જરૂરિયાત એ શોધની જનની: ઇસરોએ અવકાશમાં ચણા ને ચોળાની ખેતીના પ્રયોગ કર્યા
ભારત પાસે વિશ્વની મોટામાં મોટી એગ્રીકલ્ચર રિસર્ચ સિસ્ટમ છે.તેમની મદદથી ભારત સ્પેસ ફાર્મિંગના સેક્ટરનો વિશ્વનો અગ્રણી દેશ બની શકે છે.
વિશ્વમાં વસતિના વિસ્ફોટને જોતાં જમીન પર ઉગાડવામાં આવતો પાક ઓછો પડશે. ખેતઉપજની અછત ઊભી થશે.જોકે ખેત ઉપજ વધારવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ સમસ્યા છે. સમસ્યાનો ઉકેલ માનવ શોધતો જ રહે છે. સમસ્યા જ શોધની જનની છે. આ રહી નવી શોધ. તેની સાથે જ હવે અવકાશમાં ખેતી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તમે મજાક ન સમજતા. ISRO-ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને(ISRO) અવકાશ-સ્પેસમાં ચોળા, આખા ચણા, કાબૂલી ચણાની ખેતીના અખતરા કરવા માંડ્યા છે. નવી અપેક્ષા સાથે આવી રહેલા ઇન્નોવેટર્સ સ્પેસ આધારિત ટેક્નોલોજીધોરણે આગળ વધારવાની તક પણ પણ નિર્માણ થઇ છે.
ભારતમાં સ્પેસ ફાર્મિંગ ઝડપથી વધશે
ગ્લોબલ સ્પેસ માર્કેટમાં આજની તારીખે ભારતનો હિસ્સો બે ટકાનો છે. આ હિસ્સો 2030 સુધીમાં વધીને 10 ટકા થઈ જશે. સ્કાયરૂટ એરોસ્પેસ, ધ્રુવ સાથે સંકળાયેલા ભારતના યુવાનો હવે સ્પેસ ફાર્મિંગની તક ઝડપી લેવા માટે કમર કસી રહ્યા છે. આજે પણ વિશ્વના અન્ય દેશોની તુલનાએ સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સની તાલીમ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખાસ્સી વધારે છે. તેમાંથી ખાસ્સા વિદ્યાર્થિએ કૃષિ ક્ષેત્રને લગતા સંશોધનો સાથે સંકળાયેલા છે. ભારત પાસે વિશ્વની મોટામાં મોટી એગ્રીકલ્ચર રિસર્ચ સિસ્ટમ છે. તેમની મદદથી ભારત સ્પેસ ફાર્મિંગના સેક્ટરનો વિશ્વનો અગ્રણી દેશ બની શકે છે.
યુવા સાયન્ટિસ્ટો સ્પેસ ફાર્મિંગ માટે સક્રિય
તાજેતરમાં જ સ્થાપવામાં આવેલા નેશનલ સ્પેસ ફાઉન્ડેશન સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં ખાસ્સું સક્રિય છે. ભારતના પ્રતિભાશાળી યુવાનો આ ક્ષેત્રમાં ફાળો આપવા માટે વિદેશમાં ચાલ્યા જવાનું પણ ટાળતા થયા છે. તેઓ અવકાશમાં ખેતી કરવા માટેની ટેક્નોલોજી ડેવલપ કરવા માટે અખતરાઓ કરી રહ્યા છે. આ શક્ય બનશે તે દિવસે ભારત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના માર્કેટની બાબતમાં અમેરિકા અને ચીનને પાછળ રાખી દેશે તેમાં કોઈ જ બે મત નથી.
કારણ કે ચીન અત્યારે આ દિશામાં અખતરા શરૂ કરી રહ્યું છે. નાસા, ઇસા, ઇસરો, ચીનનું ઈએનએસેએ અને જાક્સા પણ અખતરા જ કરી રહ્યા છે. તમને સવાલ થશે કે અવકાશમાં તો વળી શેની ખેતી થઈ શકશે. ઇસરોના સાહસિકો આજે અવકાશમાં ચોળા(Cow pea), ચણા(chickpea), કાબૂલી ચણાની ખેતીના અખતરાઓ કરી રહ્યા છે. માઈક્રો ગ્રેવિટી(Micro gravity)નો પ્રતિકાર કરીને આ પાક થઈ શકે છે કે કેમ તેની શોધ કરી રહ્યા છે.
ઇસરોએ તો ચોળા અને ચણાનો પાક લેવાના અખતરા કર્યા છે. પરંતુ અવકાશમાં ખેતી કરવા માટેના યોગ્ય ગણાતા પાકમાં લેટ્યુસ, પાલખની ભાજી-સ્પિનાચ, મસ્ટાર્ડ ગ્રીન, મૂળા, અર્ગુલા, પાક ચોઈની ખેતી કરવના આખતરાઓ કરી રહ્યા છે. નાસાના વેજિટેબલના પ્રોગ્રામ હેઠળ અવકાશમાં શાકભાજી ઊગાડવામાં સફળતા મળી ચૂકી છે. ચણા પ્રોટીનનું ભરપૂર પ્રમાણ ધરાવતા હોવાથી ઇસરોએ તેનો પાક લેવાનું પસંદ કર્યું છે. ચણાનો પાક ટૂંકા ગાળામાં થઈ જતો હોવાથી પણ તેના પર પસંદગી ઉતારવામાં આવી છે .અવકાશમાં ખેતી કરવા માટે મસૂરની દાળ, ચોળા, સોયાબિનના લેબોરેટરીમાં અખતરા કરવામાં આવી રહ્યા છે. વટાણા અને મગ વહેલા અંકુરિત થઈ જાય છે. આ જ રીતે અનાજ અને કઠોળની ખેતી માટેના પાયાના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
અલબત્ત અવકાશમાં ખેતી કરવાનો ખર્ચ ઘણો વધારે આવે છે. અવકાશમાં એક એકરદીઠ ખેતી કરાતી નથી. પરંતુ કિલોદીઠ પે લૉડને આધારે ખેતી કરવામાં આવે છે. તેમ જ એક દિવસના અખતરા પ્રમાણે તેનો ખર્ચ નક્કી થાય છે. અવકાશમાં ઓછી ઊંચાઈએ પીએસએલ કે પીએસએલવી કે એસએસએલવીમાં ખેતી કરવાનો એક ગ્રામ દીઠ 250થી 300 ડૉલરનો ખર્ચ થાય છે. આમ એક કિલો પે લોડ લઈ જવાનો ખર્ચ રૂ. 20થી 25 લાખનો થાય છે.
તેમાં મિનિએચર પ્લાન્ટ લગાવીને ખેતી કરવામાં આવે છે. સેન્સર પણ તેમાં લગાવે છે. તેમાં પ્રકાશ પણ આપવામાં આવે છે. તેમ જ તેનું ટેમ્પરેચર પણ નિયંત્રિત કરવામાં આવે છે. તેમાં વૉટર રિસાઈકલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે. આ ડેવલપ કરવા માટેનો ખર્ચ રૂ. 3થી 5 કરોડનો થાય છે. ઇસરો, સીએસએ, નાસા સહુનો અંદાજ લગભગ સરખો જ આવે છે. આ મોડ્યુલનો ફરી ફરી ઉપયોગ થઈ શકતો હોવાથી સમય જતાં તેન ખર્ચ નીચે આવે છે. એક ક્રોપ સાઈકલ માટે અંદાજે 45થી 90 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
ચણાના એક પાક માટે પાક રૂ. 10થી 15 કરોડનો ખર્ચ થાય છે. તેમાં સેટેલાઈટના, પે લૉડના ખર્ચનો પણ સમાવેશ થાય છે. એક ગ્રામ તાજાં શાકભાજી માટે અંદાજે 2000થી 5000 ડૉલરનો ખર્ચ થાય છે. તેમાં માળખાકીય સુવિધા ઊભી કરવાનો અને તેને માટેના માનવબળના ઉપયોગના ખર્ચનો સમાવેશ થાય છે. આગામી પંદર વર્ષમાં આ ખર્ચ કિલોદીઠ 50થી 100 ડૉલરની રેન્જમાં લાવી દેવાન અંદાજ છે.
કોણે અવકાશમાં શું ઉગાડવાના અખતરા કરી રહ્યું છે
રશિયાના મીર સ્પેસ સ્ટેશનમાં ઘઉં ઉગાડવામાં આવ્યા છે.
ચીને અવકાશમાં રાઈસની રોપણી કરવાનો અખતરો કર્યો છે.
અવકાશમાં પોષક પાકની ખેતી કરવા માટે નાસાઓ અવકાશમાં પોટેટો-ટેકાની ખેતી કરી રહ્યુ છે.
નાસા પેરુમાં માર્સ પોટેટોની ખેતીના અખતરાઓ કરી રહ્યું છે.
શક્કરિયા પોષક અને હાઈડ્રોપોનિક્સની પદ્ધતિથી પકવી શકાતા હોવાથી તેની ખેતીના પણ અખતરા ચાલુ છે.
મૂળા ઉગાડવામાં સફળતા આ અગાઉ જ મળી ચૂકી છે. ટૂંકા ગાળામાં જ મૂળાનો પાક તૈયાર થઈ જતો હોવાથી તેના પર પસંદગી ઉતારવામાં આવી છે.
સ્ટ્રો બેરી, ટોમેટો, મરી-પીપર્સ જેવા નાના ફળવાળા પાકને આબોહવાને અંકુશિત રાખતા વાતાવરણમાં ઉગાડી શકાય છે. ઓક્સિજન અને પ્રોટીનનું ભરપૂર પ્રમાણ ધરાવતા માઈક્રોએલગે-શેવાળ-સ્પિરુલિના, ક્લોરેલાની ખેતી કરવાના અખતરા પણ કરવામાં આવી રહ્યા છે.




