• 23 November, 2025 - 7:39 AM

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર શરૂ કર્યુ

સેન્ટર વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીનો સમન્વય કરીને ન્યુરોલોજીકલ પડકારોનો સામનો કરી રહેલ વ્યક્તિઓને તેમની સ્વતંત્રતા અને ગૌરવ પુનઃ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે.

અમદાવાદ : જરૂરિયાતમંદ લોકોનો ગુણવત્તાયુક્ત અને રાહતદરે ન્યુરો રિહેબિલિટેશનની સુવિધા પૂરી પાડવા માટે ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશને (Torrent UNM Foundation)12મી ઓક્ટોબરના રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ૩૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે.

ન્યુરો રિહેબિલિટેશન(Neuro rehabilitation)ના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે રચવામાં આવેલો પ્રોજેક્ટ એક અનોખા મોડેલને અનુસરે છે, જે એક કરતાં વધુ ચિકીત્સા પદ્ધતિઓને (More than one diagnostic system)અનુસરે છે. તેમ જ જુદી જુદી શાખાઓને સર્વાંગી સારવાર, રિકવરી અને સંભાળ માટે એક માળખામાં એકીકૃત કરે છે. (Comprehensive treatment and recovery) ન્યુરો રિહેબિલિટેશન, એ એક વિશિષ્ટ પ્રકારની ઉપચાર પદ્ધતિ છે, જે મગજના કાર્યમાં ખામીને કારણે વ્યક્તિઓને થતી ન્યુરોલોજીકલ બીમારીઓ અને પરિણામે ઇન્ટીગ્રેટેડ અને સંકલિત, સંવેદનાત્મક અને મોટર ફંકશન્સ(શરીરના દરેક અવયવો એકમેકના તાલમેલમાં ચાલવામાં-integrated motor functions) કરવામાં પડતી મુશ્કેલીમાંથી સ્વસ્થ થવામાં મદદ કરે છે. ન્યુરો રિહેબિલિટેશન મગજના રિલર્નિંગ અને રિવાયરિંગની(Neuro rewiring) પ્રક્રિયા દ્વારા આ કાર્યોને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.

આ સારવાર સિસ્ટમમાં એવી ઇકોસિસ્ટમ બનાવવાની ઈચ્છાશક્તિ સાથે શરૂ કરવામાં આવ્યુ છે, જ્યાં સારવાર મેળવનાર ન્યુરોલોજીકલ પડકારો ધરાવતા વ્યક્તિઓ ગતિશીલતા, સંદેશાવ્યવહાર અને જ્ઞાનાત્મક કુશળતા પુનઃ પ્રાપ્ત કરે અને ખુશી, ગૌરવ સાથે, કાર્ય પર પરત ફરવા અને સામાજિક જીવનની શક્યતાઓને પુનઃ પ્રાપ્ત કરી શકે (Rehab in social life)તેવી સ્થિતિમાં આવી શકે છે. આ નવતર પ્રોજેક્ટના ઉદઘાટન સમારોહમાં ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ સુધીર મહેતા અને ન્યુરોલોજી ક્ષેત્રના પ્રખ્યાત વરિષ્ઠ ડોકટરો અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ન્યુરોલોજીસ્ટ ડૉ. સાગર બેટાઈએ 3 દર્દીઓના કેસ સ્ટડી રજૂ કર્યા અને ન્યુરો- રિહેબિલિટેશનના આશાસ્પદ પરિણામો વિશે સમજણ આપી હતી. તેમ જ ડૉ. વિવેક મિશ્રાએ ન્યુરો રિહેબિલિટેશનમાં થઇ રહેલી પ્રગતિ અને તેમાંય ખાસ કરીને નોન-ઇન્વેસિવ બ્રેઇન સ્ટીમ્યુલેશનની ભૂમિકા પર પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.

UNM ફાઉન્ડેશનના હેલ્થકેર ઇનિશિયેટિવ્સના વડા ડૉ. ચૈતન્ય દત્તે જણાવ્યું હતું કે, આ સુવિધા ઊભી કરવા પાછળનો અમારો ઉદ્દેશ્ય ચોક્કસ સમસ્યાઓનું વ્યાપક મૂલ્યાંકન કરવાનો છે. આ સમસ્યાઓના ઉકેલ લાવવાની જરૂર છે. તેમ કરવાથી વ્યક્તિની માનસિક અને શારીરિક ક્ષમતાઓને શક્ય તેટલી વધુ પુનઃસ્થાપિત કરી શકાશે. આમ તે વ્યક્તિ પહેલાની જેવું જીવન જીવવાને સમર્થ બનશે.

ટોરેન્ટ ગ્રુપના(Torrent group Director) ડિરેક્ટર જિનલ મહેતાએ જણાવ્યું હતું કે, “અમારો આ પ્રોજેક્ટ વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીને એક સાથે જોડે છે અને ન્યુરોલોજીકલ પડકારો ધરાવતા વ્યક્તિઓને તેમની સ્વતંત્રતા અને ગૌરવ પાછું મેળવવામાં મદદ કરવાના પ્રયાસ કરશે. આ અદ્યતન હોલિસ્ટિક ન્યુરો રિહેબિલિટેશન સેન્ટર, ન્યુરો રિહેબિલિટેશનના ક્ષેત્રમાં અમે જે કરવા માંગીએ છીએ તેનો એક પાયલોટ પ્રોજેક્ટ છે. આગળ જતાં, આ સુવિધાને ઇન-પેશન્ટ્સ (IPD) ને પણ પુરી પાડવામાં આવશે. સમય જતાં, અમે સુરત, વડોદરા અને રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં અને આખરે દેશના અન્ય ભાગોમાં આ પ્રોજેક્ટના જેવા જ અન્ય મોડેલ તૈયાર કરીને શરૂ કરવાની યોજના બનાવા ઇચ્છીએ છીએ.”

તેમણે જણાવ્યું હતું કે પહેલાની તુલનાએ જીવન અતિશય ઝડપી બન્યું છે. લોકોની મહત્વાકાંક્ષાઓ વધી ગઈ છે. તેને પરિણમે જીવનશૈલી તણાવપૂર્ણ બની છે. તેને કારણે પક્ષાઘાત-સ્ટ્રોક, મગજની ઇજા, કરોડરજ્જુની ઇજા, વય-સંબંધિત ડીજનરેટિવ રોગોના(Degenerative diseases) પ્રમાણમાં ખાસ્સો વધારો થયો છે. જ્યારે હોસ્પિટલો જીવન બચાવવા પર ભાર મૂકીને સંભાળ પૂરી પાડે છે, ત્યારે તેઓ સામાન્ય રીતે જીવનની પહેલાં જેવી ગુણવત્તા, આત્મનિર્ભરતા, પુનઃરોજગારીની શક્યતા અને દર્દીના આત્મસન્માનને પાછું લાવવા માટે સજ્જ નથી. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે સ્ટ્રોક, ટ્રોમેટિક બ્રેઈન ઈન્જરી અથવા કરોડરજ્જુની ઈજા જેવી ન્યુરોલોજીકલ સ્થિતિઓ પછી ક્ષતિગ્રસ્ત ક્ષમતાઓ દૂર કરવા માટે સક્ષમ છે. દરેક દર્દીની રિકવરી યાત્રા કરાવે છે અને દરેક દર્દી-વિશિષ્ટ સારવાર પ્રોટોકોલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વ્યક્તિગત ઉપચાર યોજનાઓ, માપી શકાય તેવા ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ધ્યેયો અને સમયાંતરે પ્રગતિ સમીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઘડવામાં આવે છે. સેન્ટર ખાતેની અનોખી ઓકક્યુપેશનલ થેરાપી, દર્દીની રહેવાની પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે, જેથી તેમને તેમના ઘરે ઝડપથી એડજસ્ટ કરવામાં મદદ મળે છે.

દરેક પેશન્ટ પ્રોગ્રામ, વિચારપૂર્વક એવા ઉપચાર લક્ષ્યો સાથે ડિઝાઇન કરવામાં આવે છે, જે પુરાવા-આધારિત હોય અને દરેક દર્દીની ભાવનાત્મક, સામાજિક અને કાર્યાત્મક જરૂરિયાતો સાથે સુસંગત હોય. સંભાળ રાખનારાઓ અને પરિવારો સક્રિય સહભાગીઓ તરીકે સામેલ થાય છે, જે સારવાર કેન્દ્રની ચાર દિવાલોથી આગળ વિસ્તરેલી સંભાળ યાત્રા સુનિશ્ચિત કરે છે. આ અનોખું મોડેલ ખાતરી કરે છે કે સૌથી આર્થિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા દર્દીઓ પણ કોમ્પ્રોમાઇઝ વિના વિશ્વ-સ્તરીય સારવાર મળી શકે છે. તેને માટેની સુવિધા ન્યુરોલોજીના ક્ષેત્રમાં કેટલીક અદ્યતન તકનીકોથી સજ્જ છે જેમાં fNIRS (ફંક્શનલ નીયર-ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી), નોન-ઇન્વેસિવ બ્રેઇન સ્ટીમ્યુલેશન, એસોગ્લોવ, ઇ-હેલ્પર એક્સોસ્કેલેટન પ્લસ રીટેરા, ન્યુરો ઓડિયો, માયરો, વગેરેનો સમાવેશ થાય છે.

નિદાન અને અભ્યાસ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપરાંત, સંકલન શરૂઆતમાં ન્યુરો ફિઝિશિયન, ફિઝિયાટ્રિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, સુવિધા આપનારાઓ, બાયો મેડિકલ એન્જિનિયરો, ડેટા સાયન્ટિસ્ટ અને સમુદાય આઉટરીચ વ્યાવસાયિકો સહિત લગભગ 63 બહુ-શાખાકીય નિષ્ણાતોની ટીમ સાથે કાર્ય કરશે.

Read Previous

રિઝર્વ બેન્કે ક્લેઈમ ન કરાયેલી થાપણો સ્વજનો સુધી પહોંચાડવા ગેટ વે લોન્ચ કર્યો

Read Next

સુરતની જાણીતી શેર બ્રોકિંગ ફર્મ પર IT વિભાગના દરોડા, 4 સ્થળે તપાસનો ધમધમાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular