Stock Idea : રિયલ એસ્ટેટના ક્ષેત્રની કંપનીનો શેરમાં 45 ટકાથી વધુનું એપ્રિશિયેશન મળી શકે

BSE code: BOM: 532832 India Bull Real Estateના શેરનો ભાવ રૂ. 95ની આસપાસનો છે. છેલ્લા એક વર્ષનો તળિયાનો ભાવ રૂ. 90નો છે. બાવન અઠવાડિયામાં રૂ. 195નું ટોપ અને રૂ. 76નું બોટમ શેરના ભાવે જોયેલું છે. બુક વેલ્યુ રૂ. 80ની છે. છેલ્લા એક મહિનામાં શેરના ભાવમાં 9.5 ટકા અને છેલ્લા છ માસમાં શેરના ભાવમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
કંપનીનું મેનેજમેન્ટ બદલાઈ ગયું છે. કંપનીનું નામ પણ બદલાશે. એમ્બેસી ગ્રુપે કંપનીને ટેકઓવર કરી છે. રૂ. 101ના ભાવે કંપનીનો ઈવાયપી ઇશ્યૂ થયો છે. કંપનીના પ્રોસ્પેક્ટ સારા છે. કંપનીનું એમ્બેસી ગ્રુપ સાથે જોડાણ થવાને કારણે કંપની રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં આગળ પડતું સ્થાન ધરાવતી કંપની બની છે.
ગોદરેજ પ્રોપર્ટી પછી બીજા ક્રમની મોટી લેન્ડબેન્ક આ કંપની પાસે છે. ગોદરેજ પ્રોપર્ટીના શેર કરતાં ત્રીજા ભાગના વેલ્યુએશનથી આ શેર મળી રહ્યો છે. રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. ડાઉનસાઈડ રિસ્ક ઓછું હોવાથી શેરમાં વર્તમાન ભાવે એટલે કે 92થી 93ના ભાવે રોકાણ કરી શકાય છે. રૂ. 80નો સ્ટોપલૉસ રાખીને રોકાણ કરી શકાય છે. ઉપરની તરફ રૂ. 120ના ભાવ સુધી જઈ શકે છે. નિલેશ કોટક, ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.