આજે શેરબજારમાં શુ કરશો?
- Team Vibrant Udyog
- Sep 6, 2022
- 2 min read

સોમવારે નિફ્ટી અને સેન્સેક્સ તેની પોઝિટિવ મુવમેન્ટ ચાલુ રાખી હતી. સેન્સેક્સ 442 પોઈન્ટ અને નિફ્ટી 126 પોઈન્ટ અને બેન્ક નિફ્ટી 284 પોઈન્ટ વધીને બંધ આવ્યા હતા. તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ પોઝિટીવ બંધ આવ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સ સિવાય તમામ ઇન્ડેક્સે પોઝિટીવ બંધ આપ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પણ પોઝિટીવ હતી. જોકે એફઆઈઆઈએ રોકડના સેગમેન્ટમાં રૂ. 811 કરોડનું વેચાણ કર્યું હતું. પરંતુ એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચર, ઇન્ડેક્સ ઓપ્શન અને સ્ટોક ફ્યુચર તથા સ્ટોક ઓપ્શન્સમાં લેવાલી જોવાઈ હતી. સોમવારે બજારમાં જોવા મળેલી મુખ્ય બાબતોમાં ટુ વ્હિલર અને ફોર વ્હિલર કંપનીઓના ઓગસ્ટ મહિનાના વેચાણના આંકડાઓ ઘણાં જ સારા આવ્યા હતા. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જનું ઓગસ્ટ મહિનાનું વોલ્યુમ નવ ટકા વધ્યું હતું. ભારતનો સર્વિસ પીએમઆઈ 57.2 આવ્યો છે, જે જુલાઈ મહિનામાં 55.5 હતો.
એલએન્ડ ટી અને હિન્દુસ્તાન એરોનોટિક્સે રોકેટ બિલ્ટ અપના બિઝનેસ માટે જોઈન્ટ વેન્ચર કરીને રૂ. 860 કરોડનો કોન્ટ્રાક્ટ લીધો હતો. ઉપરાંત એચએફસીએલ દ્વારા શેર્સમાં કન્વર્ટ કરી સકાય તેવા 1.41 કરોડ વોરંટ રૂ. 80ના ભાવે ઇશ્યૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જીએમઆર ઇન્ફ્રા રૂ. 6000 કરોડ ક્યૂઆઈપી ઇશ્યૂ દ્વારા ઊભા કરશે. વોડાફોન આઈડિયાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે લીધેલી રૂ. 2700 કરોડની શોર્ટટર્મ લોન પ્રી પેઈડ કરી દીધી છે.
સમગ્રતયા આજના વોલ્યુમ અને વેઈટેડ વોલ્યુમ એવરેજ પ્રમાણે ટેકનિકલી અને ભાવની દ્રષ્ટિએ જોઈએ તો નાના શેર્સમાં વક્રાંગી, સુઝલોન, પોલીસી બજાર, ટીવી 18 અને આલોક ઇન્ડસ્ટ્રીઝ સારી મુવમેન્ટ જોવા મળી હતી. ડેરીવેટીવ્સના શેર્સમાં એક્સાઈડ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન હોટલના શેર્સમાં સારી મુવમેન્ટ જોવા મળી હતી. રોકડના શેર્સમાં બીએફ યુટિલિટીએ બુલિશ એન્ગલ ફિન કેન્ડલ બનાવી છે. તેમાં વોલ્યુમ સાથે વધારો જોવા મળ્યો છે. આ શેર્સમાં આગામી દિવસોમાં એટલે કે ટૂંકા ગાળામાં સારી મુવમેન્ટ જોવા મળી શકે છે.
ટેકનિકલી કે પછી બોલિન્ગર બેન્ડ પ્રમાણે જોવામાં આવે તો અમર રાજા બેટરી, કરૂર વૈશ્ય બેન્ક અને વૈભવ ગ્લોબલે સારા બ્રેક આઉટ દર્શાવ્યા છે. જે શેર્સમાં સુપર ટ્રેન્ડ પોઝિટીવ જોવા મળ્યો છે તેમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ 79 દિવસ પછી પોઝિટીવ ટ્રેન્ડમાં આવ્યો છે. ઉપરાંત ટ્રાઈડન્ટ લિમિટેડ અને ઇસબ ઇન્ડિયાના શેર્સમાં સુપર ટ્રેન્ડ પોઝિટીવ થયો છે. જે શેર્સમાં વોલ્યુમ સોમવારે ખૂબ વધ્યુ છે તેમાં એક્સાઈડના શેર્સમાં નોર્મલ કરતાં સાત ગણુ અને વક્રાંગીમાં નોર્મલ કરતાં 11 ગણુ વોલ્યુમ જોવા મળ્યું છે. આગામી દિવસોમાં આ બે શેર્સમાં લેવાલી કરવાનો વિચાર કરી શકાય છે.
ડેરીવેટિવ્સમાં ઓપન ઇન્ટરેસ્ટમાં એક્સાઈડ, સિન્જિન ઇન્ટરનેશનલ, અસ્ટ્રાલ અને સિટી યુનિયન બેન્કમાં ઓપન ઇન્ટરેસ્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે હિન્દાલકો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ, ઇન્ડિયા માર્ટ ઇન્ટલેક ડિઝાઈનના ઓપન ઇન્ટરેસ્ટમાં ઘટાડો થયો છે.
સમગ્રતયા મંગળવારે પણ બજારની મુવમેન્ટ રેન્જબાઉન્ડથી પોઝિટીવ જોવા મળી શકે છે. સોમવારે અમેરિકાના બજારો બંધ હોવાથી તેથી કોઈ મેજર ક્યૂ મળવાની સંભાવના ઓછી છે. પરંતુ યુરોપના બજારો ગેસ ક્રાઈસિસને કારણે નેગેટિવ જોવાઈ રહ્યા છે. આ બજારોમાં કુદરતી ગેસની સમસ્યા મોટા પરિબળ તરીકે અસર કરતું જોવા મળશે.
જે શેર્સમાં મોટા પાયે ડિલીવરી અને વોલ્યુમ જોવા મળ્યું છે તેમાં પાવર ગ્રીડ અને હેક્સો ઇન્ડિયામાં નોર્મલ કરતાં વધુ વોલ્યુમ અને ડિલીવરી જોવા મળી છે. વક્રાંગીમાં નોર્મલ કરતાં 23 ગણુ વધુ વોલ્યુમ જોવાયું હતું. ત્રિવેણી ટર્બાઈનમાં 15 ગણું વોલ્યુમ અને એન્જિનિયરિંગ ઇન્ડિયામાં આઠ ગણું વોલ્યુમ જોવા મળ્યુ હતું. આ શેર્સમાં આજે મેજર ટ્રેડિંગ જોવા મળી શકે છે.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments