અર્બન કંપનીના IPO રોકાણકારો માટે લાંબા ગાળા માટેનું નફાકારક રોકાણ
પ્રાઈમરી માર્કેટમાં અર્બન કંપનીનો પબ્લિક ઇશ્યૂ દસમી સપ્ટેમ્બરે ઓપન અને 12મી સપ્ટેમ્બરે બંધ થશે
ભારતની અગ્રણી ઓનલાઇન હોમ સર્વિસિસ કંપની – અર્બન કંપની આ અઠવાડિયે શેરબજારમાં પબ્લિક ઇશ્યૂ લઈને પ્રવેશી રહી છે. કંપનીનું કુલ ₹1,900 કરોડનો IPO લઈને આવી રહી છે. ટેક્નોલોજી આધારિત ઓનલાઈ સર્વિસનું નેટવર્ક ધરાવતી આ એકમાત્ર કંપની છે. ભારતના 51 શહેરોમાં આ કંપની સેવાઓ આપી રહી છે. ભારત ઉપરાંત યુનાઈટેડ આરબ અમિરા અને સિંગાપોરમાં પણ કંપની આ જ પ્રકારની સેવાઓ પૂરી પાડી રહી છે. 2024થી કંપનીના ટોપલાઈન એટલે કે કામકાજ અને બોટમલાઈન-નફામાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતના બજારમાં તેના પરફોર્મન્સને ધ્યાનમાં લઈને તેના શેરના ઓફર ભાવ ઊંચા રાખવામાં આવ્યા છે. શેરબજારની ગતિવિધિઓના જાણકાર, રોકડ ધરાવનારા અને થોડુંક જોખમ લેવાની માનસિકતા ધરાવનારાઓ તેમના અર્બન કંપનીના-Urban company IPO-માં રોકી શકે છે.
ક્લિનિંગ અને પ્લમ્બિંગ સર્વિસ, રિપેર સર્વિસ
Urban Co. Ltd. (UCL) જુદાં જુદાં પ્રકારની હોમ અને બ્યુટી સર્વિસ પૂરી પાડવાનું કામ કંપની કરી રહી છે. ભારતના 51 શહેરો ઉપરાંત યુનાઈટેડ આરબ અમિરાત અને સિંગાપોર તથા સાઉદી અરેબિયામાં પણ કંપની તેની સેવાઓ આપી રહી છે. આ સર્વિસમાં પેસ્ટ કંટ્રોલ- pest control, હોમ ક્લિનિંગ- cleaning, ઇલેક્ટ્રિશિયન- electrician, પ્લમ્બિંગ-પાઈપ ફિટિંગ- plumbing, સુથારીકામ- carpentry, એપ્લાયન્સ સર્વિસ અને રિપેરિંગ-appliance servicing and repair- સર્વિસ આપી રહી છે. લોકો તરફથી ફોન આવે તેવા આ સર્વિસ પૂરી પાડવા માટે તેના માણસો પહોંચી જાય છે. કંપનીના એક્સપર્ટ્સ સ્કીનકેર, હેર ગ્રુમિંગ અને મસાજ થેરપી પણ આપે જ છે. ગ્રાહકોની સુવિધા મુજબ આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ સર્વિસની ક્વોલિટી ઉત્તમ હોવાનું જોવા મળે છે. આ તમામ સેવાઓ પૂરી પાડતા લોકોની સર્વિસ આપવાની કુશળતા વધતી જાય તે માટે તેમને સતત તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ રીતે કંપની તેની આવક વધારવાનું પ્રાવધાન પણ કરતી જ રહે છે.
Online service હોવાથી આવક વધવાની સંભાવના
છતાંય અર્બન કંપની લિમિટેડ દ્વારા ભારતભરમાં આપવામાં આવતી સર્વિસિસના માધ્યમથી તેની કુલ આવકની 77 ટકા આવક થાય છે. કંપનીએક ઓનલાઇન હોમ સર્વિસિસ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પરથી હોમ ક્લીનિંગ, પેસ્ટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ રિપેર, પ્લમ્બિંગ, પેઇન્ટિંગ અને બ્યુટી & વેલનેસમાં સ્કિન કેર, હેર કેર, મસાજની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. FY25 માં સરેરાશ 45,619 પ્રોફેશનલ્સે 65.4 લાખ ગ્રાહકોને સેવા આપી હતી. કંપની વોટર પ્યુરીફાયર (FY23) અને ઇલેક્ટ્રોનિક ડોર લોક્સ (FY24) જેવા પ્રોડક્ટ્સ – ઇનહાઉસ ડિઝાઇન સાથે પરંતુ આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગની સુવિધાથી તૈયાર કરાવીને તેનું માર્કેટિંગ પણ કરી રહી છે. તેના થકી થતી આવક કંપનીની કુલ આવકના દસ ટકા જેટલી છે. FY23–FY25ના ગાળામાં કંપનીનો વૃદ્ધિ દર 34 ટકા CAGRનો રહ્યો છે.
દર ચાર કિલોમીટરની રેન્જમાં યુનિટ ઊભું કરી સર્વિસ આપશે
અર્બન કંપની આગામી 5–7 વર્ષમાં 200 શહેરોમાં વિસ્તરવાની યોજના ધરાવે છે. અર્બન કંપની દરેક શહેરના માઇક્રો માર્કેટ્સમાં એટલે કે દરેક ગ્રાહકને ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારમાંથી જ સેવા મળી રહે તેવું આયોજન કરી રહી છે. આમ કંપનીના કામકાજનું ફલક વિસ્તરી જવાની સંભાવના દેખાઈ રહી છે. જૂના ગ્રાહકો ફરી ફરીવાર સેવા લેવા માટે આગળ આવતા હોવાથી કંપનીની આવક વધી રહી છે. શહેરી વિસ્તારમાં અસલામતી વધી રહી હોવાથી કંપનીના માણસો આવે તો મોટી ચિંતાનો વિષય ન રહેતો હોવાથી પણ લોકો આ સેવાનો લાભ ઊઠાવવાનું પસંદ કરતાં થયા છે.
અર્બન કંપનીની શેર્સના ઓફરની વિગતો
અર્બન કંપનીના આઈપીઓમાં અરજી કરવા ઇચ્છનારે ઓછામાં ઓછા 145 શેર્સ માટે અરજી કરવી પડશે. તેના ગુણાકારમાં એટલે કે 290, 435 કે તેનાથી આગળ વધારાના શેર્સની અરજી કરી શકે છે.
અર્બન કંપનીના શેર્સનું લિસ્ટિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવશે.
આઈપીઓ થઈ ગયા પછી અર્બન કંપનીની ભરપાઈ થયેલી મૂડી 12.85 ટકાની થશે.
અર્બન કંપનીની આવક વધવાની સંભાવના
અર્બન કંપની દ્વારા કર્મચારીઓની સેવા લેવા માટે કરવામાં આવતો ખર્ચ 31 ટકાની આસપાસનો છે. તેમ જ અન્ય ખર્ચ 54 ટકાનો છે. આમ આવકમાં ધીમી પણ મક્કમ ગતિએ વધારો થઈ રહ્યો છે. BITDA માર્જિન -57% (FY23) થી સુધરીને -3% (FY25) અને -1% (FY26 Q1) પર આવી ગયા છે. અર્બન કંપનીની ભારત સર્વિસિસ વિભાગે FY25 માં ₹88 કરોડનો EBITDA નફો કર્યો છે. આશા છે કે FY28 સુધી 20% CAGRથી કંપનીની આવકમાં વૃદ્ધિ થશે તો કંપનીનો EBITDA માર્જિન સાથે લગભગ ₹250 કરોડ PAT હાંસલ કરી શકે તેમ જણાય છે.
અર્બન કંપની પાસે લાંબા ગાળે મજબૂત વિકાસ કરવાની તક છે. ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પ્રમાણમાં વિસ્તરણની ભરપૂર તકો છે. ભારતમાં ઓપરેશન્સ પહેલાથી જ EBITDA પોઝિટિવ છે, જે આગળ કુલ નફાકારકતા વધારશે. કંપનીનું હાલનું ખર્ચ માળખું સ્થિર હોવાથી આવનારી આવકમાંથી વધુ નફો મેળવવાની સંભાવના વધારે જણાય છે. અર્બન કંપનીનું મૂલ્યાંકન ઊંચું છે, પરંતુ લાંબા ગાળાની વૃદ્ધિ, ડિજિટલ ઇકોનોમી અને પ્રોફિટેબિલિટી તરફના સ્પષ્ટ રસ્તાને જોતા આ IPO લાંબા ગાળાના, જોખમ લેવા તૈયાર રોકાણકારો માટે આકર્ષક બની શકે છે.
ભારતમાં આ પ્રકારની સર્વિસ પૂરી પાડવા માટેનું માર્કેટ આજની તારીખે અનંત હોવાનું જણાય છે. માત્ર 2025ના વર્ષની જ વાત કરવામાં આવે તો આ માર્કેટ 60 અબજ અમેરિકી ડૉલરની સપાટીને આંબી જાય તેવી સંભાવના રહેલી છે. આગામી વરસોમાં આ બજાર અંદાજે 10થી 11 ટકાના સર્વગ્રાહી વિકાસ દર-સીએજીઆર સાથે વધતું રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. 2030ની સાલ સુધીમાં તેનું બજાર વધીને 100 અબજ અમેરિકી ડૉલરની સપાટીને વળોટી જાય તેવી સંભાવના છે. ભારતમાં શહેરીકરણ વધતું જશે તેમ તેમ આ સેવાઓનું ફલક પણ વિસ્તરતું જવાની સંભાવના રહેલી છે.
જૂન 2025ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 54,347 ક્લાયન્ટ્સને સેવાઓ આપી હતી. તેને માટે જોઈતા સાધનો કંપની પોતે જ જરૂરી સાધનો પૂરા પાડે છે. કંપનીના સર્વિસ પ્રોવાઈડર્સ તેમની હરીફ કંપનીઓ કરતાં સરેરાશ 30થી 40 ટકા વધુ આવક કંપનીની કરાવી રહ્યા છે. 30મી જૂન 2025ની તારીખે કંપની માટે કામ કરતાં કર્મચારીઓની સંખ્યા 1425ની હતી.
અર્બન કંપની બે પ્રકારની ઓફર લાવી
અર્બન કંપની લિમિટેડ આ આઈપીઓમાં બે પ્રકારની ઓફર લઈને આવી છે. આઈપીઓમાં રૂ. 472 કરોડના મૂલ્યના નવા 4,58,25,234 શેર્સની ઓફર કરવામાં આવી રહી છે. અપર કેપ બીજા, 18,44,66,020 શેર્સ ઓફક કરી રહી છે. તેના માધ્યમથી રૂ. 1428 કરોડ ઊભા કરવા માગે છે. આમ કુલ મળીને રૂ. 1900 કરોડનો પબ્લિક ઇશ્યૂ લઈને કંપની બજારમાં આવી છે. રૂ. 1ની મૂળ કિંમતના શેરદીઠ રૂ. 98થી 103ના ભાવથી આ ઓફર લઈને કંપની આવી છે.
IPOના નાણાં નવી ટેક્નોલોજી ડેવલપ કરવા વાપરશે
આઈપીઓ થકી થનારી આવકનો નવી ટેક્નોલોજી ડેવલપ કરવા માટે કરવામાં આવશે. નવી ટેક્નોલોજી ડેવલપ કરવા માટે રૂ. 190 કરોડની આસપાસનો ખર્ચ કરવામાં આવશે. તેમ જ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે રૂ. 75 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભાડેથી ઓફિસ લેવા માટે રૂ. 90 કરોડનો ખર્ચ કરશે. બાકીના નાણાંનો ઉપયોગ કંપનીના સામાન્ય વહીવટી ખર્ચ માટે કરવામાં આવશે. તેમ જ કંપનીના માર્કેટિંગ માટે ખર્ચવામાં આવશે.
રિઝર્વ શેર્સનું શું કરશે?
કંપની પાસે રૂ. 2.5 કરોડના રિઝર્વ શેર્સ છે. આ શેર્સ કંપનીના કર્મચારીઓને ઓફર કરવામાં આવશે. શેરદીઠ રૂ. 9ના ભાવે આ ઓફર કરવામાં આવશે. બાકીના શેર્સ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સને ઓફર કરવામાં આવશે. હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સને 15 ટકા શેર્સ ઓફર કરવામાં આવશે. જ્યારે છૂટક રોકાણકારોને દસ ટકા શેર્સની ઓફર કરવામાં આવશે.
લીડ મેનેજર કોણ છે?
અર્બન કંપનીના આઈપીઓ-પબ્લિક ઇશ્યૂના જોઈન્ટ બુક રનિંગ લીડ મેનેજર કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેન્લી ઇન્ડિયા કંપની પ્રાઈવેટ લિમિટેડ, ગોલ્ડમેન સેચ્સ(ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ અને જે.એમ. ફાઈનાન્સ લિમિટેડ છે. અર્બન કંપનીના આઈપીઓના રજિસ્ટ્રાર એમયુએફજી ઇનટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ છે. તેમ જ સિન્ડિકેટ મેમ્બર તરીકે કોટક સિક્યોરિટીઝ લિમિટેડ અને જે.એમ. ફાઈનાન્શિયલ લિમિટેડ છે. આર્બન કંપનીના મર્ચન્ટ બેન્કરોએ અત્યાર સુધીમાં 73 ઇશ્યૂ હેન્ડલ કર્યા છે. તેમાંથી 18 ઇશ્યૂ ઓફર ભાવ કરતાં નીચા ભાવથી લિસ્ટ થયા છે.
બોનસ શેર્સ પણ ઓફક કર્યા
ઇક્વિટી શેર તરીકે ઓફર કરવા ઉપરાંત. કંપની એક રૂપિયાની મૂળ કિંમતનો શેર શેરદીઠ રૂ. 94.67થી માંડીને રૂ. 3,54,000ના ભાવે માર્ચ 2015થી ઓગસ્ટ 2025 વચ્ચે શેર્સ ઓફર કરી ચૂકી છે. ફેબ્રુઆરી 2025માં કંપનીએ 2499 જેમ 1(એક)ના રેશિયોમાં બોનસ શેર્સ પણ ઓફર કર્યા હતા. અત્યારે કંપનીને ભરપાઈ થયેલી શેરમૂડી રૂ. 139.01 કરોડ છે. આઈપીઓ થઈ ગયા બાદ ભરપાઈ થયેલી શેરમૂડી વધીને રૂ. 143.59 કરોડ થઈ જશે. આઈપીઓમાં કરવામાં આવેલી ઓફર પ્રાઈસમાં ઉપરના રૂ. 103ની ઓફર પ્રાઈસને ધોરણે ત્રિરાશી માંડતા તેની ભરપાઈ થયેલી મૂડી 143.59 કરોડ થઈ જશે. કંપનીનું બજાર મૂડીકરણ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 14,789.55 કરોડ કરવાનો કંપનીનો ટાર્ગેટ છે.
અર્બન કંપનીનું આર્થિક પરફોર્મન્સ
અર્બન કંપનીના નાણાંકીય પરફોર્મન્સની વાત કરવામાં આવે તો અર્બન કંપનીના છેલ્લા ત્રણ વર્ષના નાણાંકીય પરફોર્મન્સની વાત કરવામાં આવે તો 2022-23માં રૂ. 726.24 કરોડની કુલ આવક કરી હતી. તેમાં રૂ.312.48 કરોડનો નફો કર્યો હતો. તેમ જ 2023-24ના વર્ષમાં કંપનીઓ રૂ. 927.99 કરોડની આવક કરી હતી અને રૂ.92.77 કરોડનું નુકસાન કર્યું હતું. 2024-25ના વર્ષમાં રૂ. 1260.68 કરોડની આવક કરીને રૂ. 239.77 કરોડનો નફો કર્યો હતો. 2025-26ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે એટલે કે જૂન 2025ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ.398.49 કરોડની કુલ આવક પર રૂ. 6.94 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. કંપનીના ચોખ્ખા નફામાં રૂ. 211.21 કરોડના મુલતવી રાખેલા ટેક્સનો પણ સમાવેશ થાય છે.
કંપનીનું રિટર્ન ઓન નેટવર્થ કેટલું છે?
છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ શેરદીઠ કમાણી રૂ. 0.24ની કરી છે. કંપનીનું રિટર્ન ઓન નેટવર્થ અંદાજે 0.40 ટકાનું રહ્યું છે. ત્રીસમી જૂને નક્કી કરેલી કંપનીની રૂ. 12.48ની નેટ એસેટ વેલ્યુ-એનએવીને આધારે પ્રાઈસ ટુ બુક વેલ્યુ રૂ. 8.25ને આધારે કંપનીના શેર્સનો ઇશ્યૂ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જો આપણે આઈપીઓ પછીની કંપનીની વાર્ષિક આવકને તથા ડાયલ્યૂટ કરેલી પેઈડ અપ ઇક્વિટી કેપિટલને ધ્યાનમાં લઈએ તો કંપનીના આસ્કિંગ પ્રાઈસ 2060ના પીઈનો ધોરણે નક્કી કરવામાં આવ્યા હોવાનું જણાય છે. કંપનીનો પીઈ 61.68નો થવા જાય છે. આઈપીઓ પછી કંપનીની એનએવી રૂ. 16.03ની થતી હોવાને આધારે ગણતરી માંડીએ તો પ્રાઈસ ટુ બુક વેલ્યુ 6.43ના ધોરણે ઇશ્યૂના ઓફર ભાવ નક્કી કરવામાં આવેલા છે. આમ આઈપીઓના ભાવ વધુ પડતી આક્રમકતા સાથે નક્કી કરવામાં આવ્યા હોવાનું જણાય છે. કંપનીએ વેરા પછીના નફાના આંકડા દર્શાવ્યા જ નથી. તેમ જ ઓફર ડોક્યુમેન્ટમાં રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ-ROCeની વિગતો જ આપી નથી.
અર્બન કંપનીની ડિવડંડ પોલીસી
જાન્યુઆરી 2025માં કંપનીએ ડિવિડંડ પોલીસી નક્કી કરી છે. કંપનીએ ઓફર ડોક્યુમેન્ટમાં દર્શાવેલા સમયગાળામાં ડિવિડંડ આપ્યું હોવાનું જોવા મળતું નથી. કંપનીએ તેના નાણાંકીય પરપોર્મન્સ અને ભાવિ વિકાસની શક્યતાને આધારે ડિવિડંજ પોલીસી નક્કી કરી છે. હા, તેના ક્ષેત્રમાં સક્રિય હોય અને તેની સાથે હરીફાઈ કરતી હોય તેવી લિસ્ટેડ કંપની એક પણ મોજૂદ ન હોવાનું જણાય છે. આમ અર્બન કંપની લિમિટેડ આ સેક્ટરની એક માત્ર ઓર્ગેનાઈઝ કંપની હોવાનુ જણાય છે.
આઈપીઓ માર્કેટના નિષ્ણાતો શું કહે છે
કંપનીની સતત વધી રહેલી આવકને કારણે કંપની આઈપીઓ લાવીને વધુ મજબૂત વિસ્તરણ કરવા માગે છે. શહેરીકરણ વધી રહ્યું હોવાથી કંપનીની સેવાઓ વધવાની ગણતરીને કારણે પણ કામકાજના વિસ્તરણ માટે કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. બીજીતરફ ડિજિટલ અર્થંતંત્ર વિકસી રહ્યું છે. નવી પેઢી ડિજિટલ માધ્યમથી જ સેવાઓ મેળવી લેવાની માનસિકતા ધરાવતી થઈ છે. કંપની પાસે ગિગ વર્કર્સ એટલે કે ફ્રી લાન્સના ધોરણે સર્વિસ આપીને કમાણી કરી લેનારાઓની મજબૂત ટીમ છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને વિચારીએ તો IPO લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક તક બની શકે છે. ઊંચું મૂલ્યાંકન હોવા છતાં કંપની પ્રોફિટ ગ્રોથ પર ફોકસ કરશે તો કંપનીને અને તેના શેર્સમાં રોકાણ કરનારાઓને સારુ રિટર્ન-વળતર મળી શકે છે. લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવાની માનસકિતા ધરાવતા અને બજારમાં રોકાણ કરવામાં થોડું જોખમ લેવાની માનસિકતા ધરાવનારા રોકાણકારો આ આઈપીઓમાં રોકાણ કરી શકે છે. સામાન્ય રોકાણકારોએ રોકાણ કરવા માટે વિચારીને નિર્ણય લેવો જોઈએ.
વાચકો ખાસ ધ્યાન આપે
અહીં આપવામાં આવેલી વિગતો અમારા પોતાના અવલોકન છે. તેથી અમે તેને ખરીદવાનું કે વેચી દેવાની ઓફર કરી રહ્યા છે તેવી માન્યતા સાથે રોકાણકારોએ આગળ વધવું નહિ. અહીં આપવામાં આવેલી વિગતો રોકાણકારો કે વાચકોની સમજણ માટે આપવામાં આવેલી વિગતો છે. તેને આધારે જ રોકાણ કરવાનો નિર્ણય વાચક કે માહિતી મેળવનારે લેવો નહિ. આ વિગતો વાંચ્યા પછી રોકાણકાર તેમાં આઈપીઓમાં રોકાણ કરવાનો નિર્ણય લે તો તે રોકાણકારની પોતાની વિવેકબુદ્ધિને આધીન રહીને લેવાયેલો ગણાશે. વાચક પોતાની રીતે અભ્યાસ કરીને કે પછી પાત્રતા ધરાવતા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લઈને રોકાણ કરશે તો તે તેમના હિતમાં રહેશે. કારણ કે શેરબજારમાં કરવામાં આવેલું દરેક રોકાણ બજારની અનિશ્ચિતતાથી ઘેરાયેલું રહે છે. કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવેલી વિગતોને આધારે જ અહીં કેટલીક ઉપયોગી માહિતી રજૂ કરવામાં આવેલી છે. આ વિગતો તૈયાર કરીને રજૂ કરનાર પોતે આ કંપનીના શેર્સમાં રોકાણ કરવાનો કોઈ જ ઇરાદો ધરાવતા નથી.