ક્વોલિટી ને ભાવમાં વિશ્વ બજારમાં સ્પર્ધા કરી શકતા ઉત્પાદનોની આયાત સીમિત કરવાની માગણી કરવામાં આવી

- તૈયાર વસ્ત્રો, કોસ્મેટિક્સ-સૌંદર્યપ્રસાધનો, જોડાં, સ્ટેશનરી, પેન, ચશ્મા અને રમકડાંની દેશના મેન્યુફેક્ચરર્સની ક્વોલિટીને જોતાં અન્ય દેશમાંથી તેની થતી આયાત પર રોક લગાવો
- નાના અને મધ્યમ ઉદ્યોગોને રક્ષણ આપવામાં નહિ આવે તો વિદેશી પ્રોડક્ટ્સ બજારમાં છવાઈ જશે, સ્થાનિક લોકો બેરોજગાર બનશે
આત્મ નિર્ભર ભારતને તથા સ્વદેશી ઉદ્યોગને વેગ આપવા માટે ભારતમાં બનતી વસતુઓની આયાત સીમિત કરી દેવાના પગલાં ભારત સરકારે લેવા જોઈએ. ભારત જે વસ્તુઓના ઉત્પાદનની ક્વોલિટીમાં અને ભાવમાં હરીફાઈ કરી શકે તેમ હોય તે પ્રોડક્ટ્સની આયાત સીમિત કરી દેવી જોઈએ.(Restrict import of price and qualitywise compititive products) તેનાથી સ્વદેશીના પ્રોત્સાહન મળશે. સ્થાનિક સ્તરે રોજગારી નિર્માણ થશે અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળવાની સાથેસાથે જ નાના અને મધ્યમ ઉદ્યોગો(MSME)ના કામકાજને પણ વેગ મળશે.
ભારતમાં તૈયાર વસ્ત્રો, કોસ્મેટિક્સ-સૌંદર્યપ્રસાધનો, જોડાં, સ્ટેશનરી, પેન, ચશ્મા અને રમકડાંની દેશના મેન્યુફેક્ચરર્સની ક્વોલિટીને જોતાં અન્ય દેશમાંથી તેની થતી આયાત પર રોક લગાવી દેવી જોઈએ. તેમાંની ઘણી વસ્તુઓ ભારતના જ નાના અને મધ્યમ ઉદ્યોગો તૈયાર કરી રહ્યા છે. કુટિર ઉદ્યોગના એકમો તૈયાર કરી રહ્યા છે. તેમ જ અન્ય ભારતીય ઔદ્યોગિક એકમો પણ તેનું ઉત્પાદન કરી રહ્યા છે.
ગુજરાત વેપારી હિતરક્ષક સમિતિના જયેન્દ્ર તન્નાએ પ્રધાનમંત્રી કાર્યાલયને 14મી ઓક્ટોબરે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં બનતા ઉત્પાદનોને સામે વિદેશી પ્રોડક્ટ્સ આવતા હોવાથી સ્થાનિક ઉત્પાદકોના પ્રોડક્ટ્સ બજાર ગુમાવી દે છે. ક્વોલિટી કરતાંય વિદેશી પ્રોડક્ટ્સ માટેના સ્થાનિક લોકોના ક્રેઝને કારણે ભારતીય ઉત્પાદનોના બજારતૂટી જાય છે. તેને પરિણામે સ્થાનિક ઉત્પાદન એકમોમાં રોજગારી મેળવનારા એકમો રોજગારી ગુમાવે છે. સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવા માટે સાહસ કરનારાઓની હિમ્મત અને સાહસિકતા તૂટે છે. કારણ કે અસમાન સ્પર્ધાને કારણે તેમના ધંધા છીનવાઈ જાય છે. તેમણે ભારતના શ્રમિકો અંગેના કાયદાનું અને વેરા અંગેના કાયદાનું પાલન કરવું પડે છે.
ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો રમકડાં ઉદ્યોગની નિકાસ 2014-15ના વર્ષમાં 9.62 કરો ડૉલરની હતી તે 2022માં વધીને 32.57 કરોડ ડૉલરની થઈ ગઈ હતી. આમ સાત જ વર્ષના ગાળામાં રમકડાંની નિકાસમાં 239 ટકાનો વધારો થયો છે. તેની સામે 2024-25ના વર્ષમાં રમકડાંની આયાત 33.26 કરોડ ડૉલરની હતી તે 2022માં ઘટીને 15.87 કરોડ ડૉલરનીથઈ હતી. આમ રમકડાંની આયાતમાં 52 ટકાનો ઘટાડો થયો હતો. વિદેશી રમકડાંની આયાત ઘટાડવા માટે સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી 20 ટકાથી વધારીને 70 ટકા કરી છે. તેમ જ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ક્વોલિટીના ધોરણોનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું.
પગરખાંની આયાત પણ 2022ના વર્ષમાં ગાળામાં 92.03 કરોડ ડૉલર હતી તે 2023માં ઘટીને 29.97 કરોડ ડૉલર થઈ ગઈ હતી. તેની સામે સ્થાનિક સ્તરે પગરખાં-જોડાંનું ઉત્પાદન અને નિકાસ વધ્યા જ છે. આમ નીતિ આધારિત સ્થાનિક ઉદ્યોગને રક્ષણ આપવાના વલણનો ફાયદો જ થયો છે.
જોકે 2021ની તુલનાએ 2022ના વર્ષમાં સ્ટેશનરીને આયાત વધી જ છે. સ્થાનિક સ્તરે સ્ટેશનરીના ઉત્પાદનમાં ખાસ્સો વેક્યુમ હોવાનું જોવા મળતાં સ્ટેશનરીની આયાતમાં વધારો તયો છે.
આ પરિસ્થિતને બદલવા માટે સરકારે આયાતને નિયંત્રિત કરતી નીતિ તૈયાર કરવી જોઈએ. ભારત પાસે પૂરતી ઉત્પાદન ક્ષમતા હોય અને ક્વોલિટી પ્રોડક્ટ્સ તૈયાર થતાં હોય તેવા કિસ્સાઓણાં રક્ષણાત્મક નીતિ અપનાવવી જરૂરી છે. આ કેટેગરીમાં આવતા પ્રોડક્ટ્સની આયાત માટેના લાઈસન્સ ધીમે ધીમે કેન્સલ કરી દઈને તેની આયાતને સીમિત કરવી જોઈએ.
વિદેશના નિકાસકારોની ક્વોલિટી સામે હરીફાઈ કરી શકાય તે માટે રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા નક્કી કરી આપતી સસ્થા ઊભી કરવી જોઈએ. તેની મદદથી સ્થાનિક ઉત્પાદકો પ્રોડક્ટ્સની ક્વોલિટી અને ડિઝાઈનમાં સુધારો કરી શકવા જોઈએ. તેમ જ પેકેજિંગમાં પણ સુધારા કરવા માટે સૂચનો કરી શકે છે. જોકે અત્યારે બીઆઈએસ અને ક્યૂસીઆઈ સક્રિય છે જ છે. છતાં આપણા દેશમાં તૈયાર થતાં ઉત્પાદનો માટે અલગથી સ્વદેશી માટે માર્કો તૈયાર કરવો જોઈએ.
સ્થાનિક સ્તરના ક્વોલિટી ઉત્પદકોને નાણાંકીય પ્રોત્સાહન આપવા જરૂરી છે. તેમ જ તેમને ટ્રેડ ફેરમાં ભાગ લેવા જવા માટે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમના પ્રોડક્ટ્સને ઓએનડીસી અને જેઈએમના ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રમોટ પણ કરવા જોઈએ. તેની સાથે બાય ઇન્ડિયન અને બિલ્ડ ઇન્ડિયાનો કેમ્પેઈન પણ ચાલુ કરવો જોઈએ. દેશના નાગરિકોને દેશના જ ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પ્રેરવા જોઈએ.
સરકાર તરફથી પ્રસ્તુત પગલાં લેવામાં આવશે તો તેને પરિણામે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધશે. આયાત પરની નિર્ભરતા ઘટશે. ભારતીય ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થશે. સ્વદેશી ઉત્પાદનોમાંનો ગ્રાહકોનો વિશ્વાસ બુલંદ બનશે. તેમ જ આત્મનિર્ભર ભારતનો વિચાર સાકાર થશે.


