Stock Idea : NTPC: રૂ. 135નો સ્ટોપલૉસ રાખી કામકાજ કરી શકાય

વીજળી પેદા કરવાના અને વીજળીનું વિતરણ કરવાના બિઝનેસ સાથે સંકળાયેલી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસીના શેરનો ભાવ રૂ. 163નો છે. રૂ.1.03 લાખ કરોડની આવક કરતી કંપનીના શેરનો પીઈ રેશિયો 10.49નો છે. ઈપીએસ-અર્નિગ પર શેર 15.57 છે. બુક વેલ્યુ રૂ. 136 છે. માર્ચ 2021માં કંપનીની શેરદીઠ કમાણી રૂ. 13.99ની હતી. ગઈકાલે શેરનો ભાવ દસ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. શેરનો ભાવ રૂ. 164 સુધી ગયા પછી બજાર ઘટ્યું હોવા છતાંય રૂ. 163 પર બંધ આવ્યો છે. શેરનો પીઈ રેશિયો 11.08નો છે. ડિવિડંડ આપતી કંપની છે. 2032ની સાલ સુધીમાં 130 ગીગાવોટ વીજળી પેદા કરતી કંપનીની કેટેગરીમાં પહોંચવાનું લક્ષ્યાંક છે. તેના શેરનો ભાવ રૂ. 165ની સપાટીએ આવે ત્યારે રૂ.135નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. શેરનો ભાવ સુધરીને રૂ. 190ની સપાટી બતાવી શકે છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.