હિંદૂજા લેલેન્ડ મર્જર બાદ અશોક લેલેન્ડના શેરમાં 6 ટકાનો ઉછાળો

ગુરૂવારે શેરના ભાવે ઇન્ટ્રા ડેમાં રૂ. 158.50નું મથાળું બતાવ્યું, ટાર્ગેટ ભાવ રૂ. 165
અમદાવાદઃ હિંદૂજા લેલેન્ડ મર્જર બાદ આજે શેરબજારમાં અશોક લેલેન્ડના શેરમાં 6 ટકાનો ઉછાળો આવ્યો છે. હવે તેના ભાવમાં સતત સુધારો જોવા મળી શકે છે. તેના નવા ટાર્ગેટ ભાવ નક્કી કરવામાં આવી રહ્યા છે. જોકે અશોક લેલેન્ડે 2025ના નાણાંકીય વર્ષ દરમિયાન રોકાણકારોને સતત સારી કમાણી કરાવી છે. આ વર્ષે સ્ટોકમાં હજુ સુધી 50 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
ગુરુવારે અશોક લેલેન્ડના શેરમાં 6%નો તેજ ઉછાળો ત્યારે જોવા મળ્યો, જ્યારે તેની મહત્વની સબસિડીયરી હિંદૂજા લેલેન્ડ ફાઇનાન્સ લિમિટેડ (HLF) એ NDL વેન્ચર્સ લિમિટેડ સાથે મર્જર (વિલીન) કરવાની યોજનાને મંજૂર કરવામાં આવી હતી. HLFના બોર્ડે આ મર્જરની મંજૂરી 25 નવેમ્બર 2025ના રોજ આપી હતી. મંજૂરીની જાહેરાત બાદ સ્ટોકમાં મજબૂત ખરીદી જોવા મળી અને ઓટો સેક્ટરનાં બીજા શેરોની સરખામણીમાં વધુ સારુ પ્રદર્શન કર્યું છે.
મર્જર ડીલ શું કહે છે?
કંપનીએ નિયમ મુજબ શેરબજારમાં ફાઈલ કરેલી વિગતો મુજબ મર્જરનો મુખ્ય ઉદ્દેશ્ય કોમર્શિયલ અને પર્સનલ વાહનોના ફાઇનાન્સિંગને એક જ લિસ્ટેડ એન્ટિટી હેઠળ લાવવાનો છે. NDL વેન્ચર્સ લિમિટેડ મર્જર બાદ HLFના 10 શેર સામે પોતાના 25 સંપૂર્ણ ચૂકવેલ ઇક્વિટી શેર (Face Value ₹10) ઇશ્યૂ કરશે. “Appointed Date” તરીકે 1 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે, અને આ મર્જર NCLT તેમજ અન્ય નિયમનકારી મંજૂરીઓની રાહ જોઈ રહ્યું છે.
HLFનું 2024–25નું નાણાકીય પરફોર્મન્સ
હિન્દુજા લેલેન્ડ ફાઈનાન્સ લિમિટેડની ઓપરેશનલ આવક: રૂ. 4,473.33 કરોડની છે. તેની નેટ વર્થ: રૂ. 7,299.23 કરોડની છે. પરિણામે બ્રોકર હાઉસે અશોક લેલેન્ડનું રેટિંગ બદલ્યું છે. બ્રોકર હાઉસે અશોક લેલેન્ડના શેર્સમાં લેવાલીનું એટલે કે Buyનું રેટિંગ આપ્યું હતું. તેની સાથે જ તેનો ટાર્ગેટ પ્રાઈસ રૂ. 156નો નક્કી કરી દીધો છે. તેવી જ રીતે ICICI Direct અશોક લેલેન્ડને Hold-જાળવી રાખોનું રેટિંગ આપ્યુ હતું. તેનો ટાર્ગેટ પ્રાઇસ રૂ. 165 નક્કી કરવામાં આવ્યો છે. ગુરુવારે શેરે ઇન્ટ્રા ડેમાં રૂ. 158.50નું મથાળું બનાવ્યું હતું. અગાઉના બંધ ભાવ રૂ. 148.95ની સરખામણીએ 6.4 ટકા વધુ હતું. શેરબજારમાં તેનો છેલ્લો ટ્રેડિંગ ભાવ રૂ. 158.05 જોવા મળ્યો હતો.




