• 22 November, 2025 - 8:58 PM

નીતિન સાંડેસરાની ૫૧૦૦ કરોડ ભરીને દરેક ગુના માફ કરવાની દરખાસ્ત સરકારે સ્વીકારી લીધી

ફોરેન ક્વર્ટિબલ બોન્ડના ઇન્વેસ્ટર્સ હવે નવેસરથી કેસ કરશે

જાહેર ક્ષેત્રની બેન્કોના રૃા. ૧૫૦૦૦ કરોડ અને અન્યના બાકી રૃા. ૩૦૦૦ કરોડમાંથી માત્ર ૫૧૦૦ કરોડ ચૂકવશે

અમદાવાદઃ જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના રુ. ૧૮૦૦૦ કરોડ ડૂબાડનાર વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન સાંડેસરા (Nitin Sandesara promoter of Sterling biotech)અને તેમના ભાઈ ચેતન સાંડેસરાની રૃ. ૫૧૦૦ કરોડ ૩૦ દિવસમાં ચૂકવીને દરેક ગુનામાંથી માફી આપવાની દરખાસ્તેને આજે સુપ્રીમ કોર્ટમાં કાઉન્સિલર જનરલ તુષાર મહેતા(Councillor General Tushar Mehta)એ સ્વીકારી લીધી છે.

રૂ. 18000 કરોડ બાકી સામે રૂ. 5100 કરોડનું પેમેન્ટ કરો

આમ રૃા. ૧૮૦૦૦ કરોડ રૃપિયાના ડિફોલ્ટરને રૃા. ૫૧૦૦ કરોડ જમા કરાવીને તમામ ગુનામાંથી માફી મળી જશે. નીતિન સાંડેસરાએ ૧૭મી ડિસેમ્બર સુધીમાં  આ રૃપિયા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો આ ચૂકાદો રદબાતલ થઈ જાય તેવી શક્યતા છે. નીતિન સાંડેસરાવતીથી કોર્ટ(Supreme Court)માં આ કેસ લડી રહેલા સિનિયર કાઉન્સિલ મુકુલ રોહતગી(Senior council Mukul Rohtagi)એ આજે સુપ્રીમ કોર્ટમાં મૂકેલી રૃા. ૫૧૦૦ કરોડ જમા આપીને બંને ભાઈઓને તમામ ગુનાઓમાંથી મુક્તિ આપી દેવાની દરખાસ્તને સોલીસિટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કોર્ટમાં સ્વીકારી લીધી હતી.

17 ડિસેમ્બર સુધી પૈસા ભરી દો

રૂ. 5100 કરોડ ભરી દેવા માટે નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા તૃપ્તિ સાંડેસરાને 17મી ડિસેમ્બર (Last date of payment is 17th December)સુધીનો સમય આપવામાં આવ્યો છે. હજી પાંચ દિવસ પહેલા જ નીતિન સાંડેસરાએ રૃા. ૨૦૦૦૦ કરોડના બાકી લેણા સામે માત્ર રૃા. ૫૦૦ કરોડ જમા કરાવીને તમામ આરોપોમાંથી અને જવાબદારીઓમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત મૂકી હતી. જોકે રૃા. ૫૦૦ કરોડ જમા કરાવીને માફી મેળવી લેવાની દરખાસ્તને બાજુએ મૂકી દેવામાં આવી હતી. નીતિન સાંડેસરા આ રકમ ૧૭ ડિસેમ્બર સુધીમાં જમા ન કરાવે તો તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આજનો ઓર્ડર રદ થઈ જશે.ત્યારબાદ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરીટના ચાર્જશીટ પ્રમાણે તેમની સામે પગલાં આવશે. નીતિન સાંડેસરાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ તપાસ કરી છે. તેમણે ચાર્જસીટ પણ ફાઈલ કરી હતી.

બેન્કરો નારાજ

નીતિન સાંડેસરાને લગભગ ૭૫ ટકા નાણાં માફ કરીને પૈસા ભરીને ગુનામાંથી માફી આપવાના નિર્ણયથી બેન્કરો નારજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્રિમિનલ એક્ટિવિટી કરનારાઓને માફી આપવાની પ્રથા શરૃ કરવામાં આવશે તો નિરવ મોદી, જતીન મહેતા, મેહૂલ ચોકસી અને વિજય માલ્ય સહિતના તમામ ડિફોલ્ટર્સ નાની રકમ જમા કરાવીને માફી મેળવી લેવાનો માર્ગ અપનાવશે. આ પ્રથા બેન્કના ભાવિ માટે જોખમી સાબિત થઈ શકે છે.

ફોરેન બોન્ડના ઇન્વેસ્ટર્સ કેસમાંથી હટી ગયા

ફોરેન કન્વર્ટિબલ બોન્ડમાં રોકાણ કરનારાઓ નીતિન સાંડેસરા સામેના આજના કેસમાંથી આજે સવારે જ છૂટા થઈ ગયા હતા. તેમણે તેમના રૃા. ૬૦૦ કરોડ અને વ્યાજ મળીને રૃા. ૧૮૦૦ કરોડના લેણે માળવવા માટે અલગથી કેસ કરવાનું નક્કી કર્યું છે. પરિણામે રૃા.૨૦૦૦૦ કરોડને બદલે રૃા. ૧૮૦૦૦ કરોડના બાકી લેણાનો કેસ સેટલ થયો છે.  આ બોન્ડમાં ગલ્ફ કન્ટ્રી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંઘના દેશના ઇન્વેસ્ટર્સે તેમના નાણાંનું રોકાણ કર્યું હતં. તેઓ પણ તેના નાણાં પરત તેમને મળી જાય તેના પ્રયાસ કરી રહ્યા છે.

Read Previous

વિદેશી રોકાણકારો માટે સારા સમાચાર, સેબી ડિજિટલ FPI નોંધણી સિસ્ટમ રજૂ કરશે!

Read Next

સીજીએસટીના અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ, તપાસની મંજૂરી પર દરોડાની કાર્યવાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular