Stock Idea : Jamna Auto Industries Ltd: રૂ. 135નું મથાળું બતાવી શકે

BOM: 520051
Jamna Auto Industries Ltdના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 111ની આસપાસનો છે. 59 દિવસ પછી સુપરટ્રેન્ડ પ્રમાણે કંપનીના શેરે પોઝિટીવ બ્રેકઆઉટ આપ્યો છે. શેરમાં બોલિંગર બેન્ડ પ્રમાણે પણ પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી રહી છે. જમના ઓટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઓટો એન્સિલરીના ક્ષેત્રની એશિયાની એક અગ્રણી કંપની તરીકેનું સ્થાન ધરાવે છે.
કંપનીમાં એફઆઈઆઈનું 5.55 ટકા અને ડીઆઈઆઈનું 13.55 ટકા હોલ્ડિંગ છે. કોરોના પહેલાના નફા સુધી કંપની પહોંચી ગઈ છે. દરેક ત્રિમાસિક ગાળાને અંતે તેના આર્થિક પરફોર્મન્સમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
કંપનીના શેરમાં રૂ. 102નો સ્ટોપલૉસ રાખીને રૂ. 112ની આસપાસના ભાવે સ્ક્રિપમાં લેણ કરી શકાય છે. શેરનો ભાવ ટૂંકાથી મધ્યમ ગાળામાં રૂ. 135થી 140ની ભાવ સપાટીને આંબી જાય તેવી ધારણા છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.