ટોરેન્ટ પાવરઃ મધ્યમથી લાંબા ગાળે નફો કરી આપવાને સમર્થ રોકાણ

ચોઈસ ઇક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડના ડેરીવેટીવ એનાલિસ્ટ હાર્દિક મટાલિયા-Hardik Matalia, Derivative Analyst ટોરેન્ટ પાવરમાં લેણ કરવાની સલાહ આપી રહ્યા છે. અત્યારે ટોરેન્ટ પાવર-Torrent powerના શેરનો ભાવ રૂ. 1315ની આસપાસની સપાટીએ બોલાઈ રહ્યો છે. ટોરેન્ટ પાવરનો શેર મહત્વની ટેકાની સપાટીએથી બાઉન્સ કરે તેવા નિર્દેશ મળી રહ્યા છે. ટોરેન્ટ પાવરના શેર્સમાં ડેઈલી ચાર્ટમાં લાંબા ગાળાનો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. ટોરેન્ટનો શેર ટેક્નિકલ ચાર્ટમાં ઘટાડાની અઠવાડિટ પેટર્નમાંથી પણ બહાર આવીર રહ્યો હોવાનું જોવા મળે છે. તેમ જ ઘટાડાના ટ્રાયેન્ગલમાંથી પણ ટોરેન્ટ પાવરમાં લાંબા ગાળાનો બ્રેક આઉટ જોવા મળી રહ્યો છે. ટેકનિકલ ચાર્ટમાં ટોરેન્ટ પાવરને શેર્સે ડબાલ બોટમની પેટર્ન બનાવી છે. તેની સાથે જ તેમાં વોલ્યુમ પણ ખાસ્સું જોવા મળી રહ્યું છે. પરિણામે ટોરેન્ટના શેરમાં તેજીનો મજબૂત વક્કર જોવા મળી રહ્યો છે.
ટેકનિકલ ચાર્ટની આ સ્થિતિ રોકાણકારોને મધ્યમથી લાંબા ગાળા માટે ટોરેન્ટ પાવરના શેર્સમાં રોકાણ કરવાની સારામાં સારી તક પૂરી પાડે છે. તેમાંય ખાસ કરીને ટોરેન્ટના ભાવનું માલખું ટેકો આપતુ હોય અને તેના વોલ્યુમનું પ્રમાણ પણ અનુકૂળ હોય ત્યારે રોકાણકારો માટે સારામાં સારી તક ગણી શકાય છે.
ટોરેન્ટ પાવરના શેરમાં અત્યારે 20 દિવસ અને 50 દિવસની એક્સ્પોનેન્સિયલ મુવિંગ એવરેજની ઉપરની સપાટીએ અત્યારે ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ ટ્રેડિંગ લેવલ તત્કાલિન ટેકાની સપાટી તરીકે કામ કરે છે. ટોરેન્ટ પાવરના મોમેન્ટમ ઇન્ડિકેટર પણ શેરમાં તેજીનો નિર્દેશ આપી રહ્યા છે. એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (EMA) એક એવો ટેક્નિકલ ઇન્ડિકેટર-નિર્દેશક છે કે જે કંપની અંગેના વર્તમાન ડેટાને વધુ ભાર આપે છે. આ ડેટા કંપનીના શેર્સના ભાવની સિમ્પલ મૂવિંગ એવરેજ (SMA) કરતાં વધુ પ્રભાવક-અસર કરનાર બનાવે છે. EMA બજારના ટ્રેન્ડની દિશા અને તેના વલણને ઓળખવા માટે વપરાય છે. આ ટ્રેન્ડ ખાસ કરીને ટૂંકા ગાળાના વેપાર માટે ઉપયોગી ગણાય છે.
ટોરેન્ટ પાવરનો રિલેટીવ સ્ટ્રેન્ગ્થ ઇન્ડેક્સ-RSI- અત્યારે 62.30નો છે. તેમાં દિવસે દિવસે સુધારો થઈ રહ્યો છે. તેથી શેર્સમાં તેજીનો સંચાર થઈ રહ્યો હોવાનો નિર્દેશ મળી રહ્યોછે. તેમ જ તેમાં લેવાલી કરવામાં ઇન્વેસ્ટર્સ અને ટ્રેડર્સને વધુને વધુ રસ પડી રહ્ય હોવાનો સંકેત પણ તેના પરથી મળે છે.
ટોરેન્ટ પાવરના શેર્સ અંગેની ટેકનિકલ ટ્રીગરને ધ્યાનમાં લેતા હાર્દિક મટાલિયા ટોરેન્ટ પાવરના શેર્સમાં રૂ. 1315ના ભાવે લેણ કરવાની ભલામણ કરી રહ્યા છે. ટોરેન્ટ પાવર્સના શેર્સમાં રૂ. 1225નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય છે. ટાર્ગેટ ભાવ રૂ. 1500 છે. મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો માટે ટોરેન્ટ પાવરનો શેર મધ્યમ અને લાંબા ગાળાનું એક મસ્ત રોકાણ ગણી શકાય છે.


