Stock Idea : મહિનામાં રૂ. 2280થી વધીને રૂ. 2600નું મથાળું બતાવી શકે

BOM: 505790
Schaeffler India Ltdના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 2240-2278ની આસપાસનો છે. ઓટોમોટીવના સેક્ટરની અગ્રણી કંપની છે. છેલ્લા દસ વર્ષના ફાઈનાન્શિયલ પર નજર નાખીએ તો આ વરસે સૌથી વધુ રૂ. 697 કરોડનો જંગી નફો કર્યો છે. દસ વર્ષમાં પહેલીવાર આટલો જંગી નફો કંપનીએ કર્યો છે. છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ વેચાણ પણ આ વરસે નોંધાયું છે.
કંપનીની શેરદીઠ કમાણી રૂ.44.57ની છે. કોટક મ્યુચ્યુ્અલ ફંડ પાસે કંપનીના 4 ટકા, યુટીઆઈ પાસે 2 ટકા, સુન્દરમ પાસે 1.34 ટકા શેર્સનું હોલ્ડિંગ છે. આ સેક્ટરની બધી જ કંપનીઓના માર્જિન પર દબાણ વધી રહ્યું છે ત્યારે આ કંપનીના માર્જિનમાં 3 ટકાનો સુધારો જોવા મળ્યો છે. દસ વર્ષ બાદ કંપનીના શેરના ભાવમાં સારો બ્રેકઆઉટ જોવા મળ્યો છે. શેરનો ભાવ રૂ. 2275થી 2300ની આસપાસ થાય ત્યારે રૂ. 2100નો સ્ટોપલોસ રાખીને લેણ કરી શકાય છે.
દસથી વીસ ટ્રેડિંગ સેશનમાં શેરનો ભાવ રૂ. 2600થી ઉપર જવાની શક્યતા દેખાય છે. વર્તમાન ભાવ સપાટીથી તેમાં ઘટાડો થવાની સંભાવના બહુ જ ઓછી દેખાય છે. રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. આ સપાટીથી ઘટાડાની જગ્યા ઓછી છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ