• 9 October, 2025 - 8:59 AM

Rakesh Jhunjhunwala નું સમર્થન ધરાવતી કંપની STAR HEALTH ની સ્ક્રિપને પહેલીવાર BUY RATING

ree

કંપનીના આઈપીઓનો ફિયાસ્કો થયો હતો, તેના શેરના ભાવમાં ઊછાળો આવવાની સંભાવના
જોકી વિના તો પાણીદાર ઘોડો પણ રેસમાં પરફોર્મ કરી શકતો નથી
 

રાકેશ ઝૂનઝૂનવાલા જેવા હાઈનેટવર્થ ઇન્વેસ્ટરનું સમર્થન હોવા છતાંય પબ્લિક ઇશ્યૂ આવ્યો ત્યારે નબળું પરફોર્મન્સ આપનાર કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સ કંપની(Star Health and Allied Insurance)ના શેરને પહેલીવાર બાય(BUY-ખરીદો)નું રેટિંગ એનાલિસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. શેરદલાલીના કામકાજ સાથે સંકળાયેલી એમકે ગ્લોબલ નામની કંપનીએ સ્ટાર હેલ્થ અને એલાઈડ ઇન્સ્યોરન્સ કંપનીનો શેર ખરીદવા લાયક હોવાનો નિર્દેશ આપ્યો તે પછી તેના શેરના ભાવમાં અંદાજે 30થી 40 ટકાનો ઊછાળો આવવાની શક્યતા નિર્માણ થઈ છે. આ સાથે જ જોકી વિનાના ઘોડા પર કાબેલ જોકીને બેસાડવામાં આવી ગયો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

 
 
ree

 
કંપનીના 8.28 કરોડ શેર્સ ધરાવતા રાકેશ ઝૂનઝૂનવાલાની સરેરાશ પડતર રૂ. 155.28ની હોવાથી સ્ક્રિપમાં કરેલા રોકાણ પર 400 ટકાનો ફાયદો થયો

સ્ક્રિપના રેટિંગમાં ફેરફાર થયો

 

આમ તો ગત 30મી નવેમ્બરે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સ કંપનીના શેરનો પબ્લિક ઇશ્યૂ આવ્યો ત્યારે રોકાણકારોને આકર્ષવામાં તે અપેક્ષા મુજબની સફળતા મેળવી શક્યો નહોતો. રિટેઈલ હેલ્થ ઇન્સ્યોરન્સના સેગમેન્ટમાં આ કંપની મજબૂત સ્થાન ધરાવે છે અને તેનો વિકાસદર ઊંચો જઈ રહ્યો છે, એમ એમકે ગ્લોબલ નામની એનાલિસ્ટ કંપનીએ તેની એક નોંધમાં જણાવ્યું છે. આ કંપનીના શેર્સના પબ્લિક ઇશ્યૂમાં રૂ. 900ના ભાવથી ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ લિસ્ટિંગ ટાણે તેનો ભાવ 848 એટલે કે 5.69 ટકા નીચો બોલાયો હતો. લિસ્ટિંગ પછીય તેનો ભાવ ગગડીને 8 ટકા નીચે સુધી પહોંચી ગયો હતો. શુક્રવારે બંધ બજારે બીએસઈમાં તેનો ભાવ રૂ. 832.45 રહ્યો હતો.

 

કંપનીના શેર્સના વેલ્યુએશન બરાબર હતું?

 

ભારતના 25 રાજ્યોમાં Star Health and Allied Insurance તેના પોલીસીના વિતરણ માટેનું નેટવર્ક ધરાવે છે. તેની કુલ મળીને 779 બ્રાન્ચ છે. પબ્લિક ઇશ્યૂ આવ્યા પછી કંપનીના શેરનું લિસ્ટિંગ 5.69 ટકા નીચે આવ્યું ત્યારે ઇન્વેસ્ટર્સની ચિંતા વધી ગઈ હતી. પરંતુ એમકે ગ્લોબલ નામની એનાલિસ્ટ કંપનીનું માનવું છે કે તેનું મૂલ્ય યોગ્ય જ છે. તેના ઊંચા મૂલ્યને કારણે રોકાણકારોએ તેમાં રોકાણ કરતાં ખચકાવું જોઈએ નહિ. હેલ્થ ઇન્સ્યોરન્સનું સેગમેન્ટ ઝડપથી વિકસી રહ્યું છે. તેમાં આ કંપનીના વિકાસની પણ સારી શક્યતા છે. તેનું ઓફિસ નેટવર્ક ઘણું જ સારું છે. તેના શેરનો ભાવ તેના લિસ્ટિંગ પ્રાઈસ કરતાં ઓછામાં ઓછો 20થી 25 ટકા ઉપર જઈ શકે છે.

 
 
ree

 

શેરનો ભાવ કેમ વધી શકે

હેલ્થ ઇન્સ્યોરન્સનું સેગમેન્ટ ભારતમાં વિકસી રહેલું સેગમેન્ટ છે. તેના વિકાસની શક્યતા હાલને તબક્કે અનંત છે. બીજું સ્ટાર હેલ્થ ઇન્સ્યુરન્સ હેલ્થકેરના બજારમાં સારું વર્ચસ્વ ધરાવે છે. તેનો માર્કેટ શેર પણ અન્ય હરીફ કંપનીઓ કરતાં ઘણો જ સારો છે. તેની હરીફ કંપનીઓની તુલનાએ તેનો માર્કેટ શેર-બજાર હિસ્સો ત્રણ ગણો છે. તેનું કામકાજ વધતું તેના માર્જિનમાં પણ વધારો થતો રહેવાની સંભાવના બળવાન છે.

સ્ટાર હેલ્થનો પબ્લિક ઇશ્યૂ રૂ. 7349 કરોડનો હતો. તેમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સે 1.03 ગણો સબસ્ક્રાઈબ કર્યો હતો. જ્યારે રિટેઈલ ઇન્વેસ્ટર્સે રાકેશ ઝૂનઝૂનવાલાના કનેક્શનને કારણએ 1.10 ગણો સબસ્ક્રાઈબ કર્યો હતો. જોકે નોન ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સ(NII) અને કંપનીના કર્મચારીઓએ તેમાં ઇન્વેસ્ટ કરવાનું ટાળ્યું હતું. તેમનું સબસ્ક્રિપ્શન અનુક્રમે 0.19 અને 0.10 ગણું હતું. સમગ્ર તયા સ્ટાર હેલ્થના આઈપીઓમાં 0.79 સબસ્ક્રિપ્શન આવ્યુ હતું. આમ તે પૂરો છલકાયો નહોતો. તેથી સ્ટાર હેલ્થને તેના પબ્લિક ઇશ્યૂનું કદ ઘટાડવાની ફરજ પડી હતી.

શેરબજારના મોટા રોકાણકારોમાંના એક રાકેશ ઝૂનઝૂનવાલા સ્ટાર હેલ્થના પ્રમોટર છે. આ કંપનીના 14.98 ટકા શેર્સ ધરાવે છે. રાકેશ ઝૂનઝૂનવાલાએ આઈપીઓના અરસામાં પણ તેનું હોલ્ડિંગ ઓછું કર્યું નહોતું. તેની પાસે કંપનીના 8.28 કરોડ શેર્સ છે. તેની સરેરાશ શેરદીઠ પડતર કિંમત રૂ. 155.28ની છે. વર્તમાન બજાર ભાવે પણ તેને આ સ્ક્રિપમાં કરેલા રોકાણને કારણે 400 ટકાથી વધુનો ફાયદો થયો છે.

Read Previous

ક્રિપ્ટોમાં કરેલા રોકાણની જાહેરાત કરવા ઇન્વેસ્ટર્સને ત્રણ મહિનાની મહેતલ મળે !

Read Next

Stock Idea : Poonawala Fincorp: શેરનો ભાવ રૂ. 400નું મથાળું બતાવી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular