2026માં ધ્યાનમાં રાખવા જેવા જાહેરક્ષેત્રની બેન્કના મિડકેપ શેર્સ, નફો મળી શકે

હવે જાહેર ક્ષેત્રની મોટી બેંકો પણ આવું જ મોડેલ અપનાવશે કે નહીં. હવે મોટી પીએસયુ બેન્કના Q3FY2025-26ના પરિણામોની પણ જાહેરાત જલદી જ થવાની છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) અને બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) એ ડિસેમ્બર 2025 ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. આ બંને બેંકોમાં રિટેલ લોનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. આ વ્યૂહરચનાના કારણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) પર પડતા દબાણને સંભાળવામાં આ નાની PSU બેંકોને ખાસ્સી મદદ મળી છે. હવે બેન્કિંગ શેર્સના રોકાણકારો નજર રાખી રહ્યા છે કે જાહેર ક્ષેત્રની મોટી બેંકો પણ આવું જ મોડેલ અપનાવશે કે નહીં. હવે મોટી પીએસયુ બેન્કના Q3FY2025-26ના પરિણામોની પણ જાહેરાત જલદી જ થવાની છે.
રોકાણકારોનો બેંકિંગ સેક્ટરના શેરોમાં હાલ ભારે રસ જોવા મળી રહ્યો છે. બુધવારે BSE બેન્કેક્સ ઇન્ડેક્સ 67,183.9 પર બંધ આવ્યો હતો. બેન્કેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તર 67,379.3ની ખૂબ નજીક છે. આ સપ્તાહની શરૂઆતમાં જ ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રે પોતાના પરિણામો જાહેર કર્યા હતા. વ્યાપક બેંકિંગ સિસ્ટમની દિશા સમજવા માટે રોકાણકારો આ બેંકોના વિવિધ ઓપરેશનલ પરિમાણો પર બારીક નજર રાખી રહ્યા છે. આ બધું એ સમયગાળામાં થઈ રહ્યું છે જ્યારે RBI એ ડિસેમ્બર 2025ની શરૂઆતમાં રેપો રેટમાં ઘટાડો સહિત અનેક પગલાં લઈ લોનની કિંમત ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.
માર્જિન દબાણ અને રિટેલ લોન વ્યૂહરચના
ચેન્નાઈ સ્થિત ઇન્ડિયન ઓવરસીઝ બેંકનું NIM ડિસેમ્બર 2025 ત્રિમાસિકમાં 3.32 ટકા રહ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. પૂણે સ્થિત બેંક ઓફ મહારાષ્ટ્રનું NIM Q3FY2025-26માં 3.88 રહ્યું હતું. બીજીતરફ બેન્ક ઓફ મહારાષ્ટ્રનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.98 ટકા રહ્યું હતું. ડિસેમ્બર 2025માં રેપો રેટ ઘટાડાના કારણે બેંકોના NIM પર અસ્થાયી દબાણ આવ્યું છે.
લોન બુક પ્રદર્શન: IOB સામે બેંક ઓફ મહારાષ્ટ્ર
IOBની કુલ એડવાન્સ વાર્ષિક ધોરણે સરખાવતા 18.8 ટકા વધીને રૂ. 2.91 લાખ કરોડ થયું છે. આ વૃદ્ધિ પાછળ રિટેલ લોનમાં 43 ટકા અને કૃષિ લોનમાં 34 ટકાની વૃદ્ધિ મુખ્યત્વે જવાબદાર છે. બીજી તરફ, બેંક ઓફ મહારાષ્ટ્રનું એડવાન્સ રૂ. 2.69 લાખ કરોડ રહ્યું છે. તેમાં વાર્ષિક ધોરણે લગભગ 20 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. તેમ જ છૂટક ધિરાણમાં-રિટેલ એડવાન્સમાં 36.4 ટકાનો વધારો થતાં બેન્કને મોટો ફાયદો થયો છે. કાર લોન અને ગોલ્ડ લોન જેવી રિટેલ લોન સામાન્ય રીતે કોર્પોરેટ લોનની સરખામણીમાં વધારે વ્યાજ આવક આપે છે. તેને કારણે NIM પરનું દબાણ ઘટાડવામાં મદદ મળે છે.
એસેટ ક્વોલિટી અને પ્રોવિઝનિંગ
IOBની એસેટ ક્વોલિટી મજબૂત રહી. ડિસેમ્બર 2025માં તેની નેટ NPA માત્ર 0.24 ટકા જ હતી, બીજીતરફ તેની આગળના સમયગાળામાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની નેટ એનપીએ માત્ર 0.42 ટકા જ હતી. બેંક ઓફ મહારાષ્ટ્રમાં પણ એસેટ ક્વોલિટી સારી રહીછે. તેની નેટ NPA 0.15% રહી હતી. તેની આગળના સમયગાળામાં બેન્કની નેટ એનપીએ માત્ર 0.2 ટકા રહી હતી.
IOBમાં NPA માટેના પ્રોવિઝનમાં વાર્ષિક ધોરણે 23 ટકાનો ઘટાડો થઈને રૂ. 307.7 કરોડ પર આવી ગઈ છે. પરિણામે નેટ નફો વાર્ષિક ધોરણે 56.4 ટકા વધીને રૂ. 1,365.1 કરોડ થયો છે. બેંક ઓફ મહારાષ્ટ્રમાં NPA પ્રોવિઝન રૂ. 660 કરોડની કરવાની આવી છે.છતાં મજબૂત લોન વૃદ્ધિના કારણે વાર્ષિક ધોરણે તેનો નેટ નફો 26.5 ટકા વધીને રૂ. 1,779.3 કરોડ થયો છે.
Return on Assets (RoA)ની વાત કરીએ તો વાર્ષિક ધોરણે IOBનું RoA 1.28 ટકા રહ્યું છે. બીજીતરફ વાર્ષિક ધોરણે બેંક ઓફ મહારાષ્ટ્ર RoA 1.86 ટકા રહ્યું છે. રિટર્ન ઓન એસેટ વધારવા બંને બેન્કો સક્રિય છે. આગામી ત્રિમાસિકોમાં લોન વૃદ્ધિ, NIM મેનેજમેન્ટ અને અન્ય ઓપરેશનલ પરિમાણો પર રોકાણકારોની નજર રહેશે. સાથે-સાથે વિદેશી બેંકો અને NBFC દ્વારા વધતી સ્પર્ધા સામે નાની PSU બેંકો કેવી રીતે ટકી રહે છે તે પણ જોવું મહત્વપૂર્ણ રહેશે.
નાની PSU બેંકો માટે તક
પ્રચાર માધ્યમોના અહેવાલો અનુસાર, IOBને QIP-qualified institurional placementના માધ્યમથી રૂ. 4,000 કરોડની મૂડી એકત્રિત કરવાની મંજૂરી મળી છે, જેના કારણે કેન્દ્ર સરકારનો હિસ્સો (હાલ 92.4 ટકા સુધી ઘટી શકે છે. પરિણામ જાહેર થયા બાદ IOBનો શેર 1.8 ટકા વધીને રૂ. 36.1 થઈ ગયો છે. શેર હાલમાં તેના 52-અઠવાડિયાના નીચલા સ્તર રૂ. 33ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. બેંક ઓફ મહારાષ્ટ્રના પરિણામ બાદ તેનો શેર 1.3 ટકા વધીને રૂ. 65.9 થયો અને તે રૂ. 67.8ના 52-અઠવાડિયાની સર્વોચ્ચ ભાવ સપાટીની નજીક પહોંચી ગયો છે.
IOB P/E-પ્રાઈસ અર્નિગં રેશિયો 14.6નો છે. બેંક ઓફ મહારાષ્ટ્ર P/E રેશિયો 7.8નો છે. SBI P/E: 13.3નો છે. પ્રાઈસ ટુ બુકની દ્રષ્ટિએ જોવામાં આવે તો IOB 1.9 ગણું છે. તેની ઇતિહાસિક રેન્જ 1.1 – 5.2ની છે. બેંક ઓફ મહારાષ્ટ્રનો 1.5 ગણો છે. તેની રેન્જ 0.7 – 2.9ની છે. તેની સામે એસબીઆઈ-SBI પ્રાઈસ ટુ બુક રેશિયો 1.8 ગણો છે. આ આંકડાઓ દર્શાવે છે કે બંને નાની PSU બેંકો 2026 માટે રોકાણકારોની વોચલિસ્ટમાં રાખવા જેવી છે.



