Stock Idea : ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવતી કંપનીએ 90 દિવસ પછી પોઝિટીવ સુપરટ્રેન્ડ બનાવ્યો છે.

Mahindra CIE Automotive Pvt. Ltd.માં ઇન્વેસ્ટ કરી લાભ લણી શકાય (BSE Code: 532756)
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની કંપની મહિન્દ્રા સી.આઈ.ઈ. ઓટોમોટિવ લિમિટેડ (Mahindra CIE Automotive Pvt. Ltd.) ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવતી કંપની છે. શેરબજારમાં કંપનીએ 90 દિવસ પછી પોઝિટીવ સુપરટ્રેન્ડ બનાવ્યો છે. હાલમાં છથી સાત લાખ શેર્સનું વોલ્યુમ ધરાવતી કંપનીનો શેર બ્રેકઆઉટ આપીને રૂ. 194ની ભાવ સપાટીએ પહોંચ્યો છે.
કંપનીના શેરમાં રૂા.170નો સ્ટોપલૉસ રાખીને રૂ. 188થી 190ની ભાવ રેન્જમાં લેણ કરી શકાય છે. કંપનીના શેરનો ભાવ રૂ. 225 સુધી જઈ શકે છે. છેલ્લા બાવન અઠવાડિયામાં સ્ક્રિપના ભાવે રૂ.312નું ટોપ અને રૂ. 150નું બોટમ જોયું છે. રૂ.10ની ફેસવેલ્યુનો શેર પર કંપની 1.20 ટકાથી વધુ ડિવિડંડ પણ આપે છે. કંપનીની શેરદીઠ કમાણી રૂા. 10.30ની આસપાસ છે. શેરનું બજાર મૂડીકરણ રૂ. 7344 કરોડનું છે. તેમ જ બુકવેલ્યુ રૂ. 137ની છે.
આ કંપની યુરોપિયન સંઘના ઘણાં બધાં દેશોમાં એકમો ધરાવે છે. આ કંપનીનો શેર અત્યાર સુધી અન્ડરપરફોર્મ કરી રહ્યો હતો. ફંડામેન્ટલ્સ સારા છે. સ્ક્રિપમાં રોકાણ કરી લાભ લણી શકાય.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.