• 9 October, 2025 - 12:59 AM

જીએસટીના દર ઘટયા પણ કાચા માલ પરના જીએસટીના દર વધી જતાં નોટબુકના ભાવ ઘટાડવામાં મુશ્કેલી

નોટબુક ઉપરાંત રૂ. 2500 સુધીની રેડીમેડ ગારમેન્ટના મેન્યુફેક્ચરર્સને પણ નડી રહેલી સમસ્યા

અમદાવાદઃ પાંચ ટકાના સ્લેબમાંથી શૂન્ય ટકાના સ્લેબમાં છ વસ્તુઓ નાખવામાં આવી અને ૧૨ ટકાના સ્લેબમાંથી ૭ આઈટેમ્સને શૂન્ય ટકા જીએસટીમાં નાખવામાં આવી છે, પરંતુ તેમાંથી નોટબુકના કાગળ અને રેડીમેડ ગારમેન્ટ માટેના યાર્ન પરના જીએસટીના દરમાં વધારો કરી દેવામાં આવ્યો હોવાથી સરકારની અપેક્ષા પ્રમાણે ભાવમાં ઘટાડો આવતો નથી. બીજીતરફ વેપારીઓ પણ આ ચીજવસ્તુઓના ભાવમાં અપેક્ષા પ્રમાણેનો ઘટાડો કરી શકતા નથી. કારણ કે શૂન્ય ટકાના સ્લેબમાં મૂકવામાં આવેલી વસ્તુ તૈયાર કરવા માટેના કાચા માલ પર ભરવામાં આવેલા જીએસટીની ઇનપુટ ટેક્સક્રેડિટ મળતી નથી. તેથી વેપારીઓના કોસ્ટિંગ વધી રહ્યા છે. પરિણામે ભાવમાં ઘટાડો કરવાને બદલે વધારો કરવાની ફરજ પડી રહી છે.

કાગળ ઉદ્યોગ માટે તૈયાર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે નોટબુક બનાવવા માટેના કાગળ પર શૂન્ય ટકા જીએસટી લાગશે. પરંતુ શૂન્ય ટકા જીએસટી પર લેવામાં આવેલો કાગળ ખરેખર નોટબુક બનાવવામાં વપરાશે કે નહિ તેની મેન્યુફેક્ચરર્સ કે તેના ડીલરને ખાતરી જ નથી. તેથી તે શૂન્ય ટકા જીએસટી પર તે કાગળ આપવા તૈયાર નથી. કારણ કે ખરીદનાર અન્ય હેતુ માટે એટલે કે નોટબુક બનાવવા સિવાયના હેતુ માટે તે કાગળનો ઉપયોગ કરે તો વેચનારને માથે ૧૮ ટકા જીએસટી જમા કરાવવાની જવાબદારી આવી જાય તેમ છે, એમ અમદાવાદના ટેક્સપર્ટ વારિસ ઇશાની કહે છે. આમ નોટબુક બનાવનારાઓને કાચા માલ પર વધુ જીએસટી જમા કરાવવો પડી રહ્યો છે. તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળવાની ન હોવાથી નોટબુક બનાવનારાઓના કોસ્ટિંગ ઊંચા જઈ રહ્યા છે.

તેની સામે તૈયાર નોટબુક પર શૂન્ય ટકા જીએસટી હોવાથી તેમણે કાચા માલ પર ચૂકવેલા ૧૮ ટકા જીએસટીની રકમમાંથી રાતી પાઈની પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાની નથી. પરિણામે નોટબુક બનાવવાની પડતર કિંમતમાં જીએસટી ઘટયા પછીય ઘટાડો કરવો કઠિન બની ગયો છે. આમ નોટબુકની કિંમત ઘટાડવાને બદલે તેમને કિંમત વધારવાની ફરજ પડી રહી છે. આમ જીએસટીના દર ઘટાડયા પછી નોટબુકના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. નોટબુક તૈયાર કરનરાઓની હાલાકી તેને પરિણામે વધી રહી છે. ભાવ ઘટાડવાના સરકારના દબાણ પછીય ભાવ ન ઘટાડતા તેમની સામે તેમને માથેનું જોખમ વધી રહ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ઇન્ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન નયન શેઠનું કહેવું છે કે જોકે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવશે. તેના સંદર્ભમાં નવેસરથી નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે.

નોટબુક માટે ખરીદવામાં આવતો કાગળ બીજામાં વપરાઈ જવાની ભીતિથી જીએસટી વિના વેચવા તૈયાર ન હોવાથી વાત વણસી

કાગળનો નોટબુક સિવાયના હેતુ માટે પણ ઉપયોગ થતો હોવાથી ૧૮ ટકા જીએસટી વિના નોટબુક માટેનો કાગળ વેચવા તૈયાર નથી

એક જ કાગળના અનેક ઉપયોગ હોવાથી ઊભી થઈ રહેલી સમસ્યાનો સરકાર વહેલો ઉકેલ આપે તો જ નોટબુકના ભાવ ઘટશેઃ નવો પરિપત્ર આવવાની શક્યતા

નોટબુક માટે કાગળ ખરીદીને બીજા  હેતુ માટે તે કાગળનો ઉપયોગ કરે તો વેચનારને માથે 18 ટકા જીએસટીની જવાબદારી આવી જાય, તેથી જીએસટી વિના વેચતા નથી

રૃા. ૨૫૦૦થી ઓછી કિંમતના ઉત્પાદનોમાં થશે. તેમાં અપેક્ષા પ્રમાણેનો ઘટાડો આવશે નહિ. સાતથી દસ ટકાના ઘટાડાની અપેક્ષા રાખનારાઓને બેથી ત્રણ ટકાના ઘટાડાથી સંતોષ માનવો પડશે. તેમાં પણ ફેબુ્રક્સ પર ૫ ટકા, યાર્ન પર ૫ ટકા તથા કાચા માલ પર ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. તેમાં અમુક અંશે કૃત્રિમ યાર્ન વપરાય છે. તેના પરનો ૧૯  ટકા જીેએસટીનો બોજ ફાઈનલ કિંમત પર જોવા મળશે. તેથી તેના ભાવમાં ૫થી ૭ ટકાના ઘટાડાની અપેક્ષા સામે માત્ર ૨થી ૩ ટકા જ ઘટાડો થવાની સંભાવના રહેલી છે.

બીજીતરફ ૨૫૦૦થી વધુ કિંમતના લગ્ન જેવા પ્રસંગોએ અન ેતહેવારોમાં પહેરાતા વસ્ત્રોમાં પણ ભાવ ઘટાડવાને બદલે વધારવાની ફરજ પડી છે.તેના કારણોમાં ઊંડા ઉતરીએ તો રૃા. ૨૫૦૦થી વધુ કિંમતના રેડીમેડ ગારમેન્ટ, ચણિયા ચોળી, એથનિક વેરના ભાવ વધશે. કારણ કે તેના પર પહેલા ૧૨ ટકા જીએસટી હતો. આ જીએસટી વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.  આમ જીએસટીમાં છ ટકાનો વધારો થયો છે. તેને માટે વપરાતા ફેબ્રિક્સ પર ૫ ટકા, યારન પર ૫ ટકા, યાર્ન બનાવવા માટેના કૃત્રિમ રેસાના રૉ મટિરિયલ પર એટલે કે વિસ્કોસ તમામ પરનો જીએસટી ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે.આ તમામને કારણે તેની કિંમતમાં વધારો થશે. ઘટાડો થશે નહિ. રૃા. ૨૫૦૦થી વધુ કિંમતની ચાદર, ચોરસા અને બ્લેન્કેટ સહિતના મેડ અપ્સના ભાવ પણ સાતથી આઠ ટકા વધી જવાની સંભાવના છે.

 

 

 

Read Previous

પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા માટે ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથેની છેતરપિંડી: દિલ્હી હાઈકોર્ટ

Read Next

યુરિયાના ભાવ તબક્કાવાર વધારવાની કૃષિ ખર્ચ ભાવ આયોગે ભલામણ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular