• 15 January, 2026 - 11:47 PM

SEBI ચેરમેનની નવી પારદર્શકતાની પહેલ ફાઈનાન્શિલ ઇન્ફ્લુએન્સરને અંકુશમાં લાવશે?

સોશિયલ મિડીયા પર ફાઈનાન્શિયલ ઇન્ફ્લુએન્સરની માહિતીથી દોરવાઈને છેતરાતા રોકાણકારોને બચાવવા માટે સેબી સક્રિય

SEBIના ચેરમેન તુહિન કાંતા પાંડે રોકાણકારોના રક્ષણ માટે રોકાણકારોને તમામ કંપનીઓ અંગેની માહિતી સરળ અને સમજી શકાય તેવી રીતે ઉપલબ્ધ કરાવવા મક્કમ છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) કંપનીઓને લગતી માહિતીને સમજવી સરળ બને અને માહિતીના મુખ્ય મુદ્દાઓનું સંક્ષિપ્ત સારાંશ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

નાણાકીય સાક્ષરતા ઓછી હોય તેવા દેશમાં નાણાકીય માહિતી માટે વિશ્વસનીય અને સરળ સ્ત્રોત અત્યંત જરૂરી છે. જો આ પહેલ અમલમાં આવે તો તેની આધારશિલા તરીકે કોર્પોરેટ ફાઇલિંગ્સનો એક કેન્દ્રિય ભંડાર જરૂરી બનશે. હાલમાં બે સ્ટોક એક્સચેન્જ દ્વારા આ માહિતી રોકાણકારો સમક્ષ મૂકવામાં આવે છે. સિક્યોરિટીઝ માર્કેટ કોડ બિલ, 2025 હેઠળ SEBI એક્ટ, ડિપોઝિટરીઝ એક્ટ અને SCRA (Securities Contracts (Regulation) Act, 1956) જેવી કાયદાકીય જોગવાઈઓને એકીકૃત કરીને રેગ્યુલેટરને વધુ મજબૂત બનાવવાનું આયોજન તો કેન્દ્ર સરકાર પણ કરી રહી છે. આ પહેલનો સમય અત્યંત મહત્વપૂર્ણ છે.

પ્રથમ, રોકાણકારોના રક્ષણનો ઉદ્દેશ પ્રશંસનીય છે, પરંતુ સેબી સામે એક વિશાળ પડકાર છે. બજારમાં આવેલા નવા પેઢીના રોકાણકારોની લાલચ અને સહેલાઈથી ભ્રમિત થવાની વૃત્તિ વળોટી જઈને તેમને માહિતી વાંચવા પ્રેરિત કરવાનો પડકાર છે. સેબીના પોતાના સરવેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. 62 ટકા છૂટક રોકાણકારોના રોકાણ કરવાનો નિર્ણય સોશિયલ મીડિયા પર સક્રિય ફિનફ્લુએન્સર્સથી પ્રભાવિત થઈને નિર્ણય લે છે. તેમાંય વધુ ચિંતાજનક વાત એ છે કે મોટા ભાગના ઇન્ફ્લુએન્સર્સ સેબી રજિસ્ટર્ડ નથી.  ડેરિવેટિવ્સમાં રોકાણ કરનાર 90 ટકા લોકો નુકસાન ભોગવે છે. સરવે હેઠળ આવરી લેવામાં આવેલા 93 ટકા  લોકોએ આ સોશિયલ મીડિયા ગુરુઓને મધ્યમ સ્તરે વિશ્વસનીય હોવાનું સ્વીકાર્યું છે.

સેબીએ લોકપ્રિય ફિનફ્લુએન્સર સાથે અને તેની કંપનીને ગેરકાયદે કમાણીના રૂ.546.17 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હોવા છતાં રોકાણકારો તેને હજુ પણ વિશ્વસનીય જ માની રહ્યા છે. આ ઇન્ફ્લુએન્સર તેમને રોકાણ કરવા તરફ દોરી જાય છે.

ભારતના 63 ટકા ઘર સિક્યોરિટીઝ માર્કેટના પ્રોડક્ટ્સ વિશે જાણે છે. પરંતુ વાસ્તવિક ભાગીદારી માત્ર 9.5 ટકા અથવા તો આશરે 3.2 કરોડ ઘરની છે. ભારતીયો સામાન્ય રીતે જોખમથી દૂર રહેતા હોય છે. SEBI જો વિશ્વસનીય અને સરળ માહિતી આપે, તો જોખમથી ડરતા લોકોમાં પણ બજારમાં ભાગ લેવાનો આત્મવિશ્વાસ આવી શકે છે. 30 સેકન્ડની વાયરલ ક્લિપ જ્યાં 300 પાનાના પ્રોસ્પેક્ટસ કરતાં વધુ અસર કરે છે, ત્યાં સેબી દ્વારા સંક્ષિપ્ત સારાંશ આપવાની પહેલ બિનનિયંત્રિત ડિજિટલ અવાજોથી વાર્તા પાછી મેળવવાનો જરૂરી પ્રયાસ છે.

બીજો દૃષ્ટિકોણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. વર્ષોથી ભારત કોર્પોરેટ ફાઇલિંગ માટે NSE અને BSE દ્વારા સંચાલિત વિખૂટા સિસ્ટમ પર આધાર રાખે છે. જેને કોર્પોરેટ ફાઈલિંગ એન્ડ ડિસ્સેમિનેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. માર્કેટ માટે તે અસરકારક છે. પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશો જેવી પ્રભાવક નથી. અમેરિકાની એડગર સિસ્ટમને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે, કારણ કે તે રેગ્યુલેટર દ્વારા સંચાલિત કેન્દ્રિય માહિતી ભંડાર છે.આ માહિતી માનવ અને મશીન બંને માટે વાંચી સમજી શકે છે. તેથી છૂટક રોકાણકાર અને હાઇ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ એલ્ગોરિધમ બંનેને એક જ માહિતી એકસાથે મળે છે. ભારતમાં SEBIએ 2010માં પોતાની એડિફાર પ્રોજેક્ટ બંધ કર્યા પછી આ જવાબદારી એક્સચેન્જને સોંપી છે. ત્યારથી સિસ્ટમમાં સુધારો થયો છે, પરંતુ માહિતી હજુ પણ ઐતિહાસિક કારણોસર વિખૂટા સ્વરૂપે છે.

2024થી SEBIએ એક સિંગલ ફાઇલિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે, પરંતુ હજી પણ એડગર જેવી સરળ સર્ચ સુવિધાનો અભાવ છે. જો સેબી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સાધનોની મદદથી સરળ, સમયસર અને પ્રાસંગિક માહિતી પ્રસારિત કરવાની યોજના અમલમાં મૂકશે તો તે અસરકારક બનશે. હાલની મર્યાદાઓને પણ વળોટી જવામાં સફળ થશે. હવે જોવાનું એટલું જ છે કે શું SEBI છેલ્લામાં છેલ્લા રોકાણકાર સુધી માહિતી પહોંચતી કરવાની જવાબદારી પોતાના જ હાથમાં લઈ લેશે?

🔹 સમયનું મહત્વ

સિક્યોરિટીઝ માર્કેટ કોડ 2025 SEBIને કોર્પોરેટ ડેટાનો એકમાત્ર સંરક્ષક બનાવે છે. આ SEBIને ફરી એકવાર કેન્દ્રિય, શોધી શકાય તેવું અને AI-તૈયાર ડેટાબેઝ બનાવવાની તક આપે છે.

પરંતુ પારદર્શકતા એટલી જ મજબૂત હોય છે જેટલી રેગ્યુલેટરની સ્વતંત્રતા. રાજકીય દબાણની છાયા હંમેશા હાજર રહે છે. ભૂતકાળમાં પણ મધ્યસ્થો અને મોટી કંપનીઓ સંવેદનશીલ માહિતી છુપાવવા પ્રયાસ કરતા આવ્યા છે.

જે કોઈ જવાબદારી સંભાળે, તેની વિશ્વસનીયતા સંવેદનશીલ માહિતીના લોકશાહી પ્રસાર પર આધાર રાખે છે—બોર્ડ મિટિંગ હોય કે શત્રુપૂર્ણ ટેકઓવર, માહિતી સામાન્ય માણસ માટે તરત ઉપલબ્ધ હોવી જોઈએ.

SEBI પાસે આ નેતૃત્વ કરવાની યોગ્ય સ્થિતિ છે. જો તે નવા કોડનો યોગ્ય ઉપયોગ કરીને ‘અસ્પષ્ટ મધ્યવર્તી વર્ગ’ના દબાણને ટાળી શકે, તો તે ભારતના મૂડી બજારની વિશ્વસનીયતા મજબૂત કરી શકે છે. ત્યાર બાદ જ રિટેલ રોકાણકારો ફિનફ્લુએન્સર હાઇપથી ઉપર ઉઠીને સાચી કોર્પોરેટ હકીકત જોઈ શકશે.

 

Read Previous

200 કરોડના કૌભાંડી સુકેશ ચંદ્રશેખરે ફરિયાદીને સમાધાન માટે 217 કરોડ રૂપિયાની ઓફર કરી

Read Next

કરદાતાઓના ઇન્કમટેક્સના રિફંડ કેમ અટકી ગયા, પ્રામાણિક કરદાતાઓને પણ આવકવેરાની નોટિસ મળતા અચંબામાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular