જવ, જુવારને બાજરીના ઉત્પાદન અને મૂલ્ય વર્ધિત ઉત્પાદનોના વેચાણ માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ કરવામાં આવી

– મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે રૂ. 800 કરોડની ફાળવણી કરી
– મિલેટ્સ-બાજરી, જુવાર, મકાઈ, કાંગ, નાચણી સહિતના ધાન્યોમાંથી બનાવેલા રેડી ટુ ઇટ પ્રોડક્ટ્સમાં ઓછામાં ઓછુ 15 ટકા મિલેટ્સનો ઉપયોગ થયેલો હોવો જરૂરી
– ગુજરાતના ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન સરકારની નવી યોજનાનો લાભ લેવા આગળ આવે તે જરૂરી
બાજરી, જવ, જુવાર, મકાઈ, નાચણી અને કાંગ સહિતના પાકની ખેતીમાં વધારો થાય તે માટે સરકારે 2022-23થી 2226-2027ના સમયગાળા માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ કરી છે. પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ માટે કેન્દ્ર સરકારે રૂ. 800 કરોડના ભંડોળની પણ ફાળવણી કરી છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ જે આરંભિક ઓછોમાં ઓછું મૂડીરોકાણ કરવું પડે તે રોકાણની સમસ્યાને આ સાથે જ સમાધાન કરી આપવામાં આવ્યું છે. તેને પરિણામે વધુ ખેડૂતો પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ લઈ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ મિલેટ્સની કેટેગરીમાં આવતા ધાન્યના વેચાણમાં વરસે વરસે દસ ટકાનો વધારો કરવાનો રહેશે. આ સ્કીમ હેઠળ મિલેટ્સ-બાજરી, જુવાર, મકાઈ, કાંગ, નાચણી સહિતના ધાન્યોમાંથી રેડી ટુ ઇટ પ્રોડક્ટ્સ બનાવીને તેનું વેચાણ વધારવા પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. આ પ્રોડક્ટ્સમાં ઓછામાં ઓછુ 15 ટકા મિલેટ્સનો ઉપયોગ થયેલો હોવો જરૂરી છે.
પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં 29 જણાએ તેમના નામ નોંધાવ્યા છે. તેમાં ભારતના ખેતરમાં જ પેદા કરવામાં આવેલી મિલેટ્સનો ઉપયોગ થયેલો હોવો જરૂરી છે. મિલેટ આધારિત ઉત્પાદનોમાં એડિટિવ્સ, ફ્લેવર અને તેલને બાદ કરતાં બીજી વસ્તુઓ ભારતમાં જ બનેલી હોવી જરૂરી છે.
આ યોજના પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. પહેલા વર્ષે આ યોજના હેઠળ 19 જેટલા અરજદારોએ મળીને રૂ. 3,91 કરોડનો લાભ મેળવ્યો છે. ગુજરાતમાં પણ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન વેલ્યૂ એડિશનના ક્ષેત્રમાં આગળ વધે તે જરૂરી છે. તેઓ મિલેટ્સમાંથી તૈયાર થતાં રેડી ટુ ઇટ પ્રોડક્ટ્સ તૈયાર કરવાની દિશામાં આગળ વધે તે જરૂરી છે. મિલેટ યરની જાહેરાત કરવામાં આવી અને મિલેટ્સને કારણે ડાયાબિટીસ સહિતના જુદાં જુદાં રોગ થવાની સંભાવના ઓછી થઈ જતી હોવાને કારણે પણ તેનો વપરાશ વધે તે જરૂરી છે. મિલિટ્સમાં ગ્લુટોન ન હોવાથી તેનો વપરાશ કરનારને ડાયાબિટીસમાં ખાસ્સી રાહત મળતી હોવાનું જોવા મળે છે.



