Stock Idea : લાભ લણવાની તક

Godfrey phillips india: લાભ લણવાની તક BSE code: BOM: 500163
ગોડફ્રે ફિલિપ્સનો વર્તમાન બજાર ભાવ રૂ. 1234 છે. સોમવારે શેરના ભાવમાં 13 ટકાનો વધારો જોવા મળ્યો હતો. શુક્રવાર કરતાં વોલ્યુમમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટોબેકોના બિઝનેસના ક્ષેત્રની ભારતની બીજા ક્રમે આવતી મોટામાં મોટી કંપની છે. કંપનીની મૂળભૂત સ્થાપના 1844માં લંડનમાં કરવામાં આવી હતી. સોમવારે ટોબેકો કંપનીઓના શેરમાં જોવા મળેલા સુધારાનો લાભ આ કંપનીને પણ મળ્યો હતો.
સિગારેટનું જંગી ઉત્પાદન કરતી આ કંપની છે. આગામી દિવસોમાં શેરનો ભાવ રૂ. 1050ની નીચે ન આવે ત્યાં સુધી તેજી જળવાઈ રહેવાની ધારણા છે. રૂ. 1275નો ભાવ કૂદાવી જાય તો રૂ. 1380થી 1400 સુધીનો ભાવ જોવા મળી શકે છે. રૂ.1200ના ભાવની આસપાસ લેણ કરવામાં આવે તો ખૂબ જ સારું વળતર મળી શકે છે.
બાવન અઠવાડિયામાં કંપનીના શેરનો ભાવ રૂ. 1409નું ટોપ અને 831નું બોટમ જોઈ ચૂક્યો છે. કંપનીનું કોલેબોરેશન અમેરિકાની ફિલિપ્સ મોરીસ સાથે છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.