Stock Idea : ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેરનો ભાવ રૂ. 325ને આંબી શકે

code: BOM: 539150 PNC Infratech Ltd.ના શેરનો ભાવ રૂ. 271ની આસપાસનો છે. 58 દિવસ પછી શેરના ભાવમાં પોઝિટીવ સુપરટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કંપનીના શેરની દીઠ કમાણી રૂ. 18.85 છે. તેનો પીઈ રેશિયો 14.36નો છે.
એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે કંપની કરી રહી છે. આ ઇન્ડસ્ટ્રીઝનો પીઈ 48નો છે. તેની સામે આ કંપનીનો શેર ઘણાં જ નીચા પીઈ મલ્ટીપલથી મળી રહ્યો છે. કંપનીમાં માત્ર 7 ટકા હોલ્ડિંગ જ પબ્લિકનું છે. કંપનીમાં એફઆઈઆઈ અને મ્યુચ્યુઅલ ફંડનું ઘણું મોટું હોલ્ડિંગ છે. કંપનીના પ્રમોટરનું શેરહોલ્ડિંગ ઘણું જ મોટું છે. શેરનો ભાવે ગુરૂવારે બુલિશ એન્ગલની પેટર્ન બનાવી બ્રેકઆઉટ આપ્યો છે.
શેરના ભાવે છેલ્લા બાવન અઠવાડિયામાં રૂ. 395નું ટોપ અને રૂ.177નું બોટમ જોયું છે. તગડું વોલ્યુમ ધરાવતા આ શેરનો ભાવ એક મહિનાની ઊંચી સપાટીએ શેરનો ભાવ પહોંચ્યો છે. રૂ. 250નો સ્ટોપલૉસ રાખીને રૂ. 276ના ભાવે લેણ કરી શકાય છે. શેરનો ભાવ રૂ. 325નું મથાળું બતાવી શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.