સુરત: દિવાળી બાદ દેશ-વિદેશના માર્કેટમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ,ભાવમાં 20 થી 25 ટકાનો ઉછાળો, ચીનથી આવતું રફ મટીરીયલ મોંઘુ
દિવાળી વેકેશન બાદ ફરી એક વખત સુરતનાં હીરાનાં કારખાનાઓ ધમધમતા થયા છે. ખાસ કરીને દેશ-વિદેશમાં લેબગ્રોન ડાયમંડની માંગ નીકળતા હીરા ઉદ્યોગે રાહતનાં શ્વાસ લીધા છે અને તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
સુરતના હીરાના વેપારીએ જણાવ્યું કે દિવાળી બાદ સુરતનાં માર્કેટમાં રફ હીરાનાં પોલિશિંગનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. અમેરિકા દ્વારા ભારે ટેરિફ લાગુ કર્યા બાદ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માટે ડાયમંડના નવા બજારો શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. અમેરિકાને બાકાત કરી સુરતનાં હીરા ઉદ્યોગકારોએ દુબઈ, યુકે, ફ્રાન્સ, નેધરલેન્ડ, સિંગાપુર, હોંગકોંગ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ સહિતના દેશોમાં ડાયમંડ એકસ્પોર્ટ કરવાનો અભિગમ અપનાવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે લેબગ્રોન ડાયમંડનાં તેજી નીકળતા ભાવમાં 20 થી 25 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વધારો હિરા ઉદ્યોગ માટે રાહતનાં રુપે જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ વેકેશનમાં પ્રોડક્શન ઘટવા સાથે રફ પોલિશિંગ મોંઘું થતાં ભાવમાં વધારો થઈ ગયો છે.યુ.એસ.એ સિવાયના અન્ય દેશોમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધી છે.
તેમણ વધુમાં જણાવ્યું કેરફ હિરાનું પોલિશિંગ મોધું થતાં વેપારીઓ લેબગ્રોન ડાયમંડ તરફ વળ્યા છે. સર્ટિફિકેટ આધારિત લેબગ્રોન ડાયમંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાત ચીન થી આવતા HPHT રફ મોંઘા થયા છે, તેમજ ચીન – ઇન્ડિયા લોજિસ્ટિક કોસ્ટ વધતા રફ મટીરીયલ મોંધા થઈ ગયા છે, આના કારણે પ્રોડક્શન કોસ્ટ પણ વધી જવા પામી છે અને પોલિશ્ડ ડાયમંડના ભાવ પર પણ આની અસર વર્તાઈ રહી છે.




