Stock Idea : શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 136નો છે. શેરમાં વોલ્યુમ સાથે તેજી તરફી બ્રેક આઉટ આવ્યો છે.

J K Tyres: વર્તમાન બજાર ભાવે લેણ કરી શકાય BSE code BOM: 530007
જે.કે. ટાયર્સના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 136નો છે. શેરમાં વોલ્યુમ સાથે તેજી તરફી બ્રેક આઉટ આવ્યો છે. શુક્રવારે વોલ્યુમમાં પણ વધારો થયો છે. બુલિશ એન્ગલથી પિન કેન્ડલ બનાવી છે. ટેકનિકલ ચાર્ટમાં બુલિશ એન્ગલ પિન કેન્ડલ બાર બને તો શેરનો ભાવ નીચે જવાની શક્યતા સીમિત હોવાનો અને નજીકના ભવિષ્યમાં શેરના ભાવમાં વધારો થવાનો નિર્દેશ મળે છે. તેથી વર્તમાન બજાર ભાવે શેરમાં ઇન્વેસ્ટ કરી શકાય છે.
બોલિન્ગર બેન્ડ પ્રમાણે અપર બેન્ડ ઉપર નીકળ્યો છે. બોલિન્ગર બેન્ડમાં શેરની વધઘટનો નિર્દેશ મળે છે. બોલિન્ગર બેન્ડમાં જે.કે. ટાયરના કિસ્સામાં સુધારા તરફી સંકેત આપી રહ્યો છે. જે.કે. ટાયરના શેરની બુક વેલ્યુ રૂ. 115ની છે. એક મહિનાના ઊંચો ભાવ આવ્યો છે.
આગામી દિવસોમાં શેરનો ભાવ રૂ. 142 કૂદાવતા ભાવની ઉપર તરફથી ચાલ વેગીલી બનશે. શેરનો ભાવ સુધરીને રૂ. 165થી 170 સુધીનો ભાવ જઈ શકે છે. રૂ. 120નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. શેરનો ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે.
નિલેશ કોટક,
ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.