમાં 5થી 7 સપ્ટેમ્બર વચ્ચે તામિલનાડુ મર્કન્ટાઈલ બેન્કનો આઈપીઓ આવી રહ્યો છે. સો વર્ષ જૂની બેન્ક છે. તેનો ટ્રેક રેકોર્ડ સારો છે. બેન્કના નફા અને મહેસૂલી આવકના આંકડાઓ અસ્ક્યામત આધારીત છે. બેન્કનો શેર રૂ. 10ના મૂલ્યનો છે. નાના રોકાણકારોને ઓફર કરી રહી છે. તેની ઓફર પ્રાઈસ રૂ.500થી 525ની છે. નાના રોકાણકારો ઓછામાં ઓછા 28 શેર્સની અરજી કરી શકે છે. ગ્રે માર્કેટમા તેનું પ્રીમિયમ રૂ. 35ની આસપાસ બોલાઈ રહ્યું છે. શેરનું લિસ્ટિંગ રૂ. 600ની ઉપર થાય તેવી શક્યતા છે. તેમાં ઇન્વેસ્ટ કરી શકાય છે. ક્યૂઆઈબીને 75 ટકા, એચએનઆઈને 15 ટકા અને રિટેઈલર્સને 10 ટકા શેર્સ ઓફર કરવામાં આવ્યા છે.
શેરબજારમાં ડેરીવેટિવ્સ, નિફ્ટિ અને બેન્ક નિફ્ટીની પોઝિશન બની છે તે જોતાં 17,400થી 17,800 વચ્ચેની મુવમેન્ટ નિફ્ટીમાં જોવા મળી શકે છે. ડેરીવેટિવ્સ સેટ અપ જોતા 38,800થી 39,700 સુધીની મુવમેન્ટ બેન્ક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નિફ્ટી 17,800થી ઉપર નહિ જાય ત્યાં સુધી ઊછાળે વેચવાનું સેન્ટિમેન્ટ બનેલું રહેશે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિન કેપ પ્રાઈવેટ લિમિટેડ
Comments