Stock Idea : માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામોમાં બમ્પર નફો કરે તેવી સંભાવના

BOM: 500877
Apollo Tyres Limitedના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 210ની આસપાસનો છે. ટાયરના બિઝનેસના ક્ષેત્રની આ એક અગ્રણી કંપની છે. કંપનીની શેરદીઠ કમાણી 12.79ની છે. કંપનીના શેરનો પીઈ રેશિયો 16.42નો છે. ઇન્ડસ્ટ્રીઝનો પીઈ રેશિયો 30.93 કરતાં આકર્ષક મૂલ્યથી શેર મળી રહ્યો છે.
શેરની બુક વેલ્યુ રૂ. 185ની છે. છેલ્લા ત્રણ વર્ષથી કંપનીના નફામાં ઘટાડો જોવાયા બાદ આ વરસે તેના નફામાં સુધારો જોવા મળી રહ્યો છે. આ વરસે કંપની બમ્પર નફો કરે તેવી શક્યતા છે. માાર્ચ 2022ના પૂરા થયેલા ગાળાના સારા પરિણામોની જાહેરાત થવાની સંભાવના છે.
બોલિંગર બેન્ડમાં અપવર્ડ ચેનલનો બ્રેકઆઉટ આપ્યો છે. રૂ. 175થી 180નો સ્ટોપલૉસ રાખીને રૂ.210ના વર્તમાન ભાવે લેણ કરી શકાય છે. માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામ પછી શેરનો ભાવ રૂ. 250થી 260 સુધી જાય તેવી શક્યતા છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ