• 8 October, 2025 - 10:15 PM

ટોયોટા ફોર્ચ્યુનર લીડર એડિશન 2025 ભારતમાં લોન્ચ: જાણો એન્જિન, પાવર અને 4×2 વેરિઅન્ટની વિગતો

ટોયોટાએ 2025 ફોર્ચ્યુનર લીડર એડિશન લોન્ચ કરી દીધું છે. આ નવી SUVમાં સ્પોર્ટી અને પ્રીમિયમ લૂક સાથે ડ્યુઅલ-ટોન રૂફ, ગ્લોસી બ્લેક એલોય વ્હીલ્સ અને સિગ્નેચર હૂડ એમ્બ્લેમ જેવા ફીચર્સ છે. આવો જાણીએ તેની વિગતો.

ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) એ તેની સૌથી લોકપ્રિય SUVનું નવું 2025 ફોર્ચ્યુનર લીડર એડિશન લોન્ચ કર્યું છે. આ પ્રીમિયમ SUV 2024ના લીડર એડિશનની સફળતા પછી વધુ સ્ટાઇલિશ, સ્પોર્ટી અને દમદાર ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. આ SUV એવા ગ્રાહકો માટે છે જેઓ પ્રીમિયમ લૂક અને હાઇ પરફોર્મન્સ બંને ઇચ્છે છે. આવો જાણીએ તેની વિગતો…

નવો લૂક અને દમદાર સ્ટાઇલ

2025 ફોર્ચ્યુનર લીડર એડિશનમાં બોલ્ડ અને સ્પોર્ટી ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં નીચેના ફેરફારો સામેલ છે:

  • નવી ગ્રિલ ડિઝાઇન અને ફ્રન્ટ-રીઅર બમ્પર સ્પોઇલર
  • ડ્યુઅલ-ટોન બ્લેક રૂફ
  • સિગ્નેચર હૂડ એમ્બ્લેમ
  • ગ્લોસી બ્લેક એલોય વ્હીલ્સ
  • આ ફેરફારોથી SUVનો રસ્તા પર દબદબો અને પ્રીમિયમ લૂક વધુ નિખરી ઉઠે છે.શાનદાર અને આરામદાયક ઇન્ટિરિયર્સ
    નવી ફોર્ચ્યુનરના ઇન્ટિરિયર્સ પણ સંપૂર્ણપણે પ્રીમિયમ અને રિફાઇન્ડ છે. તેમાં નીચેના ફીચર્સ સામેલ છે:

    બ્લેક અને મેરૂન ડ્યુઅલ-ટોન સીટ્સ અને ડોર ટ્રિમ
    સ્માર્ટ ઓટો-ફોલ્ડ મિરર
    ઇલ્યુમિનેટેડ સ્કફ પ્લેટ્સ
    એડવાન્સ્ડ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)
    દરેક વિગતને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ડ્રાઇવિંગનો અનુભવ આરામદાયક અને સુરક્ષિત બંને રહે.

    દમદાર એન્જિન અને શાનદાર પરફોર્મન્સ
    2025 ફોર્ચ્યુનર લીડર એડિશનમાં 1GD-FTV 2.8L ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.

    પાવર: 201bhp
    ટોર્ક: 500 Nm
    6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન
    4×2 રીઅર-વ્હીલ ડ્રાઇવ
    આ એન્જિનને કારણે SUV શાનદાર પરફોર્મન્સ આપે છે અને રોજિંદા ડ્રાઇવિંગમાં પણ આરામદાયક રહે છે.વેરિઅન્ટ્સ અને કલર વિકલ્પો
    2025 ફોર્ચ્યુનર લીડર એડિશન 4×2 ઓટોમેટિક અને મેન્યુઅલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેના રંગ વિકલ્પો આ પ્રમાણે છે:

    એટીટ્યુડ બ્લેક
    સુપર વ્હાઇટ
    પર્લ વ્હાઇટ
    સિલ્વર
    ફાઇનાન્સ અને સર્વિસના શાનદાર ઓફર
    ફોર્ચ્યુનર લીડર એડિશન માટે ઘણા ફાઇનાન્સ વિકલ્પો ઉપલબ્ધ છે:

    8 વર્ષ સુધીની EMI પ્લાન
    ટોયોટા સ્માર્ટ બલૂન ફાઇનાન્સ
    પ્રી-એપ્રૂવ્ડ વેલ્યુ-એડેડ સર્વિસીસ જેમ કે એક્સટેન્ડેડ વોરંટી અને જન્યુઇન એસેસરીઝ
    સાથે જ, 5 વર્ષનું ફ્રી રોડસાઇડ અસિસ્ટન્સ, 3 વર્ષ/1,00,000 કિમી વોરંટી (જેને 5 વર્ષ/2,20,000 કિમી સુધી વધારી શકાય છે) અને ટોયોટા સ્માઇલ્સ પ્લસ સર્વિસ પેકેજ પણ મળે છે.

    બુકિંગ અને ઉપલબ્ધતા
    2025 ફોર્ચ્યુનર લીડર એડિશનનું બુકિંગ ઓક્ટોબરના બીજા અઠવાડિયાથી શરૂ થશે. ગ્રાહકો www.toyotabharat.com પર ઓનલાઈન બુકિંગ કરી શકે છે અથવા નજીકની ટોયોટા ડીલરશીપની મુલાકાત લઈ શકે છે.

Read Previous

રાગિની દાસ કોણ છે? 2013માં રિજેક્શન બાદ હવે GOOGLE ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ્સની સંભાળશે કમાન

Read Next

1.38 લાખ કરોડના મૂલ્યાંકન સાથે ટાટા કેપિટલનો IPO હિટ, છેલ્લા દિવસે QIBs એ ભંડોળ ઠાલવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular