આજે શેરબજારમાં શુ કરશો?
- Team Vibrant Udyog
- Sep 16, 2022
- 2 min read

ગુરૂવારે સેન્સેક્સ અને નિફ્ટીએ વોલેટાઈલ મુવમેન્ટ દર્શાવ્યા પછી ઘટાડા સાથે બંધ આવ્યા હતા. સેન્સેક્સ 413 પોઈન્ટ અને નિફ્ટી 126 અને બેન્ક નિફ્ટી 196 પોઈન્ટના ઘટાડા સાથે બંધ આવ્યા હતા. આઈટી ઇન્ડેક્સ 403 પોઈન્ટ અને ફાર્મા ઇન્ડેક્સ 163 પોઈન્ટ ઘટ્યા હતા. જોકે નિફ્ટી મેટલ અને નિફ્ટી એનર્જીમાં પોઝિટીવ મુવમેન્ટ જોવા મળી હતી.
ગુરૂવારે પોઝિટીવ મુવમેન્ટ જોવા મળી હોય તેવા શેર્સની વાત કરીએ તો તેમાં સિયાટમાં 20 ટકા, વેલસ્પન કોર્પોરેશનમાં 8 ટકા, એમઆરએફમાં 8 ટકા, એપોલો ટાયરમાં 6.5 ટકા, પૂનાવાલા ફિનકોર્પમાં 6 ટકાનો સમાવેશ થાય છે. જે શેર્સમાં ડીલીવરી આધારિત સોદાઓમાં અને વોલ્યુમ બંનેમાં મોટો ઊછાળો જોવા મળ્યો તેમાં જી.આર. ઇન્ફ્રામાં નોર્મલ કરતાં ઓએફએસ હોવાને કારણે 101 ગણુ વોલ્યુમ, સિયાટમાં 27.5 ગણુ, મહિન્દ્ર સીઆઈએમાં 15.3 ગણું, પોલી મેડિક્યોરમાં 10.5 ગણુ અને ઈઆઈડી પેરીમાં 9.6 ગણુ વોલ્યુમ જોવા મળ્યું હતું.
વર્ષની ઊંચી સપાટીએ જે શેર્સના ભાવ પહોંચ્યા છે તેમાં સિયાટ, વેલસ્પન કોર્પોરેશન, એમઆરએફ, એપોલો ટાયર, ઈઆઈડી પેરી મુખ્ય છે. તેમ જ બાવન અઠવાડિયાની તળિયાની સપાટીએ પહોંચેલા શેર્સમાં એલેમ્બિક ફાર્મા અને સનોફીનો સમાવેશ થાય છે. વોલ્યુમ વેઈટેડ એવરેજ પ્રાઈસ પ્રમાણે પોઝિટિવ મુવમેન્ટ ધરાવનારા શેર્સમાં ગુજરાત ફ્લોરો કેમ, એનએચપીસી, ઇન્ડિયન હોટલ, પૂનાવાલા ફિનકોર્પ અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય હતા.
ટેકનિકલ બેન્ડ અને બોલિંગર બેન્ડ પ્રમાણે અપર બેન્ડમાં બંધ આવ્યા તેમાં સુન્દરમ ફાસ્ટનર્સ, અવન્તી ફેડ, ડીસીએમ શ્રીરામ, ગુજરાત ગેસ, આઈશર મોટર મુખ્ય હતા. જે શેર્સનો સુપર ટ્રેન્ડ પોઝિટીવ થયો તેવા શેર્સમાં ઈઆઈડી પેરીમાં 17 દિવસ પછી, ઓરિયન્ટ ઇલેક્ટ્રિકમાં 9 દિવસ પછી, આઈઆઈએફએલ ફાઈનાન્સમાં 90 દિવસ પછી સુપર ટ્રેન્ડ પોઝિટિવ જોવા મળ્યો છે. જે શેર્સમાં નેરો રેન્જ બ્રેક આઉટ જોવા મળ્યો હતો તેમાં મહાનગર ગેસ, રેણુકા સુગર, વરુણ બેવરેજ મુખ્ય હતા.
સમગ્રતયા જોવામાં આવે તો બજારમાં ઊછાળે વેચવાલી કરવાનું સેન્ટીમેન્ટ બન્યું છે. ગુરૂવારે વૈશ્વિક બજારોમાં પણ વોલેટાઈલ મુવમેન્ટ જોવા મળી હતી. તેની સાથે જ ડાઉ જોન્સ, નાસડેક અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર-એસએનપીમાં નેગેટીવ થયા પછી હાલમાં પોઝિટીવ ઝોનમાં જોવા મળ્યો છે. એસજીએસ નિફ્ટી હાલમાં 17,855 સુધી ચાલી રહ્યો છે તે નીચામાં 17,807 સુધી ગયો હતો. સોનું વર્ષના નીચામાં નીચા ભાવની સપાટીએ આજે જોવા મળ્યું છે. સોનું 1669 ડૉલર થઈ હાલમાં 1677 ડૉલરની સપાટીએ છે. ચાંદીમાં પણ ઉપલા લેવલથી દોઢ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજીતરફ યુ.એસ. ડૉલર ઇન્ડેક્સ ફરી એકવાર 109ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સમગ્રતયા ભારતીય અને વૈશ્વિક બજારમાં સેન્ટીમેન્ટ સેલ ઓન રાઈઝ રહેવાની ધારણા છે. શુક્રવારે ભારતીય બજારમાં વોલેટાઈલ મુવમેન્ટ જોવા મળી શકે છે. નિફ્ટી 17,800થી 18,200ની રેન્જમાં જોવા મળી શકે છે. કોઈપણ દિશામાં બ્રેકઆઉટ આવે તો મોટી મુવમેન્ટ જોવા મળી શકે છે. બજાર આ ટ્રેડિંગ રેન્જમાં જ રહેવાની ધારણા છે.
નિલેશ કોટક
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.
Comments