• 1 December, 2025 - 12:12 PM

સોલાર પેનલ મેન્યુફેક્ચરર્સ ફરી ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરની જાળમાં ફસાયા

સોલાર પેનલ મેન્યુફેક્ચરર્સને ફરી ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરની સમસ્યા નડવા માંડતા વર્કિંગ કેપિટલ વધારવાની સતત પડી રહેલી ફરજ

ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને કારણે સતત સલવાયેલી રહેતી જીએસટીની ૭થી ૯ ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ

અમદાવાદઃ સોલાર પેનલ(Solar penal) પરના જીએસટીના દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યા તે પછી લોકોને સોલાર પેનલ થોડી ગણી સસ્તી મળતી થઈ હશે, પરંતુ પેનલ મેન્યુફેક્ચરર્સ(Penal manufacturers)ની હાલાકી વધી ગઈ છે કારણ કે સોલાર પેનલ બનાવવા માટેના કાચા માલ પર તેમણે વધુ જીએસટી(High GST on raw material) ચૂકવવો પડતો હોવાથી તેમના ઇનપુટ ટેક્સ ક્રેડિટના નાણાં સરકારમાં જમા જ પડી રહે છે.

કેન્દ્ર સરકારે તેમને જીએસટીનું રિફંડ(GST Refund) આપવાની વ્યવસ્થા કરી હોવા છતાંય તેમના નાણાં સલવાયેલા પડયા રહે છે, કારણ કે લાંબા સમય સુધી તેમને રિફંડ(Delay in refund) મળતું જ નથી. પરિણામે નવ મૂડી ઉમેરતા રહેવાની ફરજ પડી રહી છે. સોલાર પેનલ પરની વધાારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની સિસ્ટમ અત્યંત ગૂંચવાડા ભરી છે. તેના પૈસા પાછા મળવામાં વિલંબ થતો હોવાથી ફસાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના નાણાં તેઓ પેનલના ઉત્પાદન ખર્ચમાં જોડી દે છે. તેથી તેમના પ્રોડક્ટ્સ મોંઘા પડી રહ્યા છે. તેમની સ્પર્ધાત્મકતા ખતમ થઈ રહી છે.

સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા કિશોરસિંહ ઝાલા (Kishorsingh Zala)નું કહેવું છે કે અત્યારે સોલાર પેનલ માટે જોઈતા એલ્યુમિનિયમ પર ૧૮ ટકા,ગ્લાસ પર ૧૮ ટકા અને તેને માટેના લેબર ખર્ચ પર ૧૮ ટકા જીેસટી ભરવાનો આવે છે. પરિણામે દરેક વેચાણ પર મેન્યુફેક્ચરર્સના સાતથી નવ ટકાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફસાયેલી પડી રહે છે. પરિણામે તેમણે સતત નવી વર્કિગ કેપિટલ(working capital) ઉમેરવી પડે છે.

જીએસટીનો અમલ થયો ત્યારે પણ સોલાર પેનલ પર ૫ ટકા જીએસટી હતો. પરંતુ તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ન મળતી હોવાથી તેમણે રજૂઆત કરતાં તેના પરનો જીએસટી વધારીને ૧૨ ટકા કરી દીધો છે.હવે ૧૨ ટકાનો સ્લેબ કાઢી નાખ્યો છે. હવે ૫, ૧૮, અને ૪૦ ટકાનો સ્લેબ જ રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટને પ્રોસેસ કરવા માટે રિફંડની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. રિફંડની પ્રક્રિય અત્યંત ગૂચવાડા ભરી છે. બીજું રિફંડ પાછુ મળવામાં બહુ જ લાંબો સમય લાગી રહ્યો છે. પરિણામે જીએસટીના દર ઘટાડાનો વ્યવસ્થિત લાભ તેમને મળતો જ નથી. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને કારણે સોલાર પેનલની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી રહી છે. તેમના મની રોટેશનની-પૈસા ફરવાની ઝડપ ખાસ્સી ઘટી ગઈ છે. સરકારે જીએસટીના દર બદલ્યા પછી તેમના પૈસા અટકી પડતા હોવાથી તેમનો ઉત્પાદન ખર્ચ ઊંચો જઈ રહ્યો છે.

તદુપરાંત જૂન ૨૦૨૫થી ભારત સરકારે સોલાર સિસ્ટમ માટે ભારતીય બનાવટની પેનલ જ (Only Indian Penal to be used)વાપરવાની ફરજિયાત કરી દીધી હોવાથ નાના મેન્યુફેક્ચરર્સની ઇનપુટ ટેક્સ ક્રેડિટના પડી રહેતા પૈસાને કારણે હાલાકી વધી ગઈ છે. બીજું, સોલાર પેનલ બનાવવા માટેની પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ સરકારે જાહેર કરી છે. ભારતમાં આ પ્રકારની સ્કીમનો બહુધા મોટા મેન્યુફેક્ચરર્સ જ લાભ ઊઠાવે છે. તેથી નાના મેન્યુફેક્ચરર્સની(small solar penal manufacturers facing troubles) હાલાકી વધી જાય છે. આમ નાના અને મધ્યમ કદના મેન્યુફેક્ચરર્સ દંડાઈ રહ્યા છે. તેમના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના અટકી પડતાં નાણાંનું સાતથી નવ ટકાનું અને તેનાથીય ઓછા ગણીએ તો સાત ટકાનું ભારણ તો આવે જ છે.

Read Previous

કચ્છનાં અખાતમાં માંડવી નજીક 50 મેગા વોટનાં ટાઈડલ બેઝ પાવર પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે ફાળવ્યા છે 70 કરોડ રુપિયા

Read Next

સપ્ટેમ્બર 2025 સુધીના છ માસમાં NRI ડિપોઝિટ્સમાં 40 ટકા ઘટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular