Stock Idea : ઓટોમોટીવ ગ્લાસના સેક્ટરની લીડિંગ કંપની
- Asahi India Glass Ltd: વોલ્યુમ સાથે વધી રહેલો ભાવ Code: BOM 515030
મારુતિ ઉદ્યોગ અને આસાઈ જાપાને પ્રમોટ કરેલી કંપની આસાઈ ઇન્ડિયા ગ્લાસ લિમિટેડના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 467નો છે. ત્રીજી ફેબ્રુઆરીના રોજ કંપનીના શેર્સનો ભાવ દસ વર્ષની ઊંચી સપાટીએ રૂ. રૂ. 622 પર પહોંચ્યો છે. ત્યારબાદ શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
હવે કોન્સોલિડેશન ઝોનમાં આવ્યો છે. ઓટોમોટીવ ગ્લાસમાં 73 ટકા હિસ્સા સાથે પ્રથમ ક્રમની કંપની છે. આર્ટિફિશિયલ ગ્લાસમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ઓટોમોટીવ ગ્લાસના સેક્ટરની લીડિંગ કંપની તરીકેનું સ્થાન ધરાવતી કંપનીનું પરફોર્મન્સ સતત સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના શેરના વોલ્યુમમાં વધારો થઈ રહ્યો છે. આસાહી ઇન્ડિયાના શેરનું સરેરાશ વોલ્યુમ 2.75 લાખ શેરથી વધુનું છે. શેરદીઠ રૂ. 12.41ની કમાણી ધરાવતી આ સ્ક્રિપમાં રૂ. 400નો સ્ટોપલૉસ રાખીને રોકાણ કરી શકાય છે. શેરનો ભાવ રૂ. 550થી 600ના મથાળા સુધી જઈ શકે છે.
કંપનીના કામકાજ અને નફામાં સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના માર્જિન વધી રહ્યા છે. શેર્સમાં કરેલું રોકાણ લાભદાયી સાબિત થઈ શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.