ટેક મહિન્દ્રા લિમિટેડ (TECHM) | ખરીદોઃ (BUY) | ટાર્ગેટ ભાવ: રૂ. 1,931
ટેક મહિન્દ્રાની કમ્યુનિકેશન વર્ટિકલ હવે સ્થિરતા તરફ આગળ વધી રહેલી કંપની બની રહી છે. આગામી મહિનાઓમાં કંપનીના પરફોર્મન્સમાં સુધારો થતો જોવા મળશે. લાંબા ગાળે બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ (BFSI) ક્ષેત્રમાંથી કંપનીને વધારાની મદદ મળશે. બીજી તરફ, મેન્યુફેક્ચરિંગ અને હાઈ-ટેક સેગમેન્ટ્સને હાલ માટે પડકારો છે કારણ કે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ખર્ચ ઓછો છે, સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મંદી છે અને વૈકલ્પિક રોકાણો પણ ઘટ્યા છે. તેમ છતાં, ટેક મહિન્દ્રા વ્યૂહાત્મક સુધારાની પ્રક્રિયામાં છે, જે તેની ધીમે ધીમે સુધરતી EBIT માર્જિન (EBITM)માંથી સ્પષ્ટ થાય છે.
TECHMનો ધ્યેય મુખ્ય ક્લાયન્ટ્સ સાથે જોડાણ વધુ મજબૂત કરવાનો છે અને નવા કરારો મેળવવા પર ભાર મૂકવાનો છે, જેથી ગુણાત્મક વૃદ્ધિ મેળવી શકાય. આ દિશામાં કંપની છેલ્લા થોડા અઠવાડિયાઓમાં ખાસ્સી સક્રિય થઈ છે. તેના પરિણામો ઘણાં જ સારા આવવાની આશા છે. તેથી કંપનીનું પરફોર્મન્સ અને કામગીરી મજબૂત રહે તેવી અપેક્ષા રાખીએ છીએ. કંપનીના ટોપલાઈન અને બોટમલાઈનમાં મજબૂત સુધારો જોવા મળી શકે છે.
Choice institutional researchના વિશ્લેષણકારોએ તેમના અંદાજમાં પરફોર્મન્સમાં 0–3%નો સુધારો થવાની આશા વ્યક્ત કરી છે. આ સાથે જ કંપનીની સ્ક્રિપમાં લેવાલી ચાલુ રાખવાની ભલામણ કરી છે. કંપનીના શેર્સનો નવો ટાર્ગેટ પ્રાઈસ રૂ. 1,931નો નક્કી કર્યો છે. આ મૂલ્યાંકન 24x PE મલ્ટિપલના આધારે છે, જે FY27E અને FY28Eના સરેરાશ અનુમાનિત પ્રતિશેર નફો (EPS) રૂ. 80.4 પરથી ગણવામાં આવ્યું છે.