Stock Idea : ઇલેક્ટ્રિક વેહિકલનો એડવાન્ટેજ મળતાં શેરનો ભાવ સુધરી શકે

BOM: 532756
Mahindra CIE Automotive Ltd.ના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 224ની આસપાસનો છે. કંપનીનો શેર છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત સુધરી રહ્યો છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ.10.36 છે. રૂ. 10ની મૂળ કિંમતના શેરનો પ્રાઈસ ટુ અર્નિગ-પીઈ રેશિયો 19.21નો છે. શેરની બુક વેલ્યુ રૂ. 137ની છે.
ઓટો એન્સિલિયરીના સેક્ટરની અન્ય કંપનીઓના પીઈ રેશિયો 42નો ચાલી રહ્યો છે ત્યારે આ શેર આકર્ષક ભાવે બજારમાં મળી રહ્યો છે. કંપનીનું મોટાભાગનું કામકાજ યુરોપના દેશોમાં છે. ઇલેક્ટ્રિક વેહિકલના સેગમેન્ટનો થઈ રહેલો વિકાસ આ કંપનીન ખાસ્સો ફાયદો કરાવી શકે છે.
રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ હોવાથી રૂ. 190થી 200નો સ્ટોપલૉસ રાખીને લેણ કરનારને 10 દિવસના ગાળામાં રૂ. 240 કે તેનાથી ઉપરનો ભાવ જોવા મળી શકે છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ