Stock Idea : કોફીના બિઝનેસની કંપનીએ દસ વર્ષનો સૌથી મોટો નફો કર્યો

BOM: 519600
CCL Products (India) Limitedના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 409ની આસપાસનો છે. કંપનીના શેરનો ભાવ ટૂંકા ગાળાની તમામ મુવિંગ એવરેજથી ઉપરની તરફ બંધ આવ્યો છે. કંપનીના શેરની અર્નિંગ પર શેર રૂ.15.10ની છે.
કંપનીનો પીઇ રેશિયો 27.07નો છે. કોફીના બિઝનેસની તમામ કંપનીઓનો મળીને પીઈ રેશિયો 75નો છે. કંપની કોફીના બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપનીઓ ચાલુ વરસે દસ વર્ષનો સૌથી ઊંચો નફો કર્યો છે. દસ વર્ષનું સૌથી વધુ વેચાણ પણ આ વરસે જોવા મળ્યું છે.
કંપનીનો શેર રૂ. 514ના ભાવે પહોંચ્યા બાદ તેનો ભાવ સતત ઘટતો આવ્યો છે. તેના ભાવમાં હવે સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે. રૂ. 380થી 400ની રેન્જમાં રૂ. 350નો સ્ટોપલૉસ રાખીને રોકાણ કરી શકાય છે. શેરનો ભાવ રૂ. 460થી 475 સુધી જઈ શકે છે.