Stock Idea : ફોર વ્હિલરના ફાઈનાન્સનું કામ કરતી આ મહિન્દ્રા ગ્રુપની કંપનીના ફંડામેન્ટલ્સ સારા છે.

Mahindra and Mahindra Financial Services Limited: રૂ.210નું મથાળું બતાવી શકે BSE code: 532720
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેરનો ભાવ રૂ. 180નો છે. ફોર વ્હિલરના ફાઈનાન્સનું કામ કરતી આ મહિન્દ્રા ગ્રુપની કંપની છે. ઓક્ટોબર 2021 પછી પહેલીવાર વેલ્યુવેઈટેડ એવરેજ પ્રાઈસ 180 પર આવી છે. તે એક પોઝિટીવ સંકેત છે.
બોલિન્ગર બેન્ડ પ્રમાણે પણ શેરનો ભાવ અપર બેન્ડની ઉપર આવી છે. રૂ. 162નો સ્ટોપલૉસ રાખી ખરીદી શકાય છે. આગામી દિવસોમાં રૂ. 210 સુધી ભાવ જઈ શકે છે. કંપનીના ફંડામેન્ટલ્સ સારા છે. કંપનીની ચોખ્ખી આવક રૂ.773 કરોડની છે. ચોખ્ખા નફાનું માર્જિન 6.38 ટકા છે.
કંપની ડિવિડંડ પણ આપે છે. કંપનીનો શેર એટ્રેક્ટિવ વેલ્યુએશનથી મળી રહ્યો છે. કંપનીનો લોન રિકવરી રેટ સારો છે. તેમ જ નવી લોનમાં પણ સારો વધારો થઈ રહ્યો છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.