Stock Idea : વિશ્વના ટોચના પાંચ ગ્રુપમાં આવતા એમ્બેસી ગ્રુપે ભારતની આ કંપનીને ટેકઓવર કરી છે

Indiabulls Real Estate સારુ રિટર્ન અપાવી શકે (BSE Code: BOM 532832)
વિશ્વના ટોચના પાંચ ગ્રુપમાં આવતા એમ્બેસી ગ્રુપે ભારતના રિયલ એસ્ટેટના સેક્ટરની કંપની ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટને ટેકઓવર કરી છે. ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ (Indiabulls real estate)નો વર્તમાન બજાર ભાવ રૂ. 117નો છે. ટેકનિકલી જોવામાં આવે તો સ્ક્રિપ ટૂંકા ગાળાની બધી જ મુવિંગ એવરેજ ઉપર બંધ આવી રહી છે. સ્ક્રિપનો આરએસઆઈ પોઝિટીવ છે. કંપનીના શેરે રૂ. 121ની ભાવ સપાટી કૂદાવી દીધી હોવાથી સ્ક્રિપમાં 131થી 145 સુધીની મોમેન્ટમાં જોવા મળી શકે છે.
સ્ક્રિપમાં ટ્રેડિંગ કરવા ઇચ્છનાર રૂ. 108નો સ્ટોપલોસ રાખીને રૂ. 121ની સપાટીએ લેણ કરી શકે છે. સ્ક્રિપનો રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. કંપનીનું મેનેજમેન્ટ ચેન્જ થયું હોવાથી કંપનીનો ગ્રોથ અને ફંડામેન્ટલ્સમાં નોંધપાત્ર સુધારો થયો છે. પહેલા કંપની કોમર્શિયલ પ્રોપર્ટીના બિઝનેસમાં હતી. હવે કંપનીએ કોમર્શિયલ ઉપરાંત રેસિડેન્સિયલ અને રેન્ટલના બિઝનેસમાં પણ જંપલાવ્યું છે.
કંપનીના શેરના ભાવે બાવન અઠવાડિયા દરમિયાન રૂ. 195નો હાઈ અને રૂા.72નો લૉ પ્રાઈસ જોયો છે. રૂ.2ની મૂળ કિંમતની સ્ક્રિપનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 5370 કરોડની આસપાસનું છે. કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં તેના માથેના દેવામાં 80 ટકાથી વધુનો ઘટાડો કરી દીધો છે. તેની સામે કંપનીની મૂડૂ રૂ. 6863 કરોડની આસપાસની છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.