• 15 January, 2026 - 10:32 PM

ટ્રસ્ટ ડીડમાં ફેરફાર ન કરે તો સખાવતી-ધાર્મિક ટ્રસ્ટના રિન્યુઅલની અરજીઓ રિજેક્ટ થશે

ચેરિટેબલ ટ્રસ્ટના 12A અને 80Gના રજિસ્ટ્રેશન ચાલુ રાખવા ટ્રસ્ટ ડીડમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર ફેરફારો કરવા પડશે

અમદાવાદઃ સખાવતી ટ્રસ્ટ અને ધાર્મિક ટ્રસ્ટના રિન્યુઅલની અરજી કરનારાઓને તેમના ટ્રસ્ટના 12એ અને 80 જીની રિન્યુઅલની અરજી કરનારાઓને રિજન્યુઅલ કરી આપવા માટે ઇન્કમટેક્સ કમિનશર (એક્ઝમ્પશન) દ્વારા ટલાક સવાલો ઊભા કરીને બંધારણમાં ફેરફાર કરવાની માગણી સાથેની નોટિસો પાઠવવામાં આવી છે. પરિણામે ચેરિટેબલ ટ્રસ્ટની રજિસ્ટ્રેશન રિન્યુઅલની અરજી રિજેક્ટ થવાની અથવા તો અરજી રિજેક્ટ ન થાય તે માટે તેમના બંધારણમાં ફેરફાર કરવાની ફરજ પડશે.

ટ્રસ્ટ ડીડનો અભ્યાસ કરીને ટ્રસ્ટના ઉદ્દેશથી બહાર જઈને તેમણે ખર્ચ કર્યા છે કે કેમ તેની ચકાસણી કરી લેવાની સૂચના ટ્રસ્ટ બંધ થાય ત્યારે તેના જેવા જ ઉદ્દેશ ધરાવતા ટ્રસ્ટમાં તમામ અસ્ક્યામતો ટ્રાન્સફર કરી દેવાની જોગવાઈ પણ દાખલ કરવા જણાવવામાં આવ્યું ચેરિટેબલ ટ્રસ્ટના કાયદાના જાણકાર પ્રમોદ પોપટનું કહેવું છે કે ઇન્કમટેક્સ કમિશનર (એક્ઝમ્પશન)ની કચેરી તરફથી આપવામાં આવેલી સૂચના પ્રમાણેના ફેરફારો સખાવતી કે ધાર્મિક ટ્રસ્ટો તેમના બંધારણમાં ન કરે તો તેમની અરજીઓ રિજેક્ટ થઈ જવાની સંભાવના વધારે છે.

ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટની કલમ ૧૨ એ તથા ૮૦-જીના રજિસ્ટ્રેશનની મુદત ૩૧મી માર્ચ ૨૦૨૬ના પૂરી થાય છે. આ મુદત પૂરી થઈ ગયા પછી તેમને માટે દાનની રકમ સ્વીકારવી પણ કઠિન બની શકે છે, કારણ કે દાનની સંપૂર્ણ રકમ આવકવેરાનું 12-એ સર્ટિફિકેટ ન હોય તો કરને પાત્ર બની જાય છે.  ચે રિટેબલ કે ધાર્મિક ટ્રસ્ટના રિન્યુઅલ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૫ હતી.

કમિશનર એક્ઝમ્પશને ચેરિટેબલ ટ્રસ્ટ કે ધાર્મિક ટ્રસ્ટ ચલાવનારા અરજદારો પાસેથી કેટલીક ક્વેરીના જવાબ મંગાવ્યા છે. એક,અરજી રિજેક્ટ થવાના મુખ્ય કારણોમાં ટ્રસ્ટ ડીડમાં ટ્રસ્ટ ઇરિવોકેબલ છે એટલે કે રદ ન કરી શકાય છે તેવી જોગવાઈ ટ્ર્ટની ક્લોઝના માધ્યમથી કરવામાં આવેલી ન હોવાથી તેમની અરજી પ્રમાણે રજિસ્ટ્રેશન રિન્યુ થઈ શકે તેમ જ ન હોવાનું જણાવી દેવામાં આવ્યું છે. પરિણામે ક્લોઝમાં આ વિગતો ઉમેરવી ફરજિયાત કરવામાં આવી છે.

બે, ટ્રસ્ટના ફંડનો ઉપયોગ પરદેશમાં ડોનેશન આપવા માટે કરવામાં આવશે તેવી જોગવાઈ તેમના બંધારણમાં ન હોવા છતાંય તેમણે ટ્રસ્ટને મળેલા ડોનેશનની રકમમાંથી કેટલીક રકમો વિદેશ મોકલવામાં આવી છે. વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓને નામે પણ આ રકમ ટ્રસ્ટના ખર્ચમાં ઉધારવામાં આવેલી છે. આ ખર્ચ ટ્રસ્ટના ઉદ્દેશ કરતાં અન્ય હેતુ માટે વપરાયા હોવાથી પણ તેમની રજિસ્ટ્રેશન રિન્યુઅલની જવાબદારી સ્વીકારવામાં આવતી નથી. આ જોગવાઈ પણ ટ્રસ્ટ ડીડમાં ઉમેરવા જણાવવામાં આવ્યું છે. આ સાથે જ દરેક ટ્રસ્ટોને ટ્રસ્ટ ડીડનો બરાબર અભ્યાસ કરીને ટ્રસ્ટના ઉદ્દેશથી બહાર જઈને તેમણે ખર્ચ કર્યા છે કે કેમ તેની ચકાસણી કરી લેવાની સૂચના આપી છે.

ત્રણ, તદુપરાંત દરેક ટ્રસ્ટ બંધ થાય ત્યારે તેના જેવા જ ઉદ્દેશ ધરાવતા ટ્રસ્ટમાં તમામ અસ્ક્યામતો ટ્રાન્સફર કરી દેવાની જોગવાઈ પણ દાખલ કરવા જણાવવામાં આવ્યું છે.

રજિસ્ટ્રેશન રદ થતું અટકાવવા શું કરવું પડશે

સખાવતી અને ધર્માદા ટ્રસ્ટના જાણકારોનું કહેવું છે કે ટ્રસ્ટોએ તેમના ટ્રસ્ટ ડીડમાં ઉપર જણાવેલી ત્રણ શરતોને ઉમેરો કરી દેવાનો રહેશે. ટ્રસ્ટ ડીડમાં તેનો ઉમેરો કરીને ચેરિટી કમિશનરની કચેરીમાં તે રજૂ કરી દઈને તેની રિસિપ્ટ-પહોંચની કોપી કે નકલ કમિશનર એક્સટેન્શનને સુપરત કરી દેવાની સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

 

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

ખેડૂતો માટે તુવેરની ખેતી હવે વધુ સલામત બની જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular