• 9 October, 2025 - 3:27 AM

સુરત: સણિયા-હેમાદ ગામમાં ઔધોગિક એકમો દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓ મરી રહી હોવાનો ગામવાસીઓનો આરોપ

સુરતનાં સણિયા હેમાદ ગામના તળાવમાં સતત અસંખ્ય માછલાના મોતની ઘટના બની રહી છે. આજે બીજા દિવસે પણ અનેક માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ભારે હોબાળો થવા પામ્યો છે.

ગત રોજે પણ તળાવમાં અનેક માછલા મૃત હાલતમાં મળી આવ્યા હતા.આજે બીજા દિવસે પણ તળાવમાં મોટી સંખ્યામાં માછલા મૃત હાલતમાં મળી આવતા ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક ગામવાસીઓનો આરોપ છે કે ઔધોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના કારણે તળાવમાં પાણી ઝેરી થતાં માછલાઓ મરી રહ્યા છે.તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડતા માછલીના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ગામવાસીઓએ સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે.ગત રોજ પાલિકાની ટીમ સ્થળ પર પોહચી હતી અને પાણીના સેમ્પલો પણ લીધા હતા. ફરી વાર તળાવમાંથી મૃત હાલતમાં માછલા મળી આવતા ગ્રામજનોમાં વધુને વધુ રોષ ફેલાઈ રહ્યો છે.

Read Previous

સુરત: 197 કરોડના સાયબર ફ્રોડ-USDT હવાલા કૌભાંડમાં મિલન દરજીના કૌટુંબિક ભાઈની ધરપકડ

Read Next

દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે મોટી ગિફ્ટ: કેન્દ્ર સરકારે DAમાં વધારો કર્યો, 1 કરોડથી વધુ લોકોને ફાયદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular