Stock Idea : મંદીના માર્કેટમાં 10 સ્ક્રિપમાં કરેલું રોકાણ છ-બાર મહિનામાં સારુ વળતર અપાવશે

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 55,700 અને નિફ્ટી ઇન્ડેક્સ 16,700થી નીચી સપાટીએ બંધ આવ્યા છે. બંને ઇન્ડેક્સ 200 દિવસની મુવિંગ એવરેજથી નીચે બંધ આવ્યા છે. તેથી બંને આંક મહત્વના છે. બજાર હજીય વધુ નીચે જઈ શકે છે. આ સ્થિતિમાં ઊછાળે વેચવાની નીતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બજાર ડાઉન હોવા છતાંય ઘણી કંપનીઓના 31મી માર્ચ 2022ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો ઘણાં જ સારા આવ્યા છે. આ કંપનીઓના શેરમાં ઘટાડે રોકાણ કરવાનું આયોજન પણ કરી શકાય છે. આ કેટેગરીમાં આવતી કંપનીના શેરના ભાવમાં આરંભમાં તમે આયોજન કરેલા કુલ રોકાણના 25 ટકા નાણાંનું રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ દરેક 5 ટકાના ઘટાડે 25 ટકા ઇન્વેસ્ટમેન્ટ ઉમેરતા જનારને લાંબા ગાળે ફાયદો થવાની સંભાવના છે. આ કેટેગરીમાં દસ સ્ક્રિપને મૂકી શકાય તેમ છે. આ સ્ક્રિપમાં હિન્દુસ્તાન ઝિન્ક (અંદાજિત ભાવ રૂ.310) ટાઈટન (અંદાજિત ભાવ રૂ.2200) કેમ્પ્સ (અંદાજિત ભાવ રૂ.2350) ભેલ (અંદાજિત ભાવ રૂ.51) ઇન્ફો એજ એટલે કે નોકરી ડોટ કોમ (અંદાજિત ભાવ રૂ. 4000) આરતી ડ્રગ્સ (અંદાજિત ભાવ રૂ.430) જ્યુબિલિયન્ટ ઇન્ગ્રેવા (અંદાજિત ભાવ રૂ.450) આઈટીસી (અંદાજિત ભાવ રૂ.250), કોટક બેન્ક (અંદાજિત ભાવ રૂ.1750), એચડીએફસી બેન્ક (અંદાજિત ભાવ રૂ.1300) અને વિપ્રો (અંદાજિત ભાવ રૂ.480)નો સમાવેશ થાય છે. બ્રેકેટમાં આપેલા ભાવની આસપાસની ભાવ સપાટીએ તેની ખરીદી કરી શકાય છે. સ્ટોક ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રટજીની વાત કરીએ તો સૌથી પહેલા દરેક સ્ક્રિપમાં કેટલું રોકાણ કરવું તેનું આયોજન કરી લેવાનું રહેશે. રોકાણકારે તેના કુલ ટાર્ગેટેડ રોકાણના પહેલા 25 ટકા રોકાણ વર્તમાન બજાર ભાવે કરવાનું રહેશે. ત્યારબાદ દરેક 5 ટકાના ઘટાડે બીજા 25-25 ટકા રોકાણ કરી શકાય છે. આ નીતિથી રોકાણ કરનારાઓને છથી બાર માસના ગાળામાં ખાસ્સો ફાયદો થઈ શકે છે. વૈશ્વિક કંપનીની વાત કરવામાં આવે તો તેમાં પણ અત્યારે વેચવાલી જોવા મળી છે. વૈશ્વિક સ્તરની કંપની માફંગ ઇટીએફ નામની મેરાઈની કંપની છે. રૂ. 41ની આસપાસનો તેનો ભાવ છે. આ ઈટીએફમાં પણ 39થી 40ના ભાવે રોકાણ કરી શકાય છે. રોકાણ માટેનો આ એક સારો વિકલ્પ છે. આ કેટેગરીમાં આવતી કંપનીઓમાં માઈક્રોસોફ્ટ, એમેઝોન, એપલ, નેટફ્લિક્સ, ફેસબુક, ગુગલ, ટેસલા જેવા શેર્સનો સમાવેશ થાય છે. રોકાણ કરવા માટેના આ સારા વિકલ્પ છે. રોકાણકારો ચાંદીના ઈટીએફમાં રોકાણ કરી શકે છે. તેમાં નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડનું ઇટીએફ છે. તેનો ભાવ અત્યારે રૂ. 62ની આસપાસનો ભાવ છે. ચાંદીમાં 60000થી 62000ની રેન્જ આકર્ષક જણાય છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.