આજે શેરબજારમાં શુ કરશો?
- Team Vibrant Udyog
- Sep 9, 2022
- 2 min read

સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરૂવારના રોજ પોઝિટીવ મુવમેન્ટ દર્શાવી હતી. સેન્સેક્સમાં 659 પોઈન્ટ, નિફ્ટી 174 પોઈન્ટ અને બેન્ક નિફ્ટી 753 પોઈન્ટ વધીને બંધ આવ્યા હતા. બેન્ક નિફ્ટી પહેલીવાર 40,000થી ઉપર બંધ આવી છે. મિડકેપ ઇન્ડેક્સ, આઈટી ઇન્ડેક્સ, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ, ઓટો ઇન્ડેક્સ, એફએમસીજી ઇન્ડેક્સ અને નિફ્ટિ એનર્જી ઇન્ડેક્સ પોઝિટિવ બંધ આવ્યા હતા. નિફ્ટી મેટલ તેમ જ નિફ્ટી સીપીએસસી ઇન્ડેક્સ નેગેટિવ બંધ આવ્યા છે. ગુરૂવારે વીકલી એક્સપાયરી હોવાથી કોલ પુટ ઓપ્શનમાં ખૂબ જ મોટું વોલ્યુમ જોવા મળ્યું હતું. શેરબજારમાં એક ટ્રેન્ડ એવો પણ જોવા મળી રહ્યો છે કે છેલ્લા દિવસે લોકો રૂ. 10000, 20000 કે 25000 લઈને વીકલી ઓપ્શનમાં છેલ્લા દિવસે કામ કરી રહ્યા છે. તેમાં ઇન્વેસ્ટ કરનારા મોટાભાગના ઇન્વેસ્ટર્સ વોલેટાઈલ મુવમેન્ટને કારણે પૈસા ગુમાવી રહ્યા છે.
એફઆઈઆઈએ રોકડના સેગમેન્ટમાં રૂ. 2900 કરોડની તથા ઇન્ડેક્સ ફ્યુચરમાં 853 કરોડની ખરીદી કરી હતી. એફઆઈઆઈએ જ ઇન્ડેક્સ ઓપ્શનમાં રૂ. 4100 કરોડનું વેચાણ કર્યું હતું. ડીઆઈઆઈએ રોકડના સેગમેન્ટમાં 212 કરોડનું વેચાણ કર્યું હતું. એફઆઈઆઈએ સ્ટોક મ્યુચ્યુઅલમાં રૂ.1719 કરોડનું અને સ્ટોક ઓપ્શનમાં રૂ. 44 કરોડનું વેચાણ કર્યું હતું.
ગુરૂવારે જે શેર્સમાં ભાવની દ્રષ્ટિએ મુવમેન્ટ જોવા મળી હોય તેવા શેર્સમાં જે.કે. લક્ષ્મી સિમેન્ટમાં 11 ટકા, બજાજ હોલ્ડિંગમાં 10 ટકા, સ્ટાર સિમેન્ટમાં 7 ટકા, ઇન્ડિયન બેન્કમાં અને સ્વરામાં 6.6 ટકા અને આરતી ઇન્ડસ્ટ્રીઝમાં 6.4 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જે શેર્સમાં ડિલીવરી બેઝ સોદામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો તેમાં ઇન્ડિગોમાં 56 ગણું વોલ્યુમ, થાયરો કેરમાં 25 ગણું વોલ્યુમ, સ્ટાર સિમેન્ટમાં 16 ગણું, આરતી ડ્રગમાં 14 ગણું વોલ્યમુ જોવા મળ્યું હતુ. સોનાટા સોફ્ટવેરમાં 10 ગણુ વોલ્યુમ જોવા મળ્યું હતું.
જે શેર્સમાં વર્ષની નવી ઊંચી સપાટી નોંધાઈ છે તેમાં બજાજ હોલ્ડિંગ, ઇન્ડિયન બેન્ક, મઝગાંવ ડોક, એસકેએફ ઇન્ડિયા, સ્કેપ્લર ઇન્ડિયા, કરુર વૈશ્ય અને વેલસ્પન કોર્પોરેશન, બેન્ક ઓફ ઇન્ડિયા અને પૂજા સિમેન્ટ મુખ્ય છે. નેટકો ફાર્મા અને સનોફીએ તેના વર્ષના નવા નીચા તળિયાના ભાવ બતાવ્યા હતા.
શુક્રવારે બજારનો ટ્રેન્ડ અને શેર્સની મુવમેન્ટની વાત કરીએ તો આલોક ઇન્ડસ્ટ્રીઝ, એસ એલ પ્રોપેક, ઇન્ડિયન બેન્ક, સિટી યુનિયન બેન્કમાં વેલ્યુવેઈટેડ એવરેજ પ્રાઈસ પ્રમાણે પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે છે. બોલિંગર બેન્ડ પ્રમાણે જોવામાં આવે ગુરૂવારે અપર બેન્ડની ઉપર જે શેર્સમાં બંધ આવ્યા તેમાં સોનાટા સોફ્ટવેર, ભારતી એરટેલ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, રેલ ટેલ કોર્પોરેશન, આરતી ડ્રગ્સ મુખ્ય હતા. જે શેર્સમાં સુપર ટ્રેન્ડ પોઝિટિવ બન્યો છે તેમાં થાયરો કેર 89 દિવસ પછી અને તનલામાં 86 દિવસ પછી પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આ શેર્સમાં પોઝિટિવ મુવમેન્ટ જોવા મળે તેવી શક્યતા છે. જે શેર્સમાં નવો પોઝિટિવ બ્રેક આઉટ જોવા મળ્યો છે તેમાં બંધન બેન્ક, કેમ્સ, આઈઓસી મુખ્ય છે. આ શેર્સમાં ઇન્ટ્રા ડે અને ટૂંકા ગાળાના ટ્રેડિંગ માટે રોકાણ કરી શકાય છે.
વૈશ્વિક લેવલે કેનેડાની મધ્યસ્થ બેન્કે અને યુરોપિયન સંઘને મધ્યસ્થ બેન્કે પણ વ્યાજના દરમાં 0.75 ટકા એટલે કે પોણા ટકાનો વધારો કર્યો છે. અમેરિકાની મધ્યસ્થ બેન્ક પણ તેને અનુસરે તેવી સંભાવના છે. અમેરિકાના બજારો રેન્જ બાઉન્ડ મુવમેન્ટ દર્શાવી રહ્યા છે. તેમાં વોલેટાલિટી પણ જોવા મળી રહી છે. નાસ્ડેકમાં રેન્જબાઉન્ટ મુવમેન્ટ જોવા મળી રહી છે. ભારતમાં નિફ્ટી ફ્ચુયર 17838ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સિલ્વરમાં અડધા ટકાનો સુધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલ 83 ડૉલરની આસપાસનો ભાવ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસ 8 ડૉલરની આસપાસ ચાલી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ 110 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 17600ની ઉપર રહે ત્યાં સુધી ટ્રેન્ડ જોવા મળી શકે છે.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Yorumlar